________________
પ્રાકૃત અને જૈ ન અધ્યયન ની પ્રગતિ
ૉ. ભોગીલાલ જ. સાંડેસરા, એમ. એ., પીએચ. ડી.
[ઓરિસાના પાટનગર ભુવનેશ્વર ખાતે તા. ૨, ૩, ૪, ઑક્ટોબર ૧૯૫૯ના દિવસોમાં મળેલ ‘ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદ' (ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સ)ના વીસમા અધિવેશનના પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના પ્રમુખસ્થાનેથી પ્રૉ. ભોગીલાલ સાંડેસરાએ ‘પ્રોગ્રેસ ઑક્ પ્રાકૃત એન્ડ જૈન સ્ટડીઝ ' એ શીર્ષક નીચે વિસ્તૃત અંગ્રેજી વ્યાખ્યાન આપ્યું હતું. એ વિદ્વતાભર્યા વ્યાખ્યાનનો ગુજરાતી અનુવાદ અહીં અમે ક્રમશઃ છાપીએ છીએ અને અમને વિશ્વાસ છે કે ' જૈન યુગ’ના વાચકોને એમાં રસ પડશે.—સંપાદક ‘ જૈન યુગ’]
મારા કાર્યસાથીઓ અને મિત્રો !
ઐતિહાસિક ભુવનેશ્વર નગરમાં મળતા અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના આ વીસમા અધિવે શનના પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના પ્રમુખ તરીકે મારી ચૂંટણી કરવા માટે પરિષદના કાર્યવાહક મંડળનો હું હાર્દિકે આભાર માનું છું. મારી મર્યાદાઓનો મને ખ્યાલ હોઈ ા સમાન હું સંકોર્વક સ્વીકારું છું, અને વિભાગનું સંચાલન કરવામાં આપ મને પૂરો સહકાર આપશો એવી આશા રાખું છું.
'
અધ્યન અને સંશોધનની આ શાખાનાં ઘણાં અંગોની ચર્ચા ભારા પુરોગામીઓએ કરી છે. પ અત્યારે મારા મનમાં મુખ્યત્વે ધોળાઈ રહેલા કેટલાક મુદ્દાઓ વિશેની વિચારણા જ અહીં રજૂ કરવાનું અને તે પરત્વે આ ક્ષેત્રમાં કામ કરતા બીજા વિદ્વાનો સાથે વિચારોની આપલે કરવાનું મેં યોગ્ય ધાર્યું છે. આ ઉપરાંત, ડિસેમ્બર ૧૯પ૭માં શ્રી પરિષદ દિલ્હીમાં મળી ત્યાર પછીનાં આશરે છ વર્ષમાં આ ક્ષેત્રમાં થયેલા કામની સંક્ષિપ્ત સમાલોચના પણ હું કરીશ.
વિભાગના મુખ્ય કામ ઉપર આવતાં પહેલાં કેટલાક વિદ્વાનોના અવસાનનો હું ઉલ્લેખ કરીશ અને તેમને મારી શ્રદ્ધાંજલિ આપીશ. એમના અવસાનને પરિણામે જ્ઞાનની પ્રવ્રુત શાખાને ભારે ખોટ પડી છે.
માત્ર ૪૭ વર્ષની વયે થયેલા ડૉ. મધુકમાર શાસ્ત્રીના ઓચિંતા અવસાનની નોંધ લેતાં મને ઘણું ખેદ થાય છે. એમનું પ્રારંભિક જીવન ભારે મુશ્કેલીગ્મો અને પર્વમાં પસાર થયું હતું, પણ સાચે જ નમૂનેદાર દઢતાથી તેમણે ભારતીય દર્શન અને ખાસ કરીને, જૈન દર્શનનું અધ્યયન અને સંશોધનકાર્ય ચાલુ રાખ્યું હતું, ન્યાયના તેઓ પ્રકાંડ પંડિત હતા, અને ‘ન્યાયકુમુદચંદ્ર’ પ્રમેયકમલ માતા', ‘ન્યાયવિનિશ્ચય ટીકા, ‘સિદ્ધિવિનિ શ્રય ટીકા' અને બીજા અનેક કઠિન ગ્રન્થોનાં સંપાદન તેમણે કર્યાં હતાં. ન્યાયવિનિય અને સિદિ વિનિશ્ચય બંનેય કન્યોના પાઠ કેટલીયે સદીઓથી લુપ્ત થઈ ગયેલા હતા, પણ એ મહેન્દ્રકુમારે ટીકાઓ આદિમાંથી કરો. એકત્ર કરીને એ બંનેય ગ્રન્થોનું સમર્થ રીતે પુનટન કર્યું છે. સને ૧૯૪૭ થી તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બૌદ્ધ દર્શન શીખવતા હતા. થોડા સમય પહેલાં જ તેઓ વારાણસી સંસ્કૃત યુનિવર્સિટીમાં, જૈન ફિલસૂકી અને પ્રાકૃતના પ્રોફેસર તથા એ વિષયના અો તરીકે નિમાયા હતા. પરંતુ આ જીવન પરિશ્રમનાં સુફળ પોતે ભોગવી શકે તથા શાન્ત અને ચિંતામુક્ત જીવન ગાળી શૉ ત્યાર પહેલાં તો વે એમને ખેંચી લીધા. ભારતીય વિદ્યા અને તેમાંયે ખાસ કરીને જૈન વિદ્યા, એમના જવાથી એક તેજસ્વી વિજ્ઞાન, પ્રેમા અધ્યાપક અને વિધાન સંશોધક ગુમાવ્યો છે.
સુપ્રસિદ્ધ કલાકોવિંદ અને ભારતીય કલાના સંશોધક શ્રી. નાનાલાલ ચમનલાલ મહેતાને પણ ખાપણે અંજલિ આપીએ છીએં, પશ્ચિમ ભારતની જૈન ચિત્ર કલા જે કેટલીક વાર રજરાતના ચિત્રકલા સંપ્રદાય તરીકે પણ ઉચિત રીતે જ ઓળખાય છે એને પ્રથમ વાર બહાર લાવનાર તથા એનો વ્યવસ્થિત અભ્યાસ કરનાર અગ્રગામી તેઓ હતા. શ્રી. મહેતા ઉચ્ચ ઓદ્દો ધરાવનાર આઈ. સી. એસ. અમલદાર હતા. પણ અત્યંત કાર્યમાં
૧૧