________________
जैन युग
श्री जैन श्वेताम्बर कॉन्फरन्स का मुखपत्र
વર્ષ : જુનું ૨૨, નવું ૩ વીરાત સં. ૨૪૮૬, વિક્રમાર્ક ૨૦૧૬ ૬ તા.૧ નવેમ્બર ૧૯૫૦ અંક ૧
न बिमारिअइ न वि चोरिअइ, परदारह संगु निवारिअइ ।
थोबाह वि शोवं दाअइ, वसणि दुगु दुगु जाइयइ ॥ ન કોઈને મારીએ, ન કશું ચોરીઓ, પદારાનો સંગ નિવારીએ, થોડામાંથી પણ થોડું દીએ,-(એમ) સંસારદુ:ખ ઝટ ઓછું કીજીએ.
-સિદ્ધસેન પ્રબંધ
“जैन युग" , त्री जूं वर्ष
દજીન યુગના ત્રીજા વર્ષનો આરંભ આ
* અંકથી થાય છે, તે પ્રસંગે અમે અમારો હર્ષ વ્યક્ત કરીએ છીએ.
જૈન યુગ”નું પુનઃપ્રકાશન એ અમારે માટે આનંદનો અને ગૌરવનો વિષય છે. પણ સાથે સાથે એને સર્વાંગસંપૂર્ણ અને અત્યારના સમયની માગણી પ્રમાણે એને જૈનસંસ્કૃતિનું સાચું સંદેશવાહક બનાવવાને માટે હજી આપણે ઘણું ઘણું કરવાનું બાકી છે, એ વાત પણ અત્રે ભૂલી શકાય એમ નથી.
આજે વિદ્યાનાં નવાં નવાં ક્ષેત્રોનું જે રીતે જોડાણ થઈ રહ્યું છે, અને જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે માનવીની જિજ્ઞાસા નવે નવે રૂપે જે ઝડપથી આગળ વધી રહી છે, તે જોતાં જૈન સાહિત્યના પ્રચાર કે પ્રસાર માટે આપણે જે કરવું જોઈએએમાં તો આપણે પાશેરામાં પહેલી પૂણી જેટલું પણ નથી કરી શક્યા, એમ કબૂલ કર્યા વગર ચાલે એમ નથી.
આજે તો જૈનસંસ્કૃતિ અને જૈનસાહિત્ય માટે એવો સરસ સમય આવ્યો છે કે જે આપણે થોડો પણ સાચો પ્રયત્ન કરીએ તો એનું અનેકગણું ફળ આપણને
તરત જ મળી શકે. “જૈન યુગ”ની ઉમેદ છે કે એ જૈન સમાજની સેવા કરવાની સાથે સાથે જૈનસંસ્કૃતિની સેવામાં પણ પોતાનો વિનમ્ર ફાળો આપે.
અમે, ત્રીજા વર્ષના આરંભ સમયે “જૈન યુગ”ના લેખકો. ગ્રાહકો, વાચકો. સહાયકો અને શુભેચ્છકોનો હાર્દિક આભાર માનીએ છીએ; અને અમારી આવી ઉમેદને સફળ કરવામાં આખા સંઘનો અમને પૂર્ણ સહકાર પ્રાપ્ત થાઓ, અને “જૈન યુગ” જૈનસંસ્કૃતિનું એક નમૂનેદાર સંદેશવાહક બનો, એવી પ્રાર્થના કરીએ છીએ.
નવા વર્ષના આરંભ સમયે વિક્રમનું સં. ૨૦૧૫નું વર્ષ આખા ભારત દેશમાં ઠેરઠેર અપાર તારા વેરીને વિદાય થયું છે. માત્ર ગણ્યાગાંધ્યા પ્રદેશોને બાદ કરતાં દેશના લગભગ મોટા ભાગના પ્રદેશો ઉપર અતિવૃષ્ટિ અને નદીઓનાં પૂરે ભારે આફત વર્ષાવી છે. અને આ આફતના કારણે ઠેરઠેર જે પારાવાર નુકસાન થયું છે તેની પૂતિ તો ને માલુમ ક્યારે પૂરી થશે, એ કહેવું મુશ્કેલ છે,