________________
જૈન યુગ
२०
ઑક્ટોબર ૧૯૫૯
પ્રભુ પરવસ્તુને મમત્વભાવે સંધરે નહીં, બીજા કોઈને તે આપે નહિ વળી પરવસ્તુને સ્વપરિગ્રહ બુદ્ધિએ રાખે કહેતાં બચાવે પણ નહિ. સ્યાદવાદ એટલે અનંતધર્માત્મક, નિજભાવ એટલે પોતાની ભૂમિકા તેના જે ભોગી પ્રભુ છે તેઓ રાગદ્વેષ કે પુગલના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેને કઈ રીતે આસ્વાદે ? તેઓ અનંત-આનંદમય સ્વરૂપના જ ભોક્તા છે. તારી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી,
ઊપજે રુચિ તણે તત્વ ઈ , તત્ત્વરંગી થયો, દોષથી ઉભગ્યો,
દોષત્યાગે ઢળે તત્ત્વલહે. (૮) અહી શ્રી, હવે સાધનધર્મ કહે છે : હે પ્રભો, તમારી શુદ્ધતાનું જ્યારે ભાસન થાય અથત જ્ઞાન થાય ત્યારે બહુ આશ્ચર્ય ઊપજે. પછી તેવા સ્વરૂપની રુચિ અને તે માટે ઈહિ એટલે પ્રવૃત્તિ ઊપજે. પછી તે મુમુક્ષુ જીવ વિચારે કે મારી પ્રભુતા કઈ રીતે પ્રગટ કરવી? આ જીવ હવે તત્ત્વચિંતનમાં કાળ પસાર કરે. તે પછી તે તત્ત્વમાં પ્રીતિવંત અર્થાત સમ્યગ્દષ્ટિ થાય. અને અઢારે પાપસ્થાનકોથી વિરક્ત થાય. ઉભગે એટલે નિવર્તી અને ઢળે કહેતાં રુચિપૂર્વક વળે. લીહે કહેતાં માર્ગે. એટલે જીવ વૈરાગ્ય પામીને તત્ત્વ સંશોધનરૂપ ધ્યાનધારાને આરાધે. પણ શરત એટલી કે જિનભક્તિનું સાધન સ્વીકારે તો જ આ પરમ રમણીય ભૂમિકાઓ તેને મળી શકે,
શદ્ધમાગે વધ્યો, સાધ્વસાધન સંધ્યો,
રવામિપ્રતિઇદે સત્તા આરાધે. આત્મનિષ્પત્તિ તેમ સાધના નવિ ટકે
વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. (૯) અહી શ્રી ભગવાનના શુદ્ધમાર્ગમાં જીવ આગળ વધ્યો અને સાધ્ય અથવા કાર્ય નિપજાવવા સાધનોનું અવલંબન કરવા લાગ્યો. તે પ્રભુએ આચરેલ અને ઉપદેશેલ માર્ગનું અનુકરણ કરીને સત્તારૂપ મોક્ષલક્ષ્મીને પ્રસન્ન કરે છે. પણ જેવી આત્મભાવની સિદ્ધિ થાય છે તેવા કારણભાવો કાર્યપણે પરિણમીને નિવૃત્ત થાય છે. કારણભાવ એટલે સાધના. ઉત્સર્ગ રીતે એટલે નિરપવાદપણે આત્મા પોતાની સમાધિ જયારે પામે છે તેમાં બાધકભાવ બિલકુલ ન હોવાથી સાધનાને હવે શો અવકાશ રહે?
માહરી શુદ્ધ સત્તાતણી પૂર્ણતા
તેનો હેતુ પ્રભુ તુંહી સાચો, દેવચઢે સ્તવ્યો, મુનિગણે અનુભવ્યો તત્ત્વભકત ભવિક સકલ રાચો
(૧૦) અહો શ્રી હે ભવ્યો, તમે તવભક્તિ કરીને અર્થાત વસ્વરૂપ આરાધીને આનંદ પામો. શ્રી દેવચંદ્રમુનિ સ્તુતિ કરતાં કહે છેઃ “પ્રભુ, તમને મુનિઓ હૃદયકમળમાં અનુભવે છે, હું તમારી સ્તુતિરૂપે કહું છું કે મારી પરિપૂર્ણ નિર્મળતા જે નિર્વાણ તેનો અમોધ ઉપાય પ્રભુ, તારું ચિંતન છે.