________________
જેન યુગ
ઑકટોબર ૧૯૫૯
વાઈને ક્ષીણ થઈ જવાના કારણે ભગવંતનો આત્મા રાજકુલમાં ઉત્પન્ન થયો છે એમ માનવાની જરૂર નથી. પરંતુ કર્મના બંધમાં જેમ સાન્તરબંધ-નિરંતર બંધના વિભાગો છે તે પ્રમાણે કર્મને ઉદયમાં પણ સાન્તર ઉદય-નિરન્તર ઉદય (ધ્રુવોદય-અધુવોદય) એવા વિભાગો છે. અને તેમાં પણ પરાવર્તમાન કર્મપ્રકૃતિઓ તો અવશ્ય સાન્તર ઉદયવાળી (અધૂવોદયી) જ હોય છે. શાતા વેદનીય, અશાતા વેદનીય, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, વગેરે કર્મપ્રકૃતિ પરાવર્તમાન પ્રકૃતિઓ છે. શાતા- અશાતા પરસ્પર વિરુદ્ધ છે. ઉચ્ચ-નીચ ગોત્ર પણ પરસ્પર વિર દ્ધ છે. પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી કર્મ પ્રકૃતિના અવશ્ય પરાવર્તમાન હોય છે. એ પ્રકૃતિઓનો એક સાથે બંધ થતો નથી તેમ જ એક સાથે ઉદય પણ પ્રવર્તતો નથી. શાતા વેદનીય અને ઉચ્ચ ગોત્રનો બંધ અથવા ઉદય ચાલે ત્યારે અશાતા વેદનીય તેમ જ નીચ ગોત્રનો બંધ અથવા ઉદય પ્રવર્તતા નથી. આવા કારણે નીચ ગોત્ર એ સાંતર ઉદયવાળું અર્થાત અધુવોદયી છે. મરિચિના ભવથી પંદરમા ભવ સુધી જ્યારે જ્યારે મનુષ્ય લોકમાં ભિક્ષાવૃત્તિપ્રધાન બ્રાહ્મણ કુળમાં પ્રભુના આત્માનો જન્મ થયો છે ત્યારે ત્યારે નીચ ગોત્રનો ઉદય પ્રવર્તે છે. પરંતુ વચ્ચે વચ્ચે દેવલોકમાં જ્યારે જ્યારે દેવ તરીકે ભગવંતનો આત્મા ઉત્પન્ન થયેલ છે ત્યારે ત્યારે નીચ ગોત્રના સ્થાને ઉચ્ચ ગોત્રનો ઉદય માનવો એ સુસંગત છે. એ જ પ્રમાણે સોળમા વિશ્વભૂતિના ભવમાં પણ ઉચ્ચ ગોત્રનો ઉદય સમજવાનો છે. સાથે સાથે સત્તામાં નીચ ગોત્ર બેઠું છે તે પણ ધ્યાનમાં રાખવાનું છે. વિશ્વતિની ઉઘાનકડા અને યુદ્ધ માટે પ્રયાણ
વિશ્વભૂતિકુમારે અનુક્રમે યૌવનવયમાં પ્રવેશ કર્યો. યોગ્ય રાજકન્યા સાથે વિશ્વભૂતિનું પાણિગ્રહણ થયું. એક અવસરે વિશ્વભૂતિ યુવરાજ પોતાના અંતઃપુર સાથે એ રાજગૃહ નગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. પાછળથી તેમના કાકાનો કુંવર એટલે વિશ્વનન્દીના પુત્ર વિશાખાનંદી પણ ક્રીડા કરવા માટે તે ઉદ્યાન પાસે આવ્યો. પરંતુ ઉદ્યાનની અંદર વિશ્વભૂતિ કુમાર પોતાના અંતઃપુર સાથે ક્રીડા કરતા હોવાના ખબર મળતાં વિશાખાનંદીને અનિચ્છાએ બહાર રહેવું પડયું. દરમિયાન વિશાખાનન્દીની માતા રાણી પ્રિયંગુની દાસીઓ પુષ્પો લેવા માટે ઉદ્યાન પાસે આવી. તે દાસી-
ઓને પણ વિશ્વભૂતિ ઉદ્યાનમાં હોવાના કારણે પુષ્પો લીધા સિવાય પાછું જવું પડ્યું. દાસીઓ પાસેથી રાણી પ્રિયંગુને હકીકત જાણવામાં આવતાં “અરે ! હું રાજાની રાણી, મારો પુત્ર વિશાખાનન્દી પાટવીકુંવર, એમ છતાં વિશ્વભૂતિની ઉદ્યાનક્રીડાના કારણે મારા એ પાટવીકુંવરને ઉદ્યાનની બહાર રહેવું પડે, તેમ જ મારી દાસીઓને પુષ્પો લીધા સિવાય પાછું આવવું પડે, એમાં મારી જમ્બર માનહાનિ છે” આવા વિચારોમાં ને વિચારોમાં રોષે ચઢેલાં રાણી રોષભવનમાં પહોંચી ગયાં. રાજા વિશ્વનન્દીને આ હકીકત જાણવામાં આવતાં વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી ખસેડવા અને વિશાખાનન્દી તેમજ તેની તેની માતા પ્રિયંગુરાણીને પ્રસન્ન કરવા રણસંગ્રામનો સાચી રીતે પ્રસંગ ન હોવા છતાં કપટકળા વડે રણયાત્રાની ભેરી વગડાવી અને જાહેર કર્યું કે “આપણા તાબાનો પુરુષસિંહ નામનો સામંત ઉદ્ધત બની ગયો છે, પ્રજાને અનેક રીતે ત્રાસ આપે છે માટે એની સાથે રણસંગ્રામ કરવા હું જાઉં છું” ઉદ્યાનક્રીડામાં આનંદ કરતા વિશ્વભૂતિને આ સમાચાર પ્રાપ્ત થતાં સરલ સ્વભાવવાળા વિશ્વભૂતિએ રાજાને વિનંતિ કરી કે “એવા સામાન્ય સામત સામે આપ જેવા સમર્થ રાજવીને યુદ્ધ માટે જવાનું કાંઈ પ્રયોજન નથી. હું પોતે ત્યાં જવા તૈયાર છું. અને આપના આશીર્વાદથી શીધ્રપણે તેને તાબામાં લઈ આપના ચરણમાં આવી પહોંચીશ.” વિશ્વભૂતિનાં વિનમ્ર વચનો શ્રવણ કરી રાજાએ તેમને અનુમતિ આપી. વિશ્વભૂતિએ પણ સૈન્યના પરિવાર સાથે પુરુષસિંહ સામંતને વશ કરવા તે તરફ પ્રયાણ
રાજાના પ્રપંચની જાણ થતાં વિશ્વભૂતિને વૈરાગ્ય પ્રાપ્તિ અને ચારિત્રનો સ્વીકાર
વિશ્વભૂતિ રવાના થયા બાદ વિશાખાનન્દીએ પુષ્પકરંડક ઉદ્યાનમાં ક્રીડા માટે પરિવાર સહિત પ્રવેશ કર્યો. અને આનન્દ-કલોલમાં મગ્ન બન્યો. વિશ્વભૂતિ પુરુષસિંહ સામંત પાસે પહોંચતાં તેમના તરફથી આજ્ઞાના ઉલંઘનની વાત અસત્ય જાણવામાં આવી. પરસ્પર શિષ્ટાચાર પૂર્ણ થયે વિશ્વભૂતિ ત્યાંથી પાછા ફર્યા. માર્ગમાં પુષ્પકરંડક ઉદ્યાન પાસે આવતાં ઉદ્યાનના નાકે વિશાખાનન્દીના દ્વારપાલ તરફથી જાણવામાં આવ્યું કે “વિશાખાનન્દી પોતાના પરિવાર સાથે ઉદ્યાનમાં આનંદ ક્રીડા કરી રહેલ છે. વિશ્વભૂતિ બલવાન હોવા