________________
જન યુગ
ઑકટોબર ૧૯૫૯
હે પરમાત્મા, તમારી નિર્મળતા અને તમારી જાગૃતિ પરિપૂર્ણ છે. તમે દેવોના દેવ એવા પરમાત્મા છો. તમે પોતાના જ્ઞાનાનંદનો સહજભાવ તેને અનુભવનારા છો. આપને મન, વચન અને શરીરની પ્રવૃત્તિ જેને આગમમાં યોગ” કહેવાય છે તે નથી તેથી આપ અયોગી છો. તમારો ઉપયોગ કહેતાં બોધવ્યાપાર તો સ્વદ્રવ્ય, પરદ્રવ્ય બંને વિષયોમાં પ્રવર્તે છે. પરંતુ તમે તમારા પરમદિવ્યજીવનના જ આસ્વાદક છો. તમારી બધી શકિતઓ સહજ રીતે નિર્મળ હોવાથી પ્રગટ છે. તમારે તે શક્તિઓને કૃતાર્થ કરવા કોઈ જાતનો પ્રયોગ કહેતાં પ્રયાસ કરવો પડતો નથી. આમ આ૫નું પરમદિવ્ય જીવન તે આશ્ચર્યોની પરંપરા ઉપજાવનારું છે. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામિકી,
એટલે કોઈ પ્રભુતા ન પામે. કરે, જાણે, રમે, અનુભવે તે પ્રભુ,
તત્ત્વસ્વામિત્વ શુચિ તત્વધામે (૫) અહો શ્રી સત્તાની દૃષ્ટિએ, યોગ્યતાની દષ્ટિએ કે સામર્થની દૃષ્ટિએ સહુ જીવો પરિણામિક એટલે પરમગુણોના ધારક છે. પણ એટલા માત્રથી એ પ્રભુ થઈ જતા નથી. એમણે પ્રભુતા પ્રગટ કરી નથી. જેના ગુણ પ્રગટ થયા તેને પૂજ્ય જાણવા ઘટે. આ સંબંધે પરમશ્રુતધર ઉપાધ્યાયજી યશોવિજયજીએ કહ્યું છે :
જે જે અંશે રે નિરપાધિકપણું
તે તે કહીએ રે ધર્મ, સમ્યગ્દષ્ટિ રે ગુણકાણ થકી,
જા વ લ હે શિવ શર્મ. આથી જે વસ્તુના નિર્મળ પવિત્ર મૂળધર્મ અર્થાત તવના ઘણી થાય છે. આ જ મૂળધર્મ એ ધામ કહેતાં સિદ્ધપણાનું ઘર છે. તેમાં જે જ્ઞાનાદિ ગુણોને વિશે જાણીને સહજ પ્રવર્તે, તેને અનુભવે અને તેમાં તદ્રુપ રહે તે ભગવાન છે. આવી અદ્ભુત સંપત્તિનો નાથ એ મારો માલિક સુમતિજિન છે.
ભગવાન મહાવીરની તીર્થંકરનામકર્મની પ્રકૃતિના ઉદયથી શિશુમાં જ અંગુઠના વજનથી મેરુ પર્વત ચલાયમાન થયેલો. આમલકી ક્રીડામાં દેવતાને, તેણે પિશાચરૂપ ધારણ કર્યું હોવા છતાં પ્રભુએ મુષ્ટિ પ્રહારથી પરાસ્ત કર્યો. આ પરથી કેટલાક બાળ જીવો તીર્થંકરનો શારીરિક બળને ચેતનનું સ્વાભાવિક બળ માનવાની ભૂલ કરે છે.
પરંતુ જૈન સિદ્ધાંત જેમના મુખમાંથી પ્રગટ થયો છે તેવા ધર્મચક્રપ્રવર્તક ઋષિઓ કહે છે કે પરમાર્થ દૃષ્ટિએ કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનું કાર્ય કરી દેવાને સમર્થ નથી. જીવ શરીરાશ્રિત હોય તેવો ઉપલક અનુભવ જણાવાથી જીવ પુદ્ગલમય છે કે પુદ્ગદ્રવ્યના ધર્મો ધરાવે છે એમ ન સમજવું. વળી જીવ છે તો જ પુદ્ગલ છે એમ સમજનાર કેવલેશ્વરવાદી પણ વિશુદ્ધ સત્યને જાણતો નથી. જીવ અન્ય દ્રવ્યનો ધણી નથી. તેનું ઐશ્વર્ય તેના પોતાના જ દ્રવ્યમાં રહેલું છે. આમ વસ્તુધર્મ કે પરમાર્થનો વિચાર કરતાં તે પરદ્રવ્ય પર પ્રીતિ કે આશ્રય રાખનાર તત્વ નથી.
તો પછી આ સંસારની સમસ્યાનું નિરાકરણ ક્યાં થયું? જીવમાં અનાદિકાલીન આવરણ છે, તે આવરણને દઢ કરનાર એક વૈભાવિક શક્તિ છે. તેના નિમિત્તે આ જીવ પુલાનંદી થઈ પુદ્ગલના કાર્મણ, તૈજસ દેહને ટકાવે છે અને દારિક, વૈક્રિય અને કવચિત પુણ્યોદયે આહરક શરીર ઉપજાવે છે. આમ તેનો અને પુદ્ગલનો એકક્ષેત્રાવગાહ થયો છે. પણ સ્વધર્મના આસ્વાદનના વિરહમાં જ આ પુગલધર્મીપણું ચાલે છે. પરંતુ પરમાર્થે- જીવનો અને પુદ્ગલનો શો સંબંધ? એટલે કોઈપણુ વખતે જીવ પુગલરૂપ થતો ન હોવાથી તે ક્યારેય અન્યાસક્ત નથી. તેથી મારા ઈષ્ટ દેવ સુમતિનાથ પ્રભુ પુગલના રાગી કઈ રીતે હોય ? તેઓ તો સર્વપુલાતીત છે. તેથી તો મોહના ક્ષયથી જે ભવ્યો હૃદયમાં પ્રભુને અનુભવે છે તેઓ પણ વચનથી તે અનુભવનું વર્ણન કરી, અન્ય પગલપ્રીતિવંત જીવને તે સમજાવી શકતા નથી. સંગ્રહે નહીં, આપે નહીં પર ભણી,
નવિ કરે આદરે ન પર રાખે. શુદ્ધ સ્યાદવાદ નિજભાવ ભોગી જિકે
તેહ પરભાવને કેમ ચાખે (૭) અહો શ્રી
જીવ નવિ પુષ્યલી, નૈવ પુગ્ગલ કદા,
પુગ્ગલાધાર નાહીં તાસ રંગી. પરત ઈશ નહીં અપર ઐશ્વર્યતા,
વસ્તુધર્મે કદા ન પસંગી. (૬) અહી શ્રી,