________________
મ હા ન દ ન વી ૨ નંદ મણિયાર
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
રાજગૃહીના શહેરીજનોનો ઉત્સાહ અને આનંદ અવર્ણનીય હતો. દૂરદૂરનાં શહેરો અને ગામડાંઓમાંથી હજારો લોકો આવેલા હતા. નંદમણિયારની આરસપહાણની સુંદર પ્રતિમાની ઉદ્ધાટનક્રિયાનો ભવ્ય ઉત્સવ આજે ઉજવાતો હતો.
નંદમણિયાર રાજગૃહીનો એક પ્રતિષ્ઠિત રિદ્ધિસિદ્ધિવાળો બહુ ધનાઢ્ય વેપારી હતો. વૈભારગિરિ પહાડની નજીકમાં લોકોના કલ્યાણ અર્થે લાખો રૂપિયાનો ખર્ચ કરી તેણે એક ભવ્ય પુષ્કરિણી તૈયાર કરાવી હતી. તાપમાં મુસાફરી કરતાં મુસાફરો માટે તે પુષ્કરિણી આશીર્વાદ સમાન હતી. તેની ચારે બાજુ અનેક જાતના પુષ્પોથી સુગંધિત એવા બગીચાઓ કરાવવામાં આવ્યા હતા. પુષ્કરિણીના ઉત્તર ભાગમાં એક ભવ્ય ચિત્રશાળા તૈયાર કરવામાં આવી હતી. તેની દીવાલો પર આકર્ષક અને મોહક એવાં અનેક ચિત્રો ચીતરવામાં આવ્યાં હતાં. દેશવિદેશનાં જાતજાતના માટી અને લાકડાંનાં રમકડાંઓ, પશુઓ, જનાવરો તેમજ એવી પુષ્કળ વસ્તુઓને ચિત્રશાળામાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી.
દક્ષિણ ભાગમાં નૃત્ય સભાનો મોટો હોલ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યાં કુશળ નટો તેમજ અનેકજાતનાં વાજિંત્રો રાખવામાં આવ્યાં હતાં. શ્રમથી કંટાળેલા મુસાફરો ત્યાં આવે અને ઘડી બે ઘડી સંગીત સાંભળે કે તેઓનો થાક દૂર થઈ જતો.
પૂર્વ ભાગમાં એક મોટી ભોજનશાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિત મુસાફરોને ત્યાં તેમની ઈચ્છા પ્રમાણે ભોજન મળતું, અને તે માટે ત્યાં અનેક કુશળ રસોઈયાઓ રોકવામાં આવ્યા હતા. મુસાફરોને જે વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી, તે વસ્તુઓ ત્યાં તરત જ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવતી હતી. પુષ્કરિણીના પશ્ચિમ ભાગમાં એક સુંદર આરોગ્યભવન બંધાવવામાં આવ્યું હતું. રોગી લોકોના માટે ત્યાં તમામ જાતની સગવડો રાખવામાં આવી હતી.
હોશિયાર અને અનુભવી ચિકિત્સકો ઉત્તમોત્તમ દવાઓ આપી દરદીઓના રોગો દૂર કરતા.
આવી સુંદર પુષ્કરિણી તૈયાર કરવામાં નંદમણિયારે ધન ખર્ચવામાં જરાએ ઊણપ રાખી ન હતી. આ પુષ્કરિણીના કારણે તેનું નામ રાજગૃહી તેમજ આજુબાજુના પ્રદેશમાં એક મહાન દાનવીર તરીકે પ્રખ્યાત થઈ ગયું હતું. નંદમણિયારે પોતાની આરસની એક ભવ્ય પ્રતિમા ચિત્રસભાના હોલમાં મૂકવા માટે તૈયાર કરાવી હતી. પરદેશના પ્રવીણુ કલાકારોની દેખરેખ નીચે એ પ્રતિમા તૈયાર કરાવવામાં આવી હતી. પ્રતિમાની બંને બાજુએ દેવલોકની અસિરાઓ હાથમાં ફૂલની માળાઓ લઈ કેમ જાણે નંદમણિયારને આરોપવા ઉભી રહી હોય તેવી ભવ્ય રચના કરવામાં આવી હતી. પ્રતિમાની રચના અને ભાવો એવા સુંદર અને આકર્ષક રીતે કરવામાં આવ્યાં હતાં કે જેનારને પ્રથમ દષ્ટિએ એમ જ લાગે કે નંદમણિયારનો છવ મૃત્યુ પછી દેવલોકમાં આવી અપ્સરાઓ સાથે મોજમજા ભોગવશે.
કમનસીબે આ પ્રતિમાની સ્થાપના થાય તે પહેલાં જ નિંદમણિયાર ગંભીર માંદગીમાં સપડાયા, અને તમામ ઉપચારો કરવા છતાં મૃત્યુ પામ્યા. મરણ વખતે પોતાની પ્રતિમા ચિત્રસભામાં સ્થાપન ન થઈ તેનું તેને અત્યંત દુઃખ હતું. છેલ્લા શ્વાસોચ્છવાસ લેતી વખતે તેના ચિત્તમાં તો પેલી પુષ્કરિણી જ રમી રહી હતી. પુષ્કરિણી જોઈને લોકો મોટા અવાજે “ધન્ય નંદમણિયાર! ધન્ય નંદમણિયાર!' એમ બોલતા હતા, અને આ અવાજના પડઘાઓ તેના કાનમાં મૃત્યુ વખતે પણ વાગતા રહ્યા હતા.
આવા એક મહાન દાનવીર અને પ્રતિષ્ઠિત વ્યક્તિની પ્રતિમાના ઉદ્દઘાટન વખતે લોકોનો ઉત્સાહ અપાર હોય તે સ્વાભાવિક છે.
:૨: એ જ સમયની આસપાસ ભગવાન મહાવીર રાજગૃહી નગરી બહાર ગુણશિલક ચિત્યમાં પધારેલા હતા.
૨૧