________________
જૈન યુગ
૧૭
સપ્ટેમ્બર ૧૯૫૦
પુષ્ટિ માટેની માનતા તે નગરીના સાગરદત્ત સાર્થવાહની ભાર્યા ગંગદત્તાએ માનેલી હતી. એ ગંગદત્તા સાર્ધવાહિની ઉદંબરદત્ત યક્ષના ચિત્યમાં તેની પ્રતિમાની પૂજા કરે છે, અને પ્રતિજ્ઞા લે છે કે જે પુત્ર થશે તો તેનું નામ ઉદુબરદા પાડવામાં આવશે. થયું પણ તેમ જ.
મહાવીર સ્વામીનાં વિહારથળોના અને બીજું ગ્રામ-નગરોનાં રાજા-રાણીઓ, યુવરાજો, યુવરાણીઓ, પુરોહિતો, ચોર લોકો, વૈદ્યો, સાર્થવાહો, ગાથાપતિઓ વગેરેનાં નામો આ પ્રમાણે છે: વિજય અને મૃગાદેવી, મિત્ર અને શ્રીદેવી, મહાબલ, મહાચંદ્ર, તેમનો અમાત્ય સુષેણ, શતાનીક અને મૃગાદેવી, યુવરાજ ઉદયન અને યુવરાણી પદ્માવતી, તેમનો પુરોહિત સોમદત્ત અને સોમદત્તની ભાર્યા વસુમતી, તેમનો પુત્ર બૃહસ્પતિદત્ત, રાજા સુદામન અને રાણી બંધુશ્રી, તથા તેમનો કુમાર નિંદીષેણ, અમાત્ય સુબધુ અને આલંકારિક, રાજહજામ ચિત્ર, સિદ્ધાર્થ રાજા, સાગરદત્ત સાર્થવાહ, તેની ભાર્યા ગંગદત્તા, તેમનો પુત્ર ઉદ્દેબરદત્ત, શૈર્યદત્ત રાજા, સમુદ્રદત્ત મચ્છીમાર, ભાર્યા સમુદ્રદત્તા, તેમનો પુત્ર શૌર્યદત્ત (જે નામ શૌર્યપુરીના યક્ષ શૌર્યના નામ ઉપરથી પાડેલું જણાય છે), શ્રમણ રાજા, શ્રીદેવી રાણી, કુમાર પુષ્પની, એમનો ગાથાપતિ દત્ત તેની ભાર્યા કૃષ્ણશ્રી, તેમની પુત્રી દેવદત્તા, વિજયમિત્ર રાજા, ધનદેવ સાર્થવાહ, પ્રિયંગુ સાર્ધવાહિની, તેમની પુત્રી અંજૂદેવી, અદીનશત્રુ રાજા, ધારિણી રાણી, સુબાહુ કુમાર, યુવરાસી પુષ્પચૂલા, સુમુખ ગાથાપતિ, ધનપતિ રાજા, સરસ્વતીદેવી રાણી, ભદ્રનન્દી યુવરાજ, શ્રીદેવી યુવરાણી, વીરકૃષ્ણમિત્ર રાજા, શ્રીદેવી રાણી, સુજાત યુવરાજ અને બલશ્રી યુવરાસી, વૃષભદત્ત ગાથાપતિ, વાસવદત્ત રાજા, સુકૃષ્ણા રાણી, સુવાસવકુમાર, મહાચંદ્ર યુવરાજ, અહંદત્તા યુવરાસી, જિનદાસકુમાર, પ્રિયચંદ્ર રાજા, સુભદ્રા રાણી, વૈશ્રવણ કુમાર અને શ્રીદેવી યુવરાણી, બલરાજા, સુભદ્રા રાણી, મહાબલ કુમાર, રક્તવતી યુવરારી, નાગદત્ત ગાથાપતિ, અર્જુન રાજા, દત્તવતી રાણી, ભદ્રનન્દી કુમાર, શ્રીદેવી યુવરાસી, દત્તરાજા, દતવતી રાણી, મહાચંદ્ર યુવરાજ અને શ્રીકાન્તા યુવરાસી, મિત્રનન્દી રાજા, શ્રીકાન્તા રાણીવરદત્ત કુમાર અને વીરસેના યુવરાસી, વિમલવાહન રાજા વગેરે.
રાજા-રાણીઓ, યુવરાજો-યુવરાણીઓ, સાર્થવાહો, સાર્થવાહિનીઓ વગેરે મહાવીરનાં સમકાલીન છે. સુબાહુ, જાતક, ભદ્રનન્દી મહાચન્દ્ર વગેરે યુવરાજેએ
મહાવીર પાસે દીક્ષા લીધેલી. મહાવીર ગૌતમપૃચ્છાના ઉત્તરમાં આ દીક્ષિત અંતેવાસીઓના પૂર્વભવો એક ભવ પૂર્વના જ કહે છે, એટલે તેમનાં ગ્રામ-નગરો મહાવીરનાં સમકાલીન જ સમજાવાં જોઈએ.
આ અધ્યયનોના રાજાઓ વિષે થોડુંક લખવું જોઈએ. ચંપાનગરીના ક્ષત્રિય રાજાઓના નિર્દેશો આવે છે. હવે ચંપામાં તો એ સમયે કોણિક-અજાતશત્રુનું રાજ્ય હતું. એક જ રાજધાનીમાં ઐશ્વર્ય ભોગવતા બે રાજાઓ તો હોઈ શકે નહિ. આપણે સહજ વિચાર કરીએ તો બીજી સ્પષ્ટીકરણ તુરત તરી આવશે. મહાવીરના સમયમાં મધ્ય પ્રદેશ, મગધ વગેરે પ્રદેશોમાં ગણરાજ્યો હતાં અને તેમના પ્રમુખો ક્ષત્રિય રાજાઓ હતા; જોકે સૂત્ર-સાહિત્યમાં આ બધા ક્ષત્રિય રાજાઓને સમર્થ રાજા તરીકે વર્ણવામાં આવ્યા છે.
વિપાકસૂત્રમાં નિર્ણય નામનો પુરિમતાલ નગરનો ઈડાનો વેપારી, ધન્વેતરી નામનો વેદ્ય, છત્તિક કસાઈ, ચિત્ર હજામ, માનસિક રસોઈયો વગેરેના ઉલ્લેખો છે. સાર્યવાહો વહાણ લઈ લવણ સમુદ્રમાં જાય છે,
જ્યાં તેમનો નાશ થાય છે. ઉજિઝત નામના બીજા અધ્યયનમાં ગણિકાકુળનો ઉલ્લેખ આવે છે, જ્યાં પ્રિયસેન નપુંસકનો જન્મ થાય છે, જે પ્રિયસેન નપુંસક દરબારીઓ, પીરજનો વગેરેને અનેક વિદ્યાપ્રયોગોથી, મંત્રપ્રયોગો, ઉયનો, નિનવન એટલે અદશ્યકરણ, પ્રસ્ત્રવણ, વિષપ્રયોગો વગેરે દ્વારા ખુશ કરે છે.
વિપાકસૂત્રમાં વાણિજય-ગ્રામની કામધ્વજા ગણિકાનું રસિક વર્ણન મળે છે. આ ગણિકા પાંચસો ગણિકાઓનું સ્વામિત્વ ધરાવતી હતી. તેના વાહનનું નામ કર્ણરથ હતું. એવી જ પૃથ્વી-શ્રી નામની અને સુદર્શના નામની (શોભાજની નગરીની) બીજી ગણિકાઓના ઉલ્લેખો મળે છે.
મહેશ્વરદત્ત નામનો રાજપુરોહિત સર્વતોભદ્રનગરના જિતશત્રુ રાજાના રાજયની આબાદી માટે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ યુવકોનાં ગ્રહશાંતિ હોમમાં બલિદાન આપતો હતો. દુર્યોધન ચારકપાલક-જેઇલરના ભયંકર અધર્મોનાં વર્ણન અહીં આવે છે. નંદીષેણ જેવા યુવરાજે વૃદ્ધ બાપની ગાદી લેવા માટે રાજહજામ ચિત્રને સાધ્યો હતો, જે માટે વૃદ્ધ મથુરાનરેશ શ્રીરામે ભયંકર દેહાંતદંડ આપ્યો હતો. મોટા ગુનેગારોને ભયંકર વ્યથાઓ આપ્યા બાદ દેહાંતદંડ આપવામાં આવતા હતા, અને શળી ઉપર લટકાવતાં અગાઉ તેની આસપાસ ચતુરંગી સેનાને ખડી રાખવામાં આવતી હતી. એ સમયે રાજ