________________
પ્રભુને મળવા ની રીત
કે. ‘ચંદ્રરેખા'
કયું જાણું કર્યું બની આવશે અભિનંદન રસરીતિ હો મિત, પુદ્ગલ અનુભવ ત્યાગથી
કરવી જસુ પરતીત હો મિત–ઢ્યું...(૧) કોઈ ભવ્ય જીવને વીતરાગદેવની સાથે એકપણે મળવાનું મન થયું. પણ પ્રભુને મળવાની શક્તિ પોતામાં પ્રગટપણે નથી દેખાતી તેથી તે વિચારે છે કે વિશુદ્ધ એવા દેવતત્ત્વને શી રીતે મળી શકાય? અભિનંદન પ્રભુને મળવા માટે વર્ણ, ગંધ, રસ, સ્પર્શની અનુકૂળ પ્રતિકૂળ અનુભવો તરફથી વૃત્તિ દૂર કરી એટલે પ્રભુ મળ્યાની પ્રતીતિ થાય. આમ ભવ્ય પોતે જ સ્વાત્માને પૂછે છે અને ઉત્તર પણ જાતે જ આપે છે.
પરમાતમ પરમેસર, વસ્તુગતે તે અલિપ્ત હો મિત, દ્રવ્ય દ્રવ્ય મલે નહીં, ભાવે તે અન્ય-અવ્યાપ્ત હો મિત.
–કયું....(૨) પ્રભુએ અન્નમય કોષનું, શરીરનું અભિમાન છાંડયું છે, અને અંતરાત્મપણું–સાધકપણું પૂરું પસાર કર્યું છે અને અશરીરી થયા છે તેથી તેઓ સિદ્ધ પરમાત્મા છે, ઊંચા ઐશ્વર્યના ધામ છે. સાચું વિચારીએ તો એટલે કે વસ્તુગતે પ્રભુ વિશ્વથી અળગા અથવા અલિપ્ત છે. દ્રવ્યનો એક સર્વસામાન્ય ગુણ છે અગુરુલઘુત્વ. જે શક્તિના નિમિત્તથી એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ ન થાય અને દ્રવ્યનો એક ગુણ બીજારૂપે ન થાય તે સ્વમાં અવસ્થિત રહેવાની દ્રવ્યની તેમ જ ગુણની શક્તિને અગુલધુત્વ ગુણ કહેવાય. આ પ્રમાણે વીતરાગ એવા અભિનંદન પ્રભુનું વિશુદ્ધ જીવેદ્રવ્ય સાધકના અશુદ્ધ છવદ્રવ્ય સાથે ક્યારેય એકરૂપ થાય એ સંભવ જ નથી. પરમાત્માનો ભાવ પણ અન્ય જડચેતનથી અળગો છે તે તો પરમશાંતિરૂપ નિર્મળ જ્ઞાનદર્શનચારિત્ર છે. તેનો સાધકના છવદ્રવ્ય સાથે મેળ કેમ કરીને સંભવે?.
શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ હો મિત, આત્મવિભૂતેં પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત.
કયું..(૩) વળી વીતરાગ પ્રભુના ગુણ વિચારું; તેઓ શુદ્ધ એટલે સર્વ દોષોથી મુક્ત છે; સ્વરૂપ એમનું સનાતન એટલે નિત્ય, કાયમ ટકી રહેનારું છે; મલિનતા વગરના અને આસક્તિ વગરના એવા મારા પ્રીતમ આત્માની અદ્ભુત શક્તિઓને સંપૂર્ણ રીતે પ્રગટ કરી ચૂકેલા ઉત્તમ દીપ સમાન છે. છવદ્રવ્ય સ્વભાવે પરદ્રવ્ય પર આસક્તિ રાખનાર નથી, પરંતુ વિકારભાવે એ પરસંગી–અન્ય દ્રવ્ય પર આસક્ત બનેલ છે. તેથી સભ્ય દર્શન અને સમ્યગું ચારિત્ર્યમાં પરિણમી જેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પ્રભુ રાગમય પ્રીતિ ધરાવે નહિ. “તો પછી પ્રભુ, તમને મળ્યા વિના મને સુખ કેમ થશે?' એમ સાધકના મનમાં ગડમથલ થાય છે.
પણ જાણું આગમબેલે, મિલવું તુમ પ્રભુસાથ હો મિત, પ્રભુ તો સ્વસંપત્તિમયી શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત.
કયું...(૪) પરંતુ તેનો મિત્ર કહે છે કે ગુમુખથી પૂર્વકાળના સર્વત ઋષિઓની વાણી મેં સાંભળી છે, તે આગમ વચનના બળથી હું જાણું છું કે હે ભવ્યજીવ, વીતરાગ પ્રભુ સાથે આપણને મળવાનું તો અવશ્ય છે. જેને ગરજ હોય તે મળે. એટલે પોતાની જ્ઞાનાદિ સંપદાને પ્રગટ કરવાને રુચિવંત છવ પ્રભુને મળે. પ્રભુને તો પ્રગટ થયેલી પોતાની પરમોત્કૃષ્ટ આનંદમય સંપત્તિનું સ્વામીપણું છે એટલે તે કોઈને મળવાને આવે નહિ. પર–પરિણામિકતા છે, જે તુજ પુગલયોગ હો મિત, જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત.
કર્યું...(૫) હવે કોઈ પૂછશે કે સર્વ દ્રવ્યમાં અન્ય દ્રવ્ય સાથે ભળી જવાની તો શક્તિ નથી જ, તો હવે સાધકે
૧e