________________
જૈન યુગ
સપ્ટેમ્બર ૧૯૫૯
પુરુષો ધોષણા કરતા કે જે પ્રજાજનો આવા ગુનાઓ કરશે તેમની, સજા પામતા અધમ માનવીઓના જેવી વલે થશે. હસ્તિનાપુરમાં આવેલા ગોમંડપ-પાંજરાપોળનું વર્ણન આપણી પાંચસો વર્ષ જૂની પાંજરાપોળની વ્યવસ્થાને અનુકરણીય થવી જોઈએ. પુરિમતાલ નગરીના વાયવ્ય કોણમાં આવેલી ચૌર-પલ્લિકા પાંચસો ચોર-સૈનિકોથી રક્ષિત હતી, અને તે એક સુરક્ષિત કિલ્લાનું કામ કરતી હતી. એ ચર– પાલિકાનો સ્વામી ચોર-અધિપતિ વિજય હતો, અને તે શાલાટવી કહેવાતી હતી. અધર્મી અધિકારીઓના નાનાવિધ જુલમોનું વર્ણન અનુભવસિદ્ધ જણાશે. આ લોકો ગામોને ભાંગતા, લોકોને દંડતા, નિર્દોષ જનતાને કેદ કરતા અને પાન્થ-મુસાફરોને લૂંટી લેતા. શાલાટવીના વિજય ચોરના સૈન્યને ખુદ રાજ્યસેનાપતિ દંડ હરાવી શકતો નથી, એટલે તેમને ફસાવવામાં આવે છે અને કૂટાગારમાં ઘેરી લઈ ભારી નાંખવામાં આવે છે. ફૂટાગારોમાં એ લોકો આવે તે માટે કરમોક્ષ વગેરેની લાલચો તેમને આપવામાં આવે છે. ત્યાં રાજપુરુષો પ્રવેશ નહિ કરી શકે. તેમને મફત નાટકો બતાવવામાં આવશે. ઐતિહાસિક ઉદયન યુવરાજની ભાર્યા પદ્માવતી બદચાલતી હતી. નન્દીપુરના મિત્ર રાજાનો મહાનસિક રસોઈયો રાજા માટે ભયંકર હત્યા કરતો હતો. જ્ઞાતાસૂત્રમાં મલ્યના પ્રકારો બતાવ્યા છે તેવા પ્રકારો વિપાકસૂત્રમાં પણ બતાવવામાં આવ્યા છે. માછલાં પકડવાની જાળના અનેક પ્રકારો હતા. રોહિતક નગરનો યુવરાજ–પછી રાજવી-પુષ્પનંદી માવડીઓ થઈ જતાં દેવદત્તાએ અને બીજી રાણીઓએ રાજમાતા શ્યામાને મારી નાંખવાનો પ્રપંચ કયોં. તે પકડાઈ જતાં ખુદ રાણીને ભયંકર દેહાંતદંડ આપવામાં આવે છે. મૃગાગ્રામની ક્ષત્રિયાણી મૃગાદેવીએ ભસ્મરોગથી પીડાતા રાજકુમાર મૃગાપુત્રને ભૂમિગૃહ-ભોંયરામાં રાખ્યો હતો, જ્યાં મહાવીરસ્વામીના વચન અનુસાર ગૌતમસ્વામી નાકે કપડું રાખી પ્રવેશ કરે છે, અને કાઠ-શકટિકા–લાકડાની ગાડીમાં રાખવામાં આવેલા ખોરાકને ખાતા અને પછી લોહી-પરુ રૂપે તેને વમી નાંખતા અને તે જ લોહી-પરૂને વળી ખાઈ જતા કુમાર મૃગાપુત્રને નિહાળે છે. જેનાં છોકરાં ઊછરતાં નહિ તે સ્ત્રી જાતિ નિન્દુકા કહેવાતી હતી. દોડલ ઊપજવો તે સામાન્ય હકીકત ગણાતી. મુખ્ય રાણી સાથે સંકડો
ખવાસણ-ગુલામડીઓ તરીકે રાજમહેલમાં પ્રવેશ પામતી. પાંચ ધાત્રીઓનાં નામો આવે છે. રાજમહેલો નગરોની વચ્ચોવચ્ચ હતા. મહોત્સવમાં ઇન્દ્ર-મહોત્સવનો નિર્દેશ મૃગાપુત્રીય અધ્યયનમાં થએલો છે. સોળ રોગો :-ભગંદર, ખરજવું, હરસ, અંધાપો, શિરોવેદના, અરુચિ, કર્ણવેદના, મગજનો રોગ, ઉદરરોગ, કોઢ, જળદર, ભસ્મરોગ વગેરે જણાવવામાં આવ્યા છે અને તેમના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. અષ્ટાંગી આયુર્વેદનો નિર્દેશ જેવામાં આવે છે—જેમ કે કૌમારભૂત્ય, શાલાક્ય, શલ્ય-ઉદ્ધાર, કાયચિકિત્સા, વિષ-વિદ્યા, ભૂતવિદ્યા, વાજીકરણ, રસાયણ, વમન, કવલગ્રાહ, વિશલ્હીકરણ, છેદન, અવપીડન વગેરે ઉપાયો શૌર્યદત્ત મરછીમારના ગળામાં પિસી ગયેલા મત્સ્યકંટકને કાઢવા માટે અજમાવવામાં આવે છે.
ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ વિપાક-સૂત્રનું અધ્યયન ખાસ | ઉપયોગી છે. હલ્વ (હ), પિઠ્ઠઓ (પીઠ), ભક્તપાનગૃહ, ઉત્કોટલાંચ), લંછ (ચોર વિશેષ), ૫ખર (હરિતકવચ), વરત્ર (કાથાનું દોરડું), તુ૫ (ઘી), ખર્નર (ચાબુક), ચુલ્લ-પિતૃક (સુલતભાઉ-પિતરાઈ), ધ્યા (દીકરી), દત્તભ્રતિભક્ત (દાડીઓ), પંથિકાપટિકા (ટોપલી), પ્રાકૃત (ભટણું), છાગલિક (કસાઈ), એલક (મંદ્ર), મેરગ (તાડી), સહુ (ગોળનો દારૂ), ઉષ્ટ્રિકા (નાંદ-કોઠી), ચિંચ (આંબલી), છિબાડ (ચામડાનું દોરડું), કસુંગર (લંગર), એકાર્થિકા (નાવડી), અને છેવટે ઉત્કટિક (ઉકરડો) એ અર્થસૂચક પ્રયોગો છે.
અનુત્તર પપાતિક સૂત્રની વિવેચના વખતે મેં કહ્યું હતું તેમ, આવા પ્રયોગો ગૂજરાત-રાજસ્થાનના અપભ્રંશોની છાયા સૂચવે છે. એક સ્થળે રાષ્ટ્રકૂટ પ્રયોગ થયો છે.
એક છેલ્લી નોંધ ખાસ કરવી જોઈએ: પ્રથમ વિભાગ દુઃખવિપાકના વિષયભૂત જીવ-આત્માઓ પૂર્વ ભવના ભયંકર પાપ-આત્માઓ હતા. છતાં તેઓ માટે ગૌતમપૃચ્છાના ઉત્તરોમાં મહાવીરસ્વામીએ મોક્ષસિદ્ધિ દર્શાવી છે. આ ઉત્તર અર્થસૂચક છે. પ્રથમ વિભાગમાં વર્ણવેલી દુ:ખયાતનાઓના અનુભવ બાદ તેમનામાંથી કોઈ જીવઆત્માનું સ્થાન નિગોદમાં બતાવવામાં આવ્યું નથી. એ બધા જીવો ભવ્ય છવો હતા, એવો વિપાકસૂત્રનો બોધ છે.
ટૂંકામાં, પ્રથમ કહ્યું હતું તેમ, શ્વેતાંબર જૈન આગમ સાહિત્યના અધ્યયનની દિશા બદલવાની ખાસ જરૂર છે.