________________
જૈન યુગ
ઓક્ટોબર ૧૯૫૦
વહીવટી કામગીરીમાંથી આ વિષયનો ગંભીર અભ્યાસ અને સંશોધન કરવાનો સમય તેઓ મેળવી લેતા હતા. પંદરમાં શતકના ગુજરાતી ફાગુ-કાવ્ય “વસંત વિલાસનાં હસ્તલિખિત ઓળિયામાંનાં ચિત્રો વિષે વિખ્યાત કલાસામયિક “રૂ૫મમાં તેમણે સને ૧૯૨૫માં લખેલો વિસ્તૃત લેખ ભારતીય કલાના ઇતિહાસ પરત્વેનાં તેમનાં મહત્વનાં પ્રદાનોમાંનો એક હતો. એ પછી એમનો ગૌરવગ્રન્થ, “અડિઝ ઈન ઈન્ડિઅન પેઈન્ટગ,” પ્રકટ થયો. ‘ભારતીય ચિત્રકલા” (હિન્દી) અને કોન્ટ્રિબ્યુશન ઑફ ઇસ્લામ ટુ ઇન્ડિયન કલ્ચર’ એ પુસ્તકો પણ તેમણે લખ્યાં હતાં. સને ૧૯૩૩માં વડોદરામાં મળેલાં, અખિલ ભારત પ્રાય વિદ્યાપરિષદના સાતમા અધિવેશનનું પ્રમુખસ્થાન તેમણે લીધું હતું, અને એ રથાનેથી માહિતીપૂર્ણ અને વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. થોડા સમય પહેલાં જ, ૧૯૫૬માં વડોદરા યુનિવર્સિટીના આમંત્રણથી શ્રી. મહેતાએ ભારતીય કલા વિશે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં હતાં, અને તેમાં ભારતીય કલાની મૂળભૂત ભાવનાઓ વિષે તથા ગુજરાત અને રાજસ્થાનમાં ચિત્રકલાના ઇતિહાસ વિષે પ્રમાણભૂત ચર્ચા કરી હતી. શ્રી. મહેતાના સંખ્યાબંધ લેખો “જૈન સાહિત્ય સંશોધક ‘વસંત, “પ્રસ્થાન', “અખંડ આનંદ' આદિ શિષ્ટ ગુજરાતી સામયિકોમાં પણ પ્રસિદ્ધ થયેલા છે. જૂનાં ચિત્રોનો ઉત્તમ સંગ્રહ થી. મહેતા પાસે હતો, અને એમનાં લખાણન થયાં હોત તો પશ્ચિમ ભારતનાં સાંસારિક અને જૈન ચિત્રોનો અભ્યાસ પ્રમાણમાં ઘણો મોડો શરૂ થયો હોત. શ્રી. નાનાલાલ મહેતાના અવસાનથી આપણે ભારતીય કલાનો એક ધુરંધર ગુમાવ્યો છે. એમની ખોટ ઘણું લાંબા સમય સુધી ચાલશે.
આ સારસ્વતોના આત્માને શાશ્વત શાતિ પ્રાપ્ત થાઓ !
પ્રાકૃત-દ્વારા થયું હતું. આ ત્રણેયનું. ઓછામાં ઓછું, કામ પૂરતું જ્ઞાન તો ભારતના સાંસ્કારિક વારસાને મૂળ સાધનો દ્વારા સમજવાને માટે આવશ્યક છે. યુરોપમાં “સંસ્કૃતની શોધ” તુલનાત્મક ભાષાશાસ્ત્રના ઉદ્ગમ માટે મુખ્યત્વે કારણભૂત હતી, અને ભારતીય વિદ્યા સિવાયનાં બીજું કેટલાંક ક્ષેત્રોમાં પણ એની ઉપયોગિતાનો સ્વીકાર થયો હતો. હીનયાન બૌદ્ધધર્મ એશિયાના ઘણા દેશોનો ધર્મ છે, અને હીનયાનનું બધું પ્રાચીન સાહિત્ય જેમાં રચાયેલું છે તે પાલિ ભાષા તરફ યુરોપીય વિદ્વાનોનું પ્રથમ ધ્યાન ખેંચાયું હતું. પાલિ ટેસ્ટ સોસાયટીની લંડનમાં સ્થાપના થઈ, અને તેણે લગભગ બધા જ મહત્ત્વના પાલિ ગ્રન્થોની રોમન લિપિમાં વાચનાઓ તૈયાર કરી, કે જે ગ્રન્થો અગાઉ માત્ર સિંહાલી, બમ કે થાઈ લિપિમાં જ મળતા હતા. આ પ્રકાશનોએ પાલિ અને બૌદ્ધધર્મના અભ્યાસને ભારે વેગ આપ્યો.
પ્રાકૃત અને જૈન ધર્મ માટે આવું બન્યું નહોતું. એક એવો પણ સમય હતો કે જ્યારે જૈન ધર્મને, બૌદ્ધ ધર્મની એક શાખા ગણવામાં આવતો હતો અને તે એ બંને વચ્ચેની કેટલીક સમાનતાઓને કારણે ! ડો. વેબર પહેલા જ યુરોપીય વિદ્વાન હતા, જેમણે એક સુદીર્ઘ જર્મન લેખમાં જૈન આગમ સાહિત્યનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. એ લેખનો અંગ્રેજી અનુવાદ પાછળથી “ઈન્ડિયન એન્ટિરી” (પૃ. ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧)માં પ્રસિદ્ધ થયો હતો. ડે. યાકોબીએ મૂળ “ કલ્પસૂત્ર'ની વાચના (લીપઝીગ, ૧૮૭૯)ની પ્રસ્તાવનામાં તથા “સેક્રેડ બુકસ
ઑફ ધ ઈસ્ટએ ગ્રન્થમાળાના બે સભ્યો (૨૨ અને ૪૫)માં પ્રકટ થયેલ કેટલાક આગમગ્રન્થોના અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનામાં નિશ્ચિતપણે બતાવ્યું છે, કે જૈન ધર્મ અને દર્શનનું સ્વતંત્ર સ્થાન કેવી રીતે છે અહીં મારો આશય પ્રાકૃત અને જૈન અધ્યયનનો ઇતિહાસ આપવાનો નથી, પણ હું એટલું જ બતાવવા ઈચ્છું છું કે આવા કેટલાક અગ્રગામીઓનાં સંશોધનો અને પ્રકાશનો પછી મૂલ સાધનોને આધારે થતા ભારતીય વિદ્યાના અધ્યયનમાં પ્રાકૃતનો પણ આવશ્યક રૂપે સ્વીકાર થયો. બેએક વર્ષ પહેલાં જ યુરોપ, યુનાઈટેડ સ્ટેટ્સ અને જાપાનમાં ભારતીય વિદ્યાનાં કેન્દ્રોની મુલાકાત લેવાની તક મને મળી હતી અને સર્વત્ર એ જોઈને આનંદ થયો હતો કે વિદ્યાર્થીને પાલિ અને
ભારતીય વિદ્યાના વિષયમાં પ્રાકૃતોનો અભ્યાસ એ પ્રમાણમાં અવગણાયેલું ક્ષેત્ર છે. સંસ્કૃત નાટકોમાં સંવાદો પ્રાકૃતમાં હોય છે, પણ હજીયે એ સંવાદો ઘણુંખરું સંસ્કૃત છાયા દ્વારા જ ભણવામાં આવે છે. અશોકના શિલાલેખો એ પ્રાકૃતના પ્રાચીનતમ ઉપલબ્ધ લિખિત નમૂનાઓ છે, અને ભારતના ઈતિહાસમાં તેમનું મહત્ત્વ સર્વ સ્વીકૃત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું આવિ. કરણ ત્રણ સાહિત્યિક માધ્યમો-સંસ્કૃત, પાલિ અને