SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ વિપાક સૂત્ર : એ ક પર્યાલો ચના ~ ~ પ્રોફે. કેશવલાલ હિં, કામદાર, એમ. એ. વિપાકસૂત્ર જૈન આગમનું અગિયારમું અંગ છે. શુભ અશુભ કર્મોના ફળભૂત વેદનાના વિપાકનું વર્ણન તેમાં અપાયેલું છે. આ સૂત્ર “કર્મવિપાકદશાને નામે પણ ઓળખાય છે. આ સૂત્રના બે વિભાગો છે : પ્રથમ શ્રુતસ્કંધ, અને દ્વિતીય શ્રુતસ્કંધ, જે દરેકમાં દસ દસ અધ્યયનો છે. પ્રથમ શ્રતસ્કંધ દુ:ખવિપાકનો છે, જ્યારે દ્વિતીય શ્રુતસ્કંધ સુખવિપાકનો છે. દુઃખવિપાકના પ્રથમ શ્રુતસ્કંધનાં અધ્યયનો વિષયભૂત જીવ-આત્માના પૂર્વ- પશ્ચિમ ભવભવાંતરોને વર્ણવતાં વિસ્તારથી આપવામાં આવ્યાં છે, જ્યારે બીજા સુખવિપાક શ્રુતસ્કંધનાં અધ્યયનો ટૂંકાં આપવામાં આવ્યાં છે—જાણે કે દુઃખવિપાક વિષે પાઠક વિશેષ જાણે તો સારું એવો સૂત્રકારનો ખાસ ઇરાદો હોય નહિ! જંબૂસ્વામીએ મહાવીર પ્રભુના પાંચમાં ગણધર સુધર્માસ્વામીને મહાવીરે ઉપદેશેલી વસ્તુ વિષે પ્રશ્નો કરેલા, તેના ઉત્તરરૂપે આ સૂત્ર તૈયાર કરાયેલું છે. અભયદેવસૂરિએ આ સૂત્ર ઉપર સંસ્કૃત ટીકા ટૂંકામાં આપેલી છે. વિક્રમ સંવત ૧૫૮૨માં જંબૂ નિવાસી શ્રીમાળી અરિસિંહ રાણાએ અગિયાર અંગોની પ્રતો લખાવી હતી, તેમાં એક વિપાકસૂત્રની પ્રત છે. Indian Antiquary | 21512241 2427 42171 ગ્રંથોમાં આ સૂત્ર ઉપર થોડીક વિવેચના કરવામાં આવી છે. મૂળ અર્ધમાગધી પાઠ, છાયા, સંસ્કૃત ટીકા, હિન્દીગુજરાતી અનુવાદો સહિત, સ્થાનકવાસી મુનિ શ્રી ઘાસીલાલજી મહારાજની સંપાદિત બીજી આવૃત્તિ ટૂંક સમયમાં, રાજકોટથી પ્રસિદ્ધિ પામશે. વિપાકસૂત્રમાં અનેક ઐતિહાસિક, ભાષાશાસ્ત્રીય, સામાજિક હકીકતો ગૂંથી લેવામાં આવી છે. જૈન વિદ્યાના, પ્રાચીન ભારતી વિદ્યાના અભ્યાસ માટે તેની સુક્ષ્મ તપાસ આવશ્યક છે. મારી સમજ પ્રમાણે આવી સૂક્ષ્મ તપાસ હજુ થઈ નથી. આખું વિપાકસૂત્ર ગદ્યાત્મક છે. આચારાંગ, ઉત્તરાધ્યયન વગેરે સુત્રોની ભાષાની અપેક્ષાએ તેની ભાષા મોડા યુગની ભાષા કહી શકાય. આ સૂત્રના ગદ્યમાં કોઈ લાંબો સમાસ આવતો નથી. આ દૃષ્ટિએ એ વિવાઈ સૂત્રથી જુદું પડે છે. વિપાસૂત્ર કેવળ વર્ણનાત્મક સૂત્ર છે. તેમાં જૈનદર્શનની કોઈ ફિલસૂફી આવતી નથી. જૈનદર્શનના કોઈ ખાસ આચાર-વિચાર પણ તેમાં આવતા નથી. તેની રચના જૈનભદ્ર લોકના હિત ખાતર કરવામાં આવી હોય એમ જણાય છે. મહાવીરસ્વામી જે જે ગ્રામ-નગરીઓમાં વિચર્યા હતા, તે ગ્રામ-નગરીઓ, તેના ક્ષત્રિય રાજ્યકર્તાઓ, યુવરાજ, યુવરાણીઓ, ગ્રામનગર અધિષ્ઠાતા યક્ષોનાં આયતનો, ઉદ્યાનો, સાર્થવાહો, ગણિકાઓ, ગાથાપતિઓ, ચોર લોકો, ચેરપલ્લીઓ, ફૂટાગારો, ગોમંડપો, વૈદ્યો, રોગો, ઔષધિઓ, શાંતિહોમની ક્રિયાઓ, યક્ષપૂજા વગેરેનાં વર્ણનો અહીં આવે છે. અલબત્ત, ગ્રામનગરીઓનાં, ઉદ્યાનોનાં, રાજારાણીઓનાં અને યક્ષમંદિરોનાં વર્ણનો પરંપરા પ્રમાણે માની લેવાં એમ નિર્દેશક-વર્ણક શબ્દના પ્રયોગથી દરેક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે, એ ખરું છે. આપણે અત્યારે એમ તો ન માની શકીએ કે તે વખતનાં બધાં વર્ણનો એકસરખાં જ હશે. એ પરિપાટી તો વ્યાખ્યાતા અને શ્રોતાજન, બંનેની સગવડ સાચવવા માટે અને વ્યાખ્યાનોને રસભર કરવા માટે, ઇરાદાપૂર્વક અવધારવામાં આવેલી હતી. આ વિવેચનાના પ્રસંગે એક બીજો સાવચેતીનો સૂર મૂકવાની જરૂર રહે છે : અધ્યયનોના વિયભૂત જીવ-આત્માઓ દોડાદોડી સાગરોપમનાં નારકી કે દેવલોકી આયુષ્યો ભોગવી, મનુષ્ય, તિર્યંચ વગેરે ભવો હસ્તિનાપુર, વારાણસી વગેરે નગરીઓમાં કે વૈતાદ્ય પર્વત ઉપર કે ગંગાતટ ઉપર કરે અને એ નગરીઓ, પર્વતો, નદીઓ મહાવીરના સમયમાં હોય તેમ આટલા કલ્પનાતીત કાળે પણ અસ્તિત્વમાં રહી શકી હોય, તે વાત આપણે અત્યારે નદીઓ મહાવીરના સમયમાં હોય તે લાશ, ઉત્તર- ન વગેરે સત્રોની ભાષાની ૧૫
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy