SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ઑકટોબર ૧૯૫૯ જેટલી સૌભાગ્યની વાત છે તેથી પણ અધિક સૌભાગ્યની વાત, એ અતિ પવિત્ર સંયમમાર્ગમાં અખલિતપણે ટકી રહેવામાં છે. એ વાત નિઃસંશય છે. એમ છતાં અનંત ભૂતકાળમાં આત્માએ અનન્તીવાર અવળો પુરુષાર્થ કરવા વડે કંચન-કામિની અને કાયાની માયાના જે વિપરીત સંસ્કારો આત્મા ઉપર ઊભા ર્યા છે અને જે વિપરીત સંસ્કારોની ઊલટી અસર હજુ અ૫ાધિકતયા ઊંડે ઊંડે આત્મા ઉપર વિદ્યમાન છે એવા આત્માને અનુકૂલપ્રતિકૂલ પરીષહોના પ્રસંગમાં વિપરીત સંસ્કારોની ઊંડાણમાં રહેલી અસર કોઈવાર પ્રગટ થાય તો સંયમના દિવ્યપ્રકાશ ઉપર અમુક સમય પર્વત અંધકારની છાયા પોતાનું સામ્રાજય ચલાવે છે. કરનાર મહાનુભાવને કોઈક ક્ષણ તો એવી પ્રાપ્ત થઈ જાય છે, કે જે ક્ષણે પ્રગટ થયેલો અંતરંગ પ્રકાશ આજ સુધીના અનંત ભૂતકાળના જીવનમાં કોઈ પણ વાર અનુભવગોચર ન થયો હોય-અને એક વાર પણ એ પ્રકાશનું કિરણ પ્રગટ થઈ ગયું તો ઓછા-વધુ કાળે છેવટ અપાધે પુલ પરાવર્ત કાળમાં તો પુનઃ તેના આત્મમંદિરમાં એ અનુપમ પ્રકાશ પ્રગટ થવા સાથે તે મહાનુભાવ અવશ્ય મુક્તિના અધિકારી બની જાય છે. મરિચિના ભાવમાં પાળેલા સંયમના સંસ્કારોનો પ્રભાવ ભગવાન મહાવીર પ્રભુનો આત્મા સોળમા ભવે વિશ્વભૂતિ રાજકુમાર થયો. ભોગવિલાસની હરકોઈ પ્રકારે સામગ્રી પ્રાપ્ત થઈ. એમ છતાં વિશ્વનંદી રાજાની કપટ જાળ જ્યાં જાણવામાં આવી ત્યાં આત્મા જાગૃત બની ગયો. અને કૂડકપટથી ભરેલા સંસાર ઉપરથી વિરક્ત ભાવ પ્રગટ થયો. કારણ કે મરિચિના ભવમાં ભગવાન શ્રી ઋષભદેવજી પાસે ચારિત્ર ગ્રહણ કર્યા બાદ વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક ચારિત્ર પાલન કરીને આત્માને ઉત્તમ સંસ્કારથી વાસિત બનાવ્યો હતો. મોહોદયના કારણે મરિચિ પોતાના પાછલા જીવનમાં સંયમથી પરિશ્રુત થયા અને એ ઉત્તમ સંસ્કારો ઉપર બાર બાર ભવ પર્યત પડદો ટકી રહ્યો. પરંતુ વિશ્વભૂતિના ભવમાં નિમિત્ત મળવાની સાથે એ પડદો દૂર થઈ ગયો અને ઊંડે ઊંડે રહેલા સંસ્કારોની જ્યોત પુનઃ સતેજ બની ગઈ એ પ્રભાવ મરિચિના ભવમાં વર્ષો સુધી પાળેલા સંયમજન્ય સંસ્કારોનો છે. ક્ષયોપશમ ભાવના ગુણમાં ચલ-વિચલ અવસ્થા મોહનીય કર્મના એકાન્ત જ્યાં સુધી ઔદયિક ભાવ અનાદિ કાળથી વર્તતો હોય ત્યાં સુધીમાં આત્મા સદાય અંધકારમાં છે. એ મોહનીય કર્મમાં દર્શન (મિથ્યાત્વ) મોહન સર્વ પ્રથમ જ્યારે ઉપશમ અથવા ક્ષયોપશમ થાય ત્યારે દૃષ્ટિ પર્યાયમાં જે કેવળ અંધકાર હતો તેમાં અનુપમ પ્રકાશ પ્રગટ થાય છે. પરંતુ એ પ્રકાશ ઉપશમભાવનો અથવા ક્ષયોપશમભાવનો હોવાથી કાયમ માટે ટકતો નથી. ઉપશમ ભાવનો પ્રકાશ વધુમાં વધુ એક અન્તર્મદુર્ત પર્યત અને ક્ષયોપશમ ભાવનો પ્રકાશ વધુમાં વધુ અસંખ્ય કાળ પર્યત ટકે છે. અને તે અસંખ્ય કાળ પણ કોઈક વિશિષ્ટ આત્મા માટે હોય છે. બહુલતાએ તો થોડા થોડા સમયના અંતરે પ્રકાશ અને અંધકારનું પરાવર્તન ચાલ્યા કરે છે. તેમાં પણ શરૂઆતમાં પ્રકાશનો કાળ અલ્પ અને અંધકારનો કાળ વધુ હોય છે. કોઈ પણ ગુણ ક્ષાયિક ભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે ગુણમાં ચલ-વિચલ પરિસ્થિતિ હોવાનો અવશ્ય સંભવ છે. એમ છતાં અનાદિથી સતતપણે મોહનીય કર્મના એકાતે ઔદયિક ભાવમાંથી ફક્ત એક વાર પણ ઉપશમ ભાવ અથવા ક્ષયોપશમ ભાવનો જે સમદર્શન ગુણનો પ્રકાશ પ્રગટ થઈ ગયો હોય, તો પુનઃઅંધકાર પ્રાપ્ત થઈ ગયા બાદ પણ યોગ્ય અવસરે તે આત્માને પ્રકાશ પ્રગટ થયા સિવાય રહેતો નથી. દેવ- દર્શન-પૂજન, વગેરે મંગલમય ધર્માચરણ કરનાર કોઈ પણ મહાનુભાવને નિરન્તર પ્રકાશનું સ્થાન પ્રાપ્ત થાય એવું પ્રાયઃ નથી બનતું એમ છતાં આત્મા યોગ્ય હોય અને સુવિહિત ધર્માનુષ્ઠાન હોય તો નિરન્તર ધર્માચરણ વિશ્વભૂતિ મુનિએ કરેલ નિયાણું, આયુષ્યની સમાપ્તિ અને સત્તરમા ભવે મહાશુક્ર દેવલોક ઉગ્ર તપસ્વી વિશ્વભૂતિ મુનિવર માસ ક્ષણની તપસ્યાના પારણે મથુરા નગરીમાં ભિક્ષા માટે એક અવસરે પધાર્યા. બરાબર તેજ અવસરે વિશાખાનન્દી પણ મથુરાનગરીના રાજાની કન્યા સાથે પાણિગ્રહણ કરવા માટે ત્યાં આવેલો હતો. ગોચરી માટે નીકળેલા વિશ્વભૂતિ મુનિવર ફરતા ફરતા ભવિતવ્યતાના યોગે વિશાખાનન્દીની છાવણ પાસે થઈને નીકળતાં વિશાખાનન્દીના માણસોએ તીવ્ર તપવડે અતિકૃશ થઈ ગયેલા મુનિવરને જોયા. અને હાંસીપૂર્વક “આ વિશ્વભૂતિ કુમાર જાયકુમાર જાય” એમ બોલવા લાગ્યા. એવામાં વિશાખાનન્દી પણ ત્યાં આવી પહોંચ્યો અને વિશ્વભૂતિ મુનિને
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy