________________
જેન યુગ
૧૪.
સપ્ટેમ્બર ૧૯૫૯
એક જમની વધુ પડતી ભૂલની અનેક ભવો સુધી કારમી શિક્ષા
માં ઉત્પત્તિ, પુષ્પમિત્ર નામ, બૌતેરલાખપૂર્વનું આયુષ્ય અને આયુષ્યના છેલ્લા ભાગમાં ત્રિદંડિકપણાનો સ્વીકાર કરી અંતે આયુષ્ય પૂર્ણ થતાં સાતમા ભવમાં સૌધર્મદેવલોક. માં મધ્યમ આયુષ્યવાળા દેવ તરીકે ભગવાન મહાવીર ઉત્પન્ન થાય છે. ત્યાર બાદ આઠમો ભવ દૈત્યસન્નિવેશ નામનું સ્થાન, અનિઘોત નામે વિમ, ચોસલાખપૂર્વનું આયુષ્ય અને પ્રાતે ત્રિદંડિકપણું, નવમા ભવે ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળા દેવ, દશમો ભવ મન્દર સન્નિવેશ નામના સ્થાનમાં અગ્નિભૂતિવિપ્ર, છપન લાખ પૂર્વનું આયુષ્ય અને આયુષ્યના છેલા ભાગે ત્રિદંડિક ધર્મનો સ્વીકાર, અગિયારમા ભવે સનકુમાર દેવલોકમાં મધ્યમ આયુ સ્થિતિ વાળા દેવ, બારમા ભવે એતાબિકા નગરીમાં ભારદ્વાજનામે વિપ્ર, ચુમ્માલીશલાખપૂર્વનું આયુષ્ય, આયુષ્યના પ્રાન્તભાગે ત્રિદંડિકપણાનો સ્વીકાર, તેરમા ભવે ચતુર્થમાહેન્દ્ર દેવલોકમાં મધ્યમ આયુઃસ્થિતિવાળા દેવ, ચૌદમા ભવે રાજગૃહ નગરમાં સ્થાવર નામે વિપ્ર, ચોત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય તેમજ પ્રાતે ત્રિદંડિક વેષને ધારણ કરી, પંદરમા ભવે પંચમ બ્રહ્મદેવલોકમાં મધ્યમ આયુષ્યસ્થિતિવાળા દેવ તરીકે ભગવાન મહાવીર પ્રભુનો આત્મા અવતાર ધારણ કરે છે. અને બ્રહ્મદેવલોકમાં દેવભવનું આયુષ્ય પૂર્ણ થયા બાદ સોળમાં ભવે રાજગૃહ નગરમાં વિશાખનન્દી રાજાના અનુજબંધુ વિશાખભૂતિ યુવરાજની રાણી ધારિણીની કથિી વિશ્વભૂતિરાજકુમાર તરીકે જન્મ પ્રાપ્ત કરે છે.
મરિચિના ભવમાં કરેલા કુલમદના કારણે બંધાયેલ નીચગોત્રના પ્રભાવે પંદરમા ભવ પર્યત જ્યારે જ્યારે મનુષ્યપણું પામ્યા ત્યારે ભિક્ષાવૃત્તિના નિમિત્તે અપ્રશસ્ત ગણાતા બ્રાહ્મણકુળમાં જન્મ થવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. ત્રિદંડિકવેષનો સ્વીકાર અને ઉન્માર્ગદેશના–જન્ય દર્શન મોહનીય કર્મના કારણે અસંખ્ય વ પર્યત ભગવંત મહાવીરનો આત્મા સમ્યગદર્શન અને તેના અનન્ય સાધન સુદેવ, સુગુરુ અને સુધર્મથી વંચિત રહેવા ઉપરાંત દરેક મનુષ્યના ભવમાં મોક્ષની પ્રાપ્તિમાં પ્રતિબંધક આચાર-વિચારોથી યુક્ત ત્રિદંડિકપણું પામ્યા. જીવનમાં સંજોગવશાત ધર્મની આરાધના કદાચ અહ૫ પ્રમાણમાં થાય અથવા ન પણ થાય તો તેટલા માત્રથી આત્માનું વધુ પ્રમાણમાં અહિત થતું નથી. પરંતુ શુદ્ધધર્મ માર્ગથી વિપરીત-શ્રદ્ધા અને ઉન્માર્ગ દેશનાનું આવેશભ સ્થાન આવી જાય તો મરિચિના આત્માની માફક અસંખ્ય કાળ પર્યત આત્મકલ્યાણના અનુકૂળ સાધનોથી તે આત્માને વંચિત રહેવું પડે છે. ભગવંત મહાવીર પ્રભુના સત્તાવીશ સ્કૂલ ભવો પૈકી પંદર ભવો અને તેમાંના જીવનપ્રસંગોને અનુસરતું વિવેચન અહીં પૂર્ણ થાય છે. સોળમા ભવનો વૃત્તાંત હવે પછીના પાંચમા લેખાંકમાં રજૂ કરવામાં આવશે.
S