SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ રાગૃહીના રાજવી શ્રેમિક પોતાના મોટા પરિવાર સાથે ભગવાન મહાવીરને વાંદવા જતા હતા. રસ્તામાં વોડાના પગ નીચે એક ટેકો કચડાઈ ગયો અને તેના આંતરડાં બતાર નીકળી ગયાં. શ્રેણિક ભગવાન મહાવીરને વંદન કરી મરણ પામેલા પેલા દેડકાની વાત કરી અને પૂછ્યું : ‘ ભગવંત ! એ દેડકો આ તરફ શા માટે આવતો દરો ? અને મરણ બાદ તેની શી ગતિ થઈ હરો ? - ભગવાને જવાબ આપતાં કહ્યું; ‘ હે શ્રેણિક ! મમત્વબુહિંથી ઋષની કથી વિચિત્ર તિ થાય છે, તેમ જ પ્રતિપ્રતિષ્ઠા-પ્રસિદ્ધિમાન પૂજા કે લોડેંધા અર્થે આસક્તિ પૂર્વક કરાયેલાં કર્મોનાં કેવાં માઠાં પરિણામ આવે છે, તે હકીકત આ દેડકાના જીવન પરથી સમજી શકાય છે. નંદમણિયારના મરણ વખતે તેનું મન તેણે બંધાવેલ પુષ્કરિણીમાં આસન હતું, અને પરિણામે મૃત્યુ બાદ તેનો જીવ ત્યાં જ એક દેડકા તરીકે જન્મ્યો. " . થોડા દિવસો પહેલાં પુષ્કરિણીની ચિત્રસભાના હૉલમાં નંદમણિયારની પ્રતિમાના ઉદ્ઘાટન વખતે લોકો તેની ખૂબખૂબ પ્રશંસા કરતાં બોલતા હતા કે 1 ધન્ય છે. નંદમણિયારને! ધન્ય છે નંદમણિયારની ઉદારતાને ! ' પુષ્કરિણી માંહે પેલા દેડકાએ આ શબ્દો સાંભવા, અને તેને યાદ આવ્યું. હું પૂર્વે પણ ક્યાંક આવા જ રાબ્દો તેણે સાંભળ્યા છે. વિચાર કરતાં કરતાં તેને પોતાની પૂર્વજન્મની અવસ્થાનું સ્મરણ થયું, અને તેને લાગ્યું કે મારી પાસે સ્વીકારેલી શ્રમણોપાસકની મર્યાદામાં શિથિલ થઈ મૃત્યુ વખતે પુષ્કરિણીમાં થયેલી આસક્તિના કારણે તે દેડકાની દશાને પામ્યો છે. આ વાત તેને સમજાઈ, એટલે તે ભારે પશ્ચાત્તાપ કરવા લાગ્યો, અને પોતાની બુદ્ધિપૂર્વક શ્રમણોપાસકની મર્યાદા સ્વીકારી વન સુધી એ જન્મમાં પણ તેણે સંયમ પાળવાનો દઢ સંકલ્પ કર્યો. બે સંકલ્પ પછી, પાણીમાં રહેલાં નાનાં જીવડાંને મારવાનું તેણે બંધ કરી દીધું, અને કોઈપણ જીવજંતુને તે પોતે ત્રાસરૂપ ન થાય તેની કાળજી રાખવા લાગ્યો. પછી તો એ બે દિવસના એકાંતરે તે ઉપવાસ કરવા લાગ્યો, ને માત્ર પાણી વાપરતો જેમાં પણ કોઈ જંતુ ન આવે તેની વિશેષ કાળજી રાખવા લાગ્યો. ‘ હે શ્રેણિક ! ’ ભગવાને કહ્યું : ‘હમણાં જ તે દેડકાએ પુષ્કરિણીમાં નાવા આવેલા લોકો પાસેથી સાંભળ્યું કે ગુણુશિક્ષક ચૈત્યમાં હું આવેલો છું, અને તેથી મારા દર્શન અર્થે એ ા તર આવતો હતો. એ જ કો ૨૨ સપ્ટેમ્બર ૧૯પ૯ ઘોડાના પગ નીચે સખત રીતે દખાતાં તેના આંતરડાં બહાર નીકળી ગયાં અને તેજ સ્થળે તે સમભાવમાં રહી પોતાની ભાષામાં બોલ્યો કેઃ સર્વ વીતરાગ પુરુષોને તથા મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીરને બારા નમસ્કાર હો. શ્રમણોપાસકની મર્યાદા અનુસારનો ત્યાગ તો તેણે સ્વીકાર્યોજ હતો, પણ મૃત્યુ પહેલાં તેણે નિશ્ચય કર્યો કે : હું કદાચ વધારે જીવું તો પણ તમામ પ્રકારના ભોજનનો તેમ જ આ દેહની મૂર્છાનો સંપૂર્ણ ત્યાગ કરું છું. તે દેડકો એવા સંકલ્પપૂર્વક તે ઠેકાણે અવસાન પામ્યો, અને સમભાવ અનાસક્તિ અને સંયમના કારણે સૌધર્મકપના રાયનેસ નામના વિમાનમાં રહેનારા ર્દુર, તેજસ્વી દેવ તરીકે ઉત્પન્ન થયો છે. ' :૩: બાસક્તિપૂર્વકના દાનથી જીવની ધ્રુવી અધોગતિ થાય છે, તેમ જ જીવનમાં ત્યાગ-તપ-સંયમ સમભાયના પાલનથી જીવની કેવી દુર્ધ્વગતિ થાય છે, તે જેમ ભગવાન મહાવીરે નંદમણિયારની કથા પરથી સમજાવ્યું છે, તેમ દાન કઈ રીતે સ્વીકારવું તેની પણ એક સરસ કથા બાદ સાહિત્યમાં જોવામાં આવે છે. ભગવાન બુદ્ધ એક વખત વૈશાલિમાં તેના બિ ખાનંદની સાથે ાિ અર્થે કરતા હતા. વૈશાનિના પ્રસિદ્ધ એવીઓએ તનતના અને ભાતભાતના સંદર સ્વાદિષ્ટ પકવાનો, મિષ્ટ મધુરાં ફળો, મુલાયમ રેશમી વઓ, તેમ જ હીરા-મોતી-માણેકના ચાળો ભગવાન બુદ્ધને ચરણે ધર્યા, પણ તેમાંથી કોઈની ભિક્ષા સ્વીકાર્યાં સિવાય ભગવાન બુદ્ધે આગળ અને આગળ ચાલ્યા. થોડે દૂર ગયા પછી, ગરીબ લોકોના નિવાસ નજીક આવતાં, એક ઝૂંપડીમાંથી હું અને મેલાં કપડાં પહેરેલો એક માનવ પોતાના હાથમાં અર્ધ ખવાઈ ગયેલા દાડમ સાથે બહાર નીકળ્યો અને ભગવાનને ચરણે તે દાડમ મૂકી દાન તરીકે સ્વીકારવા વિનંતી કરી. ભગવાને એક ક્ષણ પૈત્રા માનવીનાં કરુણ અને દયામય ચક્ષુઓ તરફ જોયું અને તત્કાળ અર્ધ દાડમનો સ્વીકાર કર્યાં. ભગવાન વૈશાલિના રાજમહાલયની નજીક આવ્યા, અને વૈશાલિની મહારાણીએ સુંદર મોતીની માળાઓ અને હીરાના હારો સહિત સોનાનો થાળ તેમને ચરણે ધર્યો, પણ ભગવાને તેનો અવીકાર કર્યો. ભગવાન વળી આગળ વધ્યા, ત્યાં એક મોટા વૃક્ષની ઓથેથી પોતાનું જીર્ણ થયેલ અર્ધવસ્ત્ર અર્પતો એક યુવાન નારીનો
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy