________________
શ્રી જૈન થતા મ્બર કૉન્ફરન્સ
કાર્યાલય પ્રવૃત્તિની ટૂંક નોંધ
(કૉન્ફરન્સ કાર્યાલય દ્વારા)
કાર્યવાહી સમિતિની સભા
કાર્યવાહી સમિતિની મુલતવી રહેલી સભા ગુરુવાર, તા. ૨૪ સપ્ટેમ્બર ૧૯૫૯ના રોજ રાતનાં ઢાં. ટા. ૮ વાગે કૉન્ફરન્સ કાર્યાલયમાં શ્રી. મોતીલાલ વીરચંદ શાહના પ્રમુખસ્થાને મળી હતી. સભ્યો ઉપસ્થિત પાંચ.
આ સભામાં છેલ્લી બેઠકની મિનિટસ્ બહાલ રાખવામાં આવ્યા બાદ (૧) સંવત ૨૦૧૪ના વર્ષનો ડિટ થયેલ હિસાબ અને સરવૈયું રજૂ થતાં શ્રી. ચંદુલાલ વર્ધમાન શાહની દરખાસ્ત અને શ્રી હજારીમલ ચંદ્રભાણના ટેકાથી તે સર્વાનુમતે પસાર કરવા ઠરાવવામાં આવ્યું. (૨) કોન્ફરન્સની પ્રવૃત્તિ આદિ અંગે કેટલીક હકીકત મંત્રીએ રજૂ કરી આગામી અધિવેશન અંગે ચાલતી કાર્યવાહીનો સભ્યોને ખ્યાલ આપ્યો હતો. (૩) શ્રી જૈન . કૉન્ફરન્સ શ્રાવક શ્રાવિકાક્ષેત્ર ઉત્કર્ષ મુંબઈ સમિતિ સંચાલિત ઉદ્યોગગૃહની ગ્રાન્ટ અંગે વિચારણા થતાં, એ બાબતમાં આજની કાર્યવાહી સમિતિ સંમત જણાયા છતાં તેનાં કાર્યક્ષેત્રની મર્યાદા કાર્યવાહી સમિતિની તા. ૩૦-૧૦-૧૯૫૮ની સભાના ઠરાવથી મર્યાદિત બની રહે છે એ મતલબનો ઠરાવ કર્યો હતો. (૪) બોડેલીની આસપાસના ગામોમાં પરમાર જૈન ભાઈઓને અતિવર્ષાના કારણે જે નુકસાન થયેલ છે તેનાં રાહત કાર્ય માટે રૂા. ૧૦૦૦ એક હજારની રકમ બોડેલી સમિતિને મંજૂર કરવા ઠરાવ્યું. કૉન્ફરન્સના સભ્ય
પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશ અને પ્રેરણાથી કોઈમ્બતૂર- માં નીચેના પિન નોંધાયા. લવાજમના રૂ. ૧૦૦૧] આભારસહિત સ્વીકારીએ છીએ. પેટ્રન “અ” વર્ગ
મેસર્સ ત્રિભોવનદાસ વંદાવન એન્ડ બ્રધર્સ, કોઈમ્બતૂર પ્રતિનિધિઃ શ્રી. કનકકુમાર અભેચંદભાઈ વંકાવનદાસ
શાળાઓમાં ધાર્મિક શિક્ષણ
સ્કૂલોમાં કામકાજના સમય દરમ્યાન ધાર્મિક શિક્ષણ આપવામાં પીરીયડ રાખવાની વ્યવસ્થા કરવાની બાબતમાં મુંબઈ સરકારના શિક્ષણ પ્રધાન શ્રી. હિતેન્દ્રભાઈ દેસાઈને ડેપ્યુટેશનમાં મળી કૉન્ફરન્સે કેટલીક પ્રવૃત્તિ કરેલી છે. તદુપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકારે મુંબઈના રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશના પ્રમુખપદે નૈતિક અને આધ્યામિક શિક્ષણ સ્કૂલોમાં આપવા અંગે રિપોર્ટ કરવા સમિતિ નીમેલી હોઈએ વિષે ઘટતી તજવીજ કરવા વગેરે માટે વિચાર વિનિમય કરી નિર્ણય લેવા એક સભા કોન્ફરન્સ દ્વારા શ્રી જીવતલાલ પ્રતાપશીની ઑફિસમાં તા. ૧૯-૯-૧૯૫૯ના રોજ યોજવામાં આવી હતી. આ વિષયમાં રસ લેતા ગૃહસ્થોએ આ સભામાં ઉપરોક્ત બંને પ્રશ્નો અંગે વિધવિધ દૃષ્ટિબિંદુઓથી વિચારણા કરી કેટલાક આગેવાન કાર્યવાહક ગૃહસ્થોની એક સમિતિ મુંબઈની શાળાઓમાંથી એ પ્રશ્નને લગતી માહિતી એકત્ર કરવા નિયુક્ત કરી છે અને તે મારફતે માહિતી એકત્ર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે. સામાન્ય સભાસદો
શ્રી પર્યુષણ પ્રસંગે કૉન્ફરન્સ તરફથી મોકલાયેલ અપીલના જવાબમાં નીચેના ગૃહસ્થોએ સામાન્ય સભાસદો બનાવી તેની રકમ સંસ્થાને મોકલી આપી છે તે બદલ આભાર માની અન્ય સભ્યો અને ગૃહસ્થોને પણ અનુકરણ કરવા વિનંતિ કરીએ છીએ.
(૧) શ્રી. કાલીદાસ હરજીવન, મુંબઈ દ્વારા, ૩૫ સભ્યો (૨) બાબુલાલ ડાહ્યાચંદ, ચાણુરમાં દ્વારા ૨૨, શ્રી રતનચંદજી જૈન, લખનઉ દ્વારા ૧૬. શ્રી હેમચંદ ચત્રભુજ છાત્રવૃત્તિ
આ વર્ષે બી. એસસી. (ટેક) માં અભ્યાસ કરતા શ્રી કિરણ નાનુભાઈ શાહને રૂ. ૧૦૦૭ ની છાત્રવૃત્તિ કોન્ફરન્સ દ્વારા મંજૂર કરવામાં આવી છે.