________________
જૈન યુગ
ઑકટોબર ૧૯૫૯
ત્યાગના માર્ગે સ્થિર કરવાનો એ હંમેશાં પ્રયત્ન કરતા રહેતા. વળી પોતાના જીવનને સેવાપરાયણ કરવાના હેતુથી એ મુનિસંઘની સેવા માટે સદા તૈયાર રહેતા. વૃદ્ધ, અશક્ત કે બીમાર મુનિવરોની સેવામાં એ જાણે પોતાની જાતને જ વીસરી જતા.
સમય જતાં, ધીમેધીમે, એમનું મન તપ તરફ વિશેષ વળવા લાગ્યું. પછી તો એ તપની એમને એવી તો લગની લાગી ગઈ કે જાણે તપ વગરનો દિવસ એમને અલૂણો જ લાગતો. અને તપ કરવા છતાંયે એમનું મન શાંત અને સ્વસ્થ રાખી શકતા. સમતા સચવાય તો જ તપ કર્યું લેખે લાગે, એ વાત જાણે એમના અંતરમાં બરાબર વસી ગઈ હતી.
આ રીતે તપને માર્ગ કંડરીક મુનિ પોતાના જીવનને વિશુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા.
સાથી મુનિવરોમાં અને સંઘમાં પણ પછી તો કંડરીક મુનિના તપસ્વીપણાની અનુમોદના થવા લાગી અને એમના તપોમય માર્ગ તરફ અન્ય મુનિવરોને પણ વિશેષ આકર્ષણ થવા લાગ્યું.
મુનિની તપ-સાધના આગળ વધી રહી છે.
મુનિ પોતે આત્માના કુંદનને ધમી ધમી વિશુદ્ધ કરવાના પુરુષાર્થનો આનંદ અનુભવી રહ્યા છે.
તપની અને તપસ્વીઓની જાણે ત્યાં પરંપરા લાગી ગઈ છે.
મુનિ કંડરીક અને તપસ્યા, જાણે એકબીજાનાં અંગરૂપ બની ગયાં છે. મુનિનું નામ લેતાં તપ સાધનાનું સ્મરણ થઈ આવે; તપનું નામ લેતાં મુનિ કંડરીકનું દર્શન થવા લાગે.
પણ, એક બાજુ આવી ઉત્કટ તપસ્યા અને બીજી બાજુ રસ-કસ વગરનો સાવ નીરસ અને રુક્ષ આહાર; છેવટે શરીર એનો ભાર ન ઝીલી શક્યું; એના આ તાપે જાણે કાયાને શિથિલ બનાવી દીધી. છતાં મુનિએ તો દેહની વાત સાંભળ્યા વગર જ પોતાની તપસ્યા ચાલુ રાખી અને જેમ શરીર ના પાડવા માંડયું તેમ, જાણે બળજબરીથી કામ લેવાતું હોય એમ, એમણે એને તપસ્યાની ભઠ્ઠીમાં વિશેષ તપાવવા માંડ્યું, આહારની નીરસતા અને રુક્ષતા પણ ચાલુ જ રહી.
પણ, છેવટે કાયા વધુ ઝીક ન ઝીલી શકી. એણે જાણે પોતાનો ધર્મ બજાવવાનો નિશ્ચય કર્યો. ત૫ જીતે કે કાયા, એ જ જાણે હોડ મંડાઈ ગઈ.
આટલી ઉગ્ર આતાપનાના પરિણામે મુનિના આખા શરીરની ચામડી ખુજલીના રોગથી લિપ્ત બની ગઈ. દાહ પણ એટલો થાય, અને ખંજવાળ પણ એટલી જ આવે : આખો વખત ખંજવાળ્યાં કરે છતાં ખંજવાળ મટે નહીં; અને શરીરમાં વધારે દાહ થવા લાગે.
અંતે કાયા અસમર્થ બની ગઈ અને મુનિને તપનો માર્ગ ત્યજવો પડ્યો. કાયાએ આ રીતે પોતાનો વિજય મેળવ્યો. કદાચ બહુ તાણતાં તૂટી જાય એવી તપની સ્થિતિ થઈ.
હવે તો આ રોગના ઉપચાર જ કરવા રહ્યા. કુશળ વૈદ્યોની શોધ ચાલી. ફરતી ફરતી આ વાત પુંડરીકના કાને પહોંચે ગઈ
ભાઈને વ્યાધિના સમાચારથી રાજા પુંડરીક બહુ ચિંતિત બની ગયા.
એમણે ગુરુને વિનંતી કરી: “સૂરિજી, આપ મુનિ કંડરીકને મારી યાનશાળામાં વાસ કરવાની અનુમતિ આપો તો એમનો યોગ્ય ઉપચાર કરાવી શકાય. ઉપચારની સાથે પશ્યની પણ એટલી જ જરૂર છે. અને રામાનુગ્રામ વિચરવામાં એ મળવું મુશ્કેલ છે.”
અન્ય નગરજનોએ પણ ખૂબ લાગણીપૂર્વક વિનંતી
મુનિ પણ આકરાં આકરાં તપોની આરાધના કરતાં જાણે થાક નહીં પણ આનંદ અનુભવી રહ્યા છે. - હવે તો એમણે બે બે ઉપવાસ અને પારણું; એ પ્રમાણેની ઉગ્ર તપસ્યા શરૂ કરી. અને આવી આકરી તપસ્યાના પારણામાં પણ બને તેટલો રુક્ષ આહાર જ એ લેતા. પોતાની રસવૃત્તિનું નિયંત્રણ કરવા જાણે એમને વિશેષ પુરુષાર્થ કરવો પડતો.
આવી આકરી તપસ્યા પણ લાંબો વખત ચાલતી રહી.
સૂરિજીએ વિનંતી માન્ય રાખી; અને મુનિ કંડરીક ત્યાં રોકાઈ ગયા.