________________
(લેખાંક ૫]
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનો સોળમો ભવ
વિશ્વભૂતિ મુનિરાજ
પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
[ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સત્તાવીશ ભવો પૈકી એકથી પંદર ભવોનું વર્ણન અગાઉના ચાર લેખોમાં આવી ગયું છે. આ પાંચમા લેખાંકમાં સોળમા ભવનું વર્ણન રજૂ થાય છે. – સંપાદક, “જૈન યુગ”] ચાર ગતિનું સ્વરૂપ
ભગવાન મહાવીર પ્રભુનો આત્મા પંદરમા ભાવમાં પંચમ બ્રહ્મદેવલોકે મધ્યમ સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયેલો છે, જે વાત અગાઉ કહેવાઈ ગયેલ છે. દેવલોકમાં સામાન્ય રીતે પુન્યપ્રકૃતિની બહુલતાવાળા જીવો ઉત્પન્ન થઈ શકે છે. સંસાર, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચાર ગતિમાં વહેંચાયેલ છે. સર્વ સંસારી જીવાત્માઓનો આ ચાર ગતિમાં અન્તર્ભાવ થઈ જાય છે. પાપકર્મ કિંવા અશુભ કર્મને તીવ્ર દુ:ખરૂપે ભોગવટો કરવાનું જે કોઈ સ્થાન તેનું નામ નરકગતિ છે. પુન્યકર્મ અથવા શુભ કર્મનો વિશિષ્ટ સુખરૂપે ભોગવટો કરવાનું જે કોઈ સ્થાન તેનું નામ દેવગતિ છે. અધિક અંશે પાપ અને અ૫ અંશે પુન્યનો ભોગવટો કરવાનું જે કોઈ સ્થાન તે તિર્યંચગતિ છે અને અ૫ાધિકપણે અથવા સમભાગે પુન્ય-પાપ બંને ભોગવવાનું જે કોઈ સ્થાન તે મનુષ્યગતિ છે. પુન્ય અને પાપના અનેક પેટાવિભાગો તેમ જ તેમાં પણ તીવ્રતા-મંદતાના કારણે ફળમાં પણ અનેક વિભાગો દૃષ્ટિગોચર થાય છે. મનુષ્યપણું દરેક મનુષ્યમાં સમાન છતાં સુખ-દુઃખની પરિસ્થિતિમાં સમાનતા એકાંતે નથી હોતી તેનું મુખ્ય કારણ પુન્ય-પુન્યમાં અને પાપ-પાપમાં વિવિધ પ્રકારની તરતમતા છે. પ્રત્યેક જીવની પ્રવૃત્તિ અને પરિણતિ એક સરખી નથી પણ ભિન્ન ભિન્ન પ્રકારની છે એટલે શુભ-અશુભ કર્મમાં અને તેના ફળસ્વરૂપે સુખ-દુ:ખમાં પણ તરતમતા ઊભી થાય છે. સ્વર્ગલોક
અથવા દેવલોકમાં વર્તતા સર્વ દેવો સામાન્ય રીતે પુન્યપ્રકૃતિના ઉદયવાળા હોય છે. એમ છતાં પુન્ય-પુન્યમાં અનેક પ્રકારની વિવિધતા હોવાના કારણે ભુવનપતિવ્યંતર જયોતિષી અને વૈમાનિક તેમ જ તે દરેકમાં પણ પુનઃ અનેક પ્રકારના પેટા વિભાગો છે. ચારેય વિભાગમાં વૈમાનિક દેવોનું સ્થાન ઉચ્ચ કોટિનું છે. વૈમાનિક નિકાયમાં પણ બાર દેવલોક, નવ દૈવેયક અને પાંચ અનુત્તર એમ ઉત્તરોત્તર ઉચ્ચ ઉરચ કોટિનાં સ્થાનો છે. શ્રમણ ભગવાન પ્રભુનો આત્મા વૈમાનિક નિકાયના બાર દેવલોક પૈકી પંચમ બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયેલ છે. સોળમા ભવે ઉભક્તિ રાજકુમાર
પંચમ દેવલોકમાં ઉત્પન્ન થયા બાદ નિશ્ચિત થયેલ આયુષ્ય ત્યાં સંપૂર્ણપણે ભોગવી ભગવાનનો આત્મા સોળમા ભવમાં આ ભરતક્ષેત્રના રાજગૃહ નગરમાં વિશ્વનન્દી રાજાના અનુજબંધુ વિશાખભતિ યુવરાજના રાણી ધારિણીની કુક્ષિથી પુત્રરૂપે અવતરે છે. વિશ્વભતિ કુમાર' એવું એ પુત્રનું નામ સ્થાપન કરવામાં આવે છે. મરિચિના ભવ પછીના બાર ભાવોમાં એકાંતરે વર્ગલોક અને મનુષ્ય લોકમાં ભગવાન મહાવીરના આત્માએ જન્મને ધારણ કરેલ છે. પરંતુ એ દરેક મનુષ્યના ભવોમાં અગાઉ જણાવી ગયા પ્રમાણે બ્રાહ્મણ કુળમાં જન્મ અને પ્રાતે ત્રિદંડિકપણાની પ્રાપ્તિનું પ્રાધાન્ય રહ્યું છે. સોળમાં ભવથી તેનો પલટો થાય છે. ભિક્ષાવૃત્તિપ્રધાન બ્રાહ્મણ કુલના સ્થાને સોળમા ભવે પ્રભુના આત્માને ક્ષત્રિય અને તેમાં પણ રાજકુળ પ્રાપ્ત થાય છે. કદયમાં સાન્તરપણું
મરિચિના ભવમાં ઉપાર્જન કરેલું અને ત્યારપછીના ભવોમાં પુષ્ટ થયેલ નીચ ગોત્ર કર્મ, સંપૂર્ણ તથા ભોગ