________________
અદ્વિ તી ય
આ 2 ર્ય
આમ
કે “ચંદ્રરેખા
અહો શ્રી સુમતિ જિન, શતા તાહરી,
સ્વગુણ પર્યાય પરિણામરામી. નિત્યતા એકતા અસ્તિતા ઇતરયુત,
ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી (૧) અહો શ્રી હે સ્વામી સુમતિનાથ પ્રભુ, તમારા જીવનની નિર્મળતા, શુદ્ધતા અદ્ભુત છે ! તમે પોતાના ગુણો જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ, અસ્તિત્વ, વસ્તૃત્વ, નિત્યત્વ, પ્રદેશવ, પ્રમેય અને અગુરુલઘુત્વ, વગેરે જે દ્રવ્યના સહભાવી ધર્મો છે તેમાં અને તે ગુણોની ક્રમભાવી જે અવસ્થાઓ, જેને શાસ્ત્રમાં પર્યાયો કહેવામાં આવે છે તેમાં રમી રહ્યા છો. આનંદરવરૂપ પણે વર્તી રહ્યા છો. નિત્યતા અને અનિત્યતા, એકતા અને અનેક્તા તેમજ સત્તાના વિષયમાં અસ્તિતા અને નાસ્તિતાથી સહિત સપ્તભંગીથી તમારું સ્વરૂપ સમજાય તેવું છે. તમારા ગુણુપર્યાય તે તમારા ભાગ્ય, તેના તમે ભોગી છો. છતાંયે પરપર્યાય જે પુગલના વર્ણ, ગંધ, રસ અને રૂ૫ અથવા તો શબ્દ તેની તમે કામના કરતા નથી તેથી અકામ છો, આમ સ્વગુણોના સ્વામી છો. ઊપજે વ્યય લહે તહવિ તેહવો રહે,
ગુણપ્રમુખ બહુલતા તહવિ પિંડી. આત્મભાવ રહે અપરતા નવિ ગ્રહે,
લોકપ્રદેશમિત પણે અખંડી. (૨) અહી શ્રી આઠે કર્મોએ આવરેલા હતા અને હાલમાં જે. સંપૂર્ણપણે પ્રકાશે છે તેવા આપના જ્ઞાન ગુણ, દર્શન ગુણ, આનંદ ગુણ, સમ્યત્વગુણ, ચારિત્ર ગુણ, અવ્યાબાધ ગુણ, અરૂપી ગુણ, અગુરુલઘુ ગુણ, દાન ગુણ, લાભ ગુણ, વીર્ય ગુણુ, ભોગ ગુણ અને ઉપભોગ ગુણુ વગેરે અનંત ગુણો છે, છતાં તેમનું અસ્તિત્વ એક આત્મરૂપ છે. તેમાં દરેક સમયે નવી નવી તે સમયની અનુભૂતિ છે. છતાં દ્રવ્યથી તમે એક જ આત્મસ્વરૂપ રહો છો, અન્યપણું મુદ્દલ પામતા નથી. તમારા ચેતન પદાર્થના આત્મપ્રદેશો લોકાકાશના
પ્રદેશો જેટલા અસંખ્ય છે છતાં તમે સંયોગ પામેલું દ્રવ્ય નથી તેથી અખંડ અને અવિનાશી છો. આ બધું સામાન્યજનને આશ્ચર્ય ઉપજાવનારું છે. (અહીં અગલધુત્વ એટલે સર્વજીવનું તુલ્યપણું. ગોત્રકર્મ ઉચ્ચનીચપણું પ્રગટાવી આ ગુણને આવરે છે).
કાર્યકારણપણે પ્રણમે તેવો ધ્રુવ,
કાર્ય ભેદે કરે પણ અભેદી. કટ્તા પરિણમે નવ્યતા નવિ રમે
સકલ વેત્તા થકો પણ અવેદી. (૩) અહી શ્રી, પ્રભુ, તમારું દ્રવ્ય અવસ્થારૂપ કાર્યમાં પરિણમે છે. અહીં જૈનસિદ્ધાંતની કૂંચી સમજવા જેવી છે. જે દ્રવ્ય પરિણામી ન હોય તો એને સુખનો, દુઃખનો કે સિદ્ધિના આનંદનો અનુભવ થઈ શકે નહિ. બીજાં સાં વેદાન્ત જીવને અપરિણામી નિત્ય માને છે. તે જીવ આનંદમય હોય તો તેને પરિણામ વિના આનંદની ફુરણા ક્યાંથી હોઈ શકે? હવે પરમાત્મા પ્રત્યેક ક્ષણે પોતાની અવસ્થાને વેદે છે તે છતાં પરમાત્મા એ અવસ્થા જેટલા મર્યાદિત થતા નથી. અવસ્થાઓ અથવા તો પર્યાયો અનેક છે, પરમાત્મા પોતે એક છે. દેવચંદ્રજી જણાવે છે કે છ દ્રવ્યોમાં, જીવદ્રવ્ય સ્વતંત્રપણે કર્તુત્વ ધરાવનારું દ્રવ્ય છે. તર્કશાસ્ત્રના હિસાબે જે સ્વતંત્રપણે અને જાગૃતપણે કાર્ય કરે તેને કર્તા કહીએ. આવું કર્તાપણું માત્ર ચેતનમાં છે. પણ, તે પણ કોઈ નવીનતા ઉત્પન્ન કરી પરિણમતો નથી. પોતાનો જે સ્વભાવ છે તેના જ્ઞાન વડે તે સર્વજ્ઞતાનો આનંદ અનુભવે છે છતાં તે ભગવાન સ્ત્રીવેદ, પુર્વેદ અને નપુંસકવેદ જેવા ધર્મને ઓળંગી ચૂકેલા છે. આ પણ પ્રભુનો સ્વરૂપ-વિષયક ચમત્કાર છે.
શુ દ્ધ તા બુ ધ તા દેવ૫રમાત્મતા,
સહજ નિજભાવ ભોગી અયોગી. સ્વ પર-ઉપયોગી તા દામ્ય સ ત્તા૨સી, શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી. (૪) અહી શ્રી,
જીવે
કાર્ય
૨ અનંત