________________
૧૨
સપ્ટેમ્બર ૧૯૫૯
જૈન યુગ
પ્રાપ્ત થાય છે. સિવાય ઘણાખરા આત્માઓને તો ચારિત્ર જેવા ચારિત્રનો સ્વીકાર કર્યા બાદ પ્રમત્તદશાના યોગે આરોહ અવરોહનો ક્રમ એકભવ નહિ પરંતુ અનેક ભવો પર્યત ચાલે છે, અને એ પ્રમાણે અનેક ભવો પર્યંત એ આરોહ-અવરોહનો ક્રમ ચાલ્યા બાદ એક ભવ એવો પ્રાપ્ત થાય છે કે તે ભવમાં એ ઉત્તમ આત્માને અપ્રમત્ત ભાવના કારણે કેવળ આરોહની અનુકૂળતા પ્રગટ થાય છે અને અંતે નિર્વાણપદનો તે અધિકારી બને છે. સમ્યગુદર્શનાદિ કોઈપણ ગુણ પ્રગટ થયા બાદ પ્રથમથી જ તે ગુણ અતિચાર વિનાના અર્થાત્ યત્કિંચિત પણ દૂષણ વિનાના નથી હોતા. ક્ષયોપશમ ભાવના ગુણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિનો સંભવ અવશ્ય રહેલો છે. બિલકુલ નિરતિચારપણું તો ક્ષાયિક ભાવે સમ્યગદર્શનાદિ ગુણો પ્રગટ થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. ફક્ત વિશેષતા એટલી છે કે વ્રતાદિગ્રહણ કર્યા બાદ મુમુક્ષુ આત્મા ગ્રહણ કરેલાં વ્રતોમાં અતિચારાદિ ન લાગે તે માટે સદાય સાવધાન રહે, તેવા વાતાવરણથી દૂર રહે અને અખંડ ગુર કુળવાસનો સ્વીકાર કરે. એમ છતાં પ્રમાદના કારણે અતિચારાદિ લાગે તો તેની આલોચના કરવાનું ન ચૂકે. પ્રભુના પવિત્ર શાસનમાં સવાર સાંજ તેમ જ પાક્ષિક ચાતુર્માસિક અને વાર્ષિક (સંવત્સરી) પ્રતિ- ક્રમણની જે વ્યવસ્થા છે તે પોતાના વિશદ્ધ જીવનમાં લાગેલા અતિચારોની આલોચના કિંવા પાપાચરણના પશ્ચાત્તાપ માટે જ છે. આલોચના કિંવા પ્રતિક્રમણ એ અનુપમ આત્મનિરીક્ષણ છે. જો જાગૃતિપૂર્વક થાય તો જીવનશોધનનું એ અજબ સાધન છે. વિશુદ્ધ જીવનના વ્યવહારમાં ખલના ન થવા દેવી એ સર્વોત્તમ છતાં ઘણી મુશ્કેલ બાબત છે. આત્માની નબળાઈ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે ખલના કદાચ થઈ જાય તો તેટલા માત્રથી નાસીપાસ થવાની જરૂર નથી. ખલના થયા બાદ ખલનાનું ખેલનારૂપે ભાન થવું, અને એ પ્રમાણે ભાન થયા બાદ થયેલી ખલનાઓ માટે આલોચના પ્રતિક્રમણાદિ પ્રાયશ્ચિત્તનો ઉપયોગ કરી લેવો તેમ જ જીવન વિશુદ્ધ બનાવવું એ પણ મુમુક્ષુ આત્મા માટે આત્મકલ્યાણનો જ માર્ગ મહાપુરુષોએ જણાવ્યો છે. જીવનમાં હંમેશાં ઉપર મુજબ આત્મનિરીક્ષણ ન થઈ શકે તો ૫ખવાડિયે, ચાર મહિને, બાર મહિને છેવટે આયુષ્ય પૂર્ણ થવા પહેલાં તો આત્મનિરીક્ષણ સ્વરૂપ આલોચના થઈ જ જવી જોઈએ. ગ્રહણ કરેલાં વ્રતોમાં અતિચારાદિ લાગવા છતાં અંતઃ-
કરણની વિશુદ્ધિથી છેવટે અંતિમ સમયે પણ જે ભાગ્યવાન આત્મા આલોચના કરી લે તો તે આત્મા આરાધક ગણાય છે. અને ગ્રહણ કરેલાં વ્રતોમાં લાગેલા અતિચારાદિની અથવા વ્રતો ગ્રહણ કરવા સિવાય જીવનમાં લેવાયેલા અનાચારોની આલોચના-પશ્ચાત્તાપમિથ્યાદુકૃત વગેરે પ્રાયશ્ચિતની પ્રવૃત્તિ જે કોઈ કરતો નથી તે આત્મા વિરાધક ગણાય છે. મરિચિને અંતિમ સમયે આલોચનાનો અભાવ
મરિચિ માટે પણ આવા વિરાધક ભાવનો જ પ્રસંગ પ્રાપ્ત થયો છે. પરિવ્રાજક વેષનો સ્વીકાર, કુલદ કરવાનો પ્રસંગ અને ઉત્સુત્રપ્રરૂપણા વગેરે વિપરીત માર્ગની આચરણ થઈ ગયા બાદ પણ આયુષ્ય પૂર્ણ થવા પહેલાં જે એ વિપરીત પ્રવૃત્તિ માટે અંતઃકરણમાં સાચી રીતે પશ્ચાત્તાપ થવાપૂર્વક આલોચનાનો પ્રસંગ પ્રાપ્ત થયો હોત તો તો મરિચિનું જીવન પણ આરાધક ભાવનું અધિકારી બની જાત! પરંતુ મરિચિને મોહનું પ્રાબલ્ય હતું. એના કારણે ચારિત્રગ્રહણ કર્યા બાદ સંયમ અને શ્રદ્ધા બનેથી ભ્રષ્ટ થવાય તેવી ત્રિકરણુયોગે પ્રવૃત્તિ થઈ. શુદ્ધ માર્ગમાંથી ખસી પરિવ્રાજકપણાનો સ્વીકાર એ સંયમભ્રષ્ટતા હતી. અને કપિલ પાસે ઉસૂત્રપ્રરૂપણા કરી તે શ્રદ્ધાથી ભ્રષ્ટતા હતી. એ ઉભય પ્રકારની શોચનીય પરિસ્થિતિ પ્રાપ્ત થયા બાદ અંતિમ સમયે અર્થાત આયુષ્ય પૂર્ણ થવા અગાઉ આલોચના કર્યા સિવાય જ મરિચિ પરલોકમાં પહોંચી ગયા એ અનાલોચના ઉભા ભ્રષ્ટતાથી પણ અધિક પ્રમાણમાં આત્માના અધઃપતનનું કારણ હતી. મરિચિ પંચમ બ્રહ્મદેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા એટલે આપણી વર્તમાન દષ્ટિએ પંચમ બ્રહ્મદેવલોકનું સ્થાન ઘણું ઊંચું લાગે–પણ મરિચિની હયાતીનો સમય–અને તેમાં પણ સંયમાદિની પ્રાપ્તિની અપેક્ષાએ એ સ્થાન ઘણું નીચું હતું.
અંતરંગ વિકાસ ઉપર સ્થાનની ઉગ્રતાનો આધાર છે.
એક વાર માની લઈએ કે બ્રહ્મદેવલોકનું સ્થાન ઊંચું હતું તો પણ તે બાહ્ય સુખની અપેક્ષાએ ઊંચું સમજવાનું, પરંતુ આધ્યાત્મિક-અંતરંગ જીવનની અપેક્ષાએ ઊંચું સ્થાન સમજવાનું નથી. એક મિથ્યાદષ્ટિ આત્મા બાહ્ય કષ્ટક્રિયાના કારણે પાંચમા દેવલોકથી પણ ઘણા ઊંચા ગણતા નવમ શ્રેયકના સ્થાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. જ્યારે બીજે આત્મા તપ-જપ-વ્રત-પચ્ચકખાણ વગેરેની