________________
જૈન યુગ
૧૦
ઑકટોબર ૧૯૫૦
જોઈ ભૂતકાળનો પ્રસંગ યાદ આવતાં તેમના ઉપર તેને રોષ ઉત્પન્ન થયો. દરમિયાન રસ્તામાં ચાલી જતી ગાયની હડફેટમાં આવતાં, વિશ્વભૂતિ મુનિ તપવડે શરીર કૃશ થયેલ હોવાના કારણે, ભૂમિ ઉપર પડી ગયા. વિશ્વ ભૂતિને જોતાં વિશાખાનન્દીના દિલમાં રોષ તો પ્રગટ થયેલો જ હતો. એમાં ગાયની હડફેટથી મુનિરાજ ભૂમિ ઉપર પડી જતાં વિશાખાનન્દીના દિલમાં વધુ આનંદ થયો અને તેણે મજાકમાં કહ્યું કે “મુનિરાજ ! ગૃહસ્થાશ્રમમાં મુષ્ટિના પ્રહારવડે કાંઠાનાં ફળો વૃક્ષ ઉપરથી નીચે પાડી નાખવાનું તમારું બળ ક્યાં ગયું? ગાયની હડફેટમાં આવી જવાના સામાન્ય પ્રસંગ માત્રથી ભૂમિ ઉપર પટકાઈ પડવા જેવી નિર્માલ્ય દશા કેમ થઈ ગઈ!' મજાકમાં કહેવાયેલા વિશાખાનન્દીના વચનોથી મુનિવર વિશ્વભૂતિ ક્ષમા ધર્મને ચૂકી ક્રોધના આવેશમાં આવી ગયા. ક્રોધના આવેશની પાછળ માનદશા પણ પ્રગટ થઈ અને માનદશાજન્ય અહંભાવના કારણે હજુ પણ મારામાં પહેલાંનાં જેવું જ બળ છે, તપસ્યાવડે ભલે મારી કાયા કૃશ થઈ ગઈ, પરંતુ હું નિર્બળ નથી બન્યો,
એમ વિચારી વિશાખાનદીને એ પરિસ્થિતિથી માહિતગાર કરવા જે ગાયની હડફેટમાં આવતાં પોતે ભૂમિ ઉપર પટકાઈ ગયા હતા તે ગાયનાં શિંગડાં બે હાથ વડે મજબૂત રીતે પકડી આકાશમાં જોરથી ગાયને ઉછાળી. એટલેથી જ ન અટક્યા, પરંતુ સાથે સાથે પોતાની મજાક કરનાર વિશાખાનન્દી ઉપર ઉત્પન્ન થયેલા વધુ પડતા રોષના કારણે તે જ અવસરે નિયાણું કર્યું કે “સંયમ ગ્રહણ કર્યા બાદ આજ સુધી કરેલી મારી તીવ્ર તપશ્ચર્યાના ફળમાં મને હવે પછીના ભવમાં એવું કાયિક બળ પ્રાપ્ત થાઓ કે મારી હાંસી કરનાર આ વિશાખાનન્દીને ઠેકાણે કરી શકું.” પરિણામની આ મલિન ધારા પ્રગટ થયા પછી લગભગ એક ક્રોડ વર્ષ પર્યત વિશ્વભૂતિ સાધુવેશમાં રહ્યા. પરંતુ તેટલા લાંબા કાળ દરમિયાન અને છેવટ આયુષ્યની પૂર્ણાહુતિ પ્રસંગે પણ પોતાની હદ ઉપરાંતની પૂર્વોક્ત મલિન પરિણતિનો પશ્ચાત્તાપ ન થયો. અને આલોચના કર્યા સિવાય આયુષ્ય પૂર્ણ કરી સત્તરમાં ભવે સાતમા શુક દેવલોકમાં મહર્દિક દેવ તરીકે ઉત્પન્ન થયા.
)
કાર
આ
.