________________
જૈન યુગ
ઓકટોબર ૧૯૫૯
કુશળ વૈદ્યોને તેડવામાં આવ્યા. વૈદ્યોએ આવીને રોગનું નિદાન કર્યું : “અતિ તપસ્યા અને રુક્ષ આહારનું આ પરિણામ છે. એટલે સ્નિગ્ધ ભોજન, શીત ઔષધ અને તૈલાળંગ જરૂરી છે. રોગ અસાધ્ય નથી; દુ:સાધ્ય જરૂર છે. પણ યોગ્ય પધ્ધ અને ઉપચારથી કાબૂમાં આવી જશે.”
સેવા કરનાર સ્વયં ભૂપતિ, અને સેવા લેનાર ભૂપતિના સગા ભાઈ અને નગરજનો પણ ખૂબ ભક્તિપરાયણ, એટલે પછી શી વાતની કમીના રહે? મુનિ કંડરીકને તો
મોસાળે જમણું અને મા પીરસશે” જેવી લીલાલહેર થઈ ગઈ. ઊંચાં ઊચાં ઔષધ અપાવા લાગ્યાં. ભાવતાં સ્નિગ્ધ અને સ્વાદુ ભોજનો મળવા લાગ્યાં. મનકારો લક્ષપાક જેવા તૈલનું મર્દન કરવા લાગ્યા. ભક્તિ કરનારાઓ ખડા પગે તૈયાર રહેવા લાગ્યા. જાણે એમ લાગ્યું મુનિ કંડરીક અત્યારે યુવરાજ જ બની ગયા છે !!
આવા ઉપચાર, આવાં પથ્થ સ્વાદુ ભોજન; આવી પરિચર્યા : પછી તો કેવળ દેવ વાંકું હોય તો જ રોગ ન મટે ! ધીમે ધીમે મુનિ કંડરીકની કાયા સાજી થવા લાગી.
સાપ કાંચળી ઉતારે એમ એ જૂની ચામડી વિદાય થવા લાગી.
હવે તો લૂખી ચામડી ઉપર સ્નિગ્ધતાની આભા પ્રસરવા લાગી.
અને છેવટે શ્યામ બની ગયેલો દેહ જાણે સુવર્ણ વણું બની ગયો.
ખંજવાળ અને દાહ તો હવે કેવળ ભૂતકાળની વાત બની ગઈ. મુનિ કંડરીકનું ચિત્ત પણ પ્રસન્ન રહેવા લાગ્યું. વૈદ્યોએ પણ કહી દીધું કે કાયા હવે પૂર્ણ નિર્મળ બની ગઈ છે.
હવે તો સંયમયાત્રાનાં વ્રતો અને નિયમો પાળવાનો આરંભ કરવો જ જોઈએ અને સેવેલ દોષનું પ્રાયશ્ચિત્ત પણ લેવું જોઈએ. અને એ માટે વિનાવિલંબે ગુરુજીની સેવામાં પહોંચી જવું જોઈએ.
પણ હવે ઈદ્રિયોને ખાન-પાનનો રસ લાગી ગયો . હતો; કાયાને સેવાની રઢ લાગી ગઈ હતી, અને જીભ તો ભારે વાદીલી બની ગઈ હતી. એટલે મુનિ કંડરીકને ત્યાંથી વિચરવાનું મન જ થતું ન હતું. અસંયમી મન જાણે કહેતું હતું : આવું સુખ બીજે ક્યાં મળવાનું છે ?
રાજા પુંડરીક ભારે વિચક્ષણ પુરૂ હતા. એ કંડરીક મુનિના મનની શિથિલતા પામી ગયા. પણ એમણે મુનિને ઉપાલંભ કે ઉપદેશ ન આપતાં નવો જ માર્ગ લેવાનો વિચાર કર્યો.
એમણે વિચાર્યું કે જે એક વાર મુનિ અમારી સામે શિથિલ થઈ ગયા તો વાત વણસી જવાની અને એમની સંયમયાત્રા અટકી જવાની અને અમારા કુળને ભારે કલંક લાગી જવાનું! એટલે એમને મોટા બનાવીને જ સાચે મા લાવવા ઘટે.
એટલે એક દિવસ પ્રાતઃકાળે મુનિ કંડરીક પાસે પહોંચીને ભાવપૂર્વક વંદન કરીને રાજા પુંડરીકે કહ્યું :
મુનિવર ! અમે સંસારી અને આપ ત્યાગી, અમારો રાગ છોડ્યો છૂટતો નથી; અને આપ કેવા વૈરાગી છો કે સદા જળકમળની જેમ અલિપ્ત રહો છો અને મોહમાયામાં પડ્યા વગર સૂરિજીની પાસે જવા તૈયાર થયા છો.”
મુનિ કંડરીકે વિચાર્યું; “રાજવી અમારા માટે કેવા ઉત્તમ વિચાર સેવે છે? એમને જે અમારી આસક્તિ અને શિથિલતાની ખબર પડે તો એમને કેટલો સંતાપ થાય ? માટે હવે સંયમયાત્રામાં સ્થિર થઈને અન્યત્ર વિહરવું જ અમને ઉચિત છે.”
અને બીજે દિવસે પ્રાતઃકાળે જ મુનિ કંડરીક પોતાના ગુરુની નિશ્રામાં હાજર થયા. વિહાર કરી ગયા. રાજા પુંડરીકના અબોલ પ્રતિબોધે જાણે કામણ કર્યું. રાજા પોતાના બાંધવને સંયમમાં સ્થિર કર્યાનો આનંદ અનુભવી રહ્યા. એ વેળા દૂરદૂરથી કોઈ મધુરસ્વરે બોલી રહ્યું હતું : ગો વાળે તે ગોવાળ
લાઠી ધાર્થે વળે ? જે પાળે તેનો ધર્મ
ખાલી વેશે ના વળે!
*થાકોષ પ્રકરણને આધારે