________________
જૈન યુગ
અંધશ્રદ્ધાળુપણાના આરોપને વહોરી લઈએ તો જ માની શકીએ. છતાં, જે જે ઐતિહાસિક, સામાજિક, ભાષાકીય તત્ત્વો આ સત્રમાં મળી શકે છે, તેનો કંઈક સવિસ્તર ઊહાપોહ કરવાની જરૂર તો રહે છે જ ્
મહાવીરસ્વામી જે ગ્રામ-નગરીઓમાં ગૌતમસ્વામી સાથે વિચર્યાં હતા તેનાં નામો આ પ્રમાણે છે :મૃગાગ્રામ, વાણિજ્યગ્રામ, પુરિમતાલનગર, શોભાંજની, કૌશાંબી, મથુરા, પાટલીખંડ, શૌર્યપુર, રોહિતક, વર્ધમાનપુર, રાજગૃહ, હસ્તિશીર્ષ, વૃષભપુર, વીરપુર, વિજયપુર, સૌગધિકીનગરી, માધ્યમિકાનગરી, કનકપુર, મહાપુર, સુઘોષ, ચંપા, સાકેત.
જે ગ્રામ-નગરીઓ વિષયભૂત જીવ-આત્માઓના પૂર્વ કે પશ્ચિમ ભવો સાથે સંકળાયેલી છે તેનાં નામો આ પ્રમાણે છે :—શતદ્વાર, હસ્તિનાપુર, ઇન્દ્રપુર, છગલપુર, સુપ્રતિપુર, વારાણસી, સર્વતોભદ્ર, સિંહપુર, વિજયપુર, નંદીપુર, ગંગપુર, પુંડરીકિણી (મહાવિદેહ ક્ષેત્રમાં), બ્રુકાર, મહાધોષ, ચિકીસિકા, મણિપુર, આ નામોમાં વારાણસી, હસ્તિનાપુર, મૃગાગ્રામ, સાકેત, કૌશાંબી, રાજગૃહ, વાણિજ્યગ્રામ, મથુરા, માધ્યમિકા, ચંપા, વૈતાઢ્યપર્વત, ગંગાનદી, યમુનાનદી, એ ઋતિહાસપ્રસિદ્ધ નામો છે; અને એમાંનાં ઘણાંખરાં તો ગૌતમબુદ્ધના વિહારજીવનની સાથે સંકળાયેલાં છે. બીજાં સૂત્રોમાં જે બીજાં નામો આવે છે તે બધાંનું સંકલન કરવામાં આવે તો મહાવીરસ્વામીનાં વિહારભૂમિનાં સ્થળોનો આપણને યોગ્ય ખ્યાલ આવી શકે. અહીં કોઈ કોઈ નામો વિચારણા માંગે છે; વર્ધમાનપુરી વઢવાણ તો ન જ હોઈ શકે! પાટલીખંડ મૌર્યસમયના પાટલીપુત્રનું પુરોગામી નગર તો નહિ હોય? મથુરા, વાણારસી તો બૌદ્ધ, જૈન, બ્રાહ્મણ સંસ્કૃતિઓનાં પવિત્ર તીર્થધામો હતાં. શૌર્યપુરનું પણ તેમ જ સમજવું જોઈ એ. પ્રવચનસારની વિદ્વત્તાભરી પ્રસ્તાવનામાં પ્રો. ઉપાધ્યે કહે છે તેમ, આ સમસ્ત પ્રદેશ એ સમયે આત્મવિદ્યાનાં મંથનોથી અપૂર્વ પ્રકારે ગૂંજી રહ્યો હતો. એ બધાં મંથનોની પાર્શ્વભૂમિકા ભારતી સંસ્કૃતિની વિવિધતામાં અને સાથે જ તેના અનન્ય સમન્વયમાં રહેલી હતી.
વર્ણકોની પરંપરાનો સ્વીકાર કરીએ તો બધાં ગ્રામનગરો સમૃદ્ધ, ગગનચુંબી ઈમારતોવાળાં હતાં; પણ એ તો માત્ર વર્ણકો છે. તેમની સાર્થકતા વ્યાખ્યાનો પૂરતી
૧૬
સપ્ટેમ્બર ૧૯૫૯
જ કહી શકાય; છતાં રાજગૃહ, કૌશાંબી, સાકેત વગેરે નગરીઓને આ વર્ણકો અમુક અંશે લાગુ પાડી શકાય. નગરી શતદારનો સંબંધ કોઈ બંદર સાથે જોડી શકાય.
મહાવીરનાં સમવસરણો જે ગ્રામ-નગરોમાં થતાં હતાં તેમનાં ઉદ્યાનોનાં નામો સૂત્રમાં આપવામાં આવ્યાં છે. આ નામો ખરેખર અર્થસૂચક છે. મેઘદૂતમાં કાલિદાસે અલકાપુરીના ઉદ્યાનનું નામ આપેલું છે. આ નામો આ પ્રમાણે છેઃ ચંદનપાદપક, દૂતીપલાશ અમોધદર્શન, દેવરમણુ, ચંદ્રોત્તર, ભંડીર, વનખંડ, વિજયવર્ધમાન, પૃથ્વી-અવતંસક, પુષ્પકડંડક, સ્તૂપકદંડક, મનોરમ, રક્તશોક, પૂર્ણભદ્ર, ઉત્તરકુરુ, નન્દનવન, નીલાશોક, શ્વેતાશોક, સહસ્રવન. દરેક ઉદ્યાન સાથે યક્ષનું આયતન સંકળાયેલું હતું. એ યક્ષોનાં નામો આ રહ્યાં : સુધર્મા, અમોધદર્શી, અમોધ, શ્વેતભદ્ર, મણિભદ્ર, સુદર્શન, ઉર્દુમ્બર, શૌર્ય, ધરણુ, કૃતવનભાલ, ધન્ય, વીરસેન, અશોક, સુકાલ, વીરભદ્ર, સરક્તપાલ, પૂર્ણભદ્ર, પાર્ષમિત્ર, ઉદુમ્બર.
ગ્રામનગરો, રાજારાણીઓ, ઉદ્યાનો, યક્ષો, યક્ષોનાં ચૈત્યો, એમને માટે standard વહુંકો જૈન આગમમાં મળી આવે છે. વવાઈ-ઔપપાતિક-સ્ત્રનાં વણુંકો તેવાં વણુંકો ગણાય છે. ઉપર કહેવાયું છે તેમ, આ ઉપયોગિતા-સાર્થકતા વ્યાખ્યાનો માટે હતી. વવાઈત્રમાં તો મહાવીરસ્વામીના ખુદ દેહનું ભવ્ય અને સવિસ્તર વર્ણન વાંચી શકાય છે. કોઈ પણ સંસ્કૃત ગદ્ય-પદ્ય સાહિત્યમાં આવું વર્ણન નહિ આવતું હોય. આ વર્ણકની એક ખૂબી હું જોઈ શક્યો છું : તેમાં મહાવીરનાં વસ્ત્રોનું કોઈ પણ વર્ણન મળતું નથી—જાણે કે શ્વેતાંબરી સૂત્રકારોએ અ-ચેલક મહાવીરના ભવ્ય દેહને જ કલ્પનાગત કર્યાં હોય નહિ ! કોઈ કોઈ અપભ્રંશ સાહિત્યમાં આવાં સવિસ્તર વર્ણનો વાંચવામાં આવે છે.
યુદ્ધ-મહાવીરના સમયમાં અને, શિલ્પનું પૃથક્કરણ કરતાં, ત્યાર પછી વર્ષો સુધી યક્ષોની પૂજા થતી હતી, શ્રી ઉમાકાન્ત શાહના મંતવ્યનો સ્વીકાર કરીએ તો આ યક્ષપૂજાથી જૈનોની મૂર્તિપૂજા ઊતરી આવેલી ! આ યક્ષ-દેવતાઓની માન્યતા(માનતા)ઓ મનાતી. તેમનું અર્ચન થતું. એવી એક યક્ષપૂજાનું વર્ણન વિપાકસૂત્રમાં મળે છે. પ્રથમ શ્રુતસ્કન્ધ દુઃખવિપાકવિભાગમાં પાટલીખંડ નગરીના વનખંડ ઉદ્યાનના ઉદુમ્બર યક્ષની