________________
સ
મા
ચા ૨
સં ક લ ન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
કેળવણી ક્ષેત્રમાં ઉત્તમ સેવા અર્પતી આ સંસ્થાની સ્થાપના ઈ. સ. ૧૯૧૫માં સ્વ. આચાર્ય શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી થઈ હતી. તેનો લાભ લઈ અનેક નવયુવાનોએ પોતાની કારકિર્દીને ઉજજવળ બનાવી છે અને વિવિધ ક્ષેત્રોમાં આગળ આવી પોતાની તેમ જ સંસ્થાની કીર્તિને વિભૂષિત કરી છે.
કેળવણીના ક્ષેત્રમાં માધ્યમિક શિક્ષણ માટેની મદદથી માંડી પરદેશમાં વિશિષ્ટ અભ્યાસ માટેની સહાય કરવા પ્રયત્ન કર્યો છે. એક દીપક બીજા દીપકને પ્રગટાવે તેમ એકમાંથી અનેક શાખાઓ–અમદાવાદ, વડોદરા, પુના-અસ્તિત્વમાં આવી છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીઓએ પૂર્વવિદ્યાથઓને સંબોધી એક વિજ્ઞપ્તિ બહાર પાડેલ છે, જેમાં જણાવવામાં આવેલ છે કે –
“સંસ્થાએ જે કાંઈ સિદ્ધ કર્યું છે તે કરતાં તેણે હજુ જે કરવાનું બાકી છે તે વિશેષ મહત્ત્વનું છે. ગત સિદ્ધિઓના આનંદ કરતાં ભાવિ યોજનાઓના અમલની હાલ વિશેષ ચિંતા છે. તે અંગેનો વિચાર કરતાં અનેક ચિત્રો દષ્ટિ સમક્ષ તરવરી રહે છે. અમદાવાદમાં ખરીદેલ જમીન પર નવું અને સુંદર વિદ્યાર્થીગૃહ બાંધવાનું છે, વડોદરામાં વિદ્યાર્થીગૃહને વિશાળ બનાવવાનું છે તથા ત્યાં સભાગૃહ અને અતિથિગૃહનું નવું બાંધકામ કરવાનું છે. પુનાની વિશાળ જગા પર ઓછામાં ઓછો એક નવો બ્લેક બાંધી વધુ વિદ્યાર્થીઓ રાખી શકાય એવી વ્યવસ્થા કરવાની છે. પરદેશ અભ્યાસ અંગેની સહાય માટે સંગીન ભંડોળ એકઠું કરવાનું છે તેમજ દરેક શાખામાં અભ્યાસને લગતાં પુસ્તકો વસાવી સમૃદ્ધ પુસ્તકાલયો બનાવવાની તથા સાહિત્યપ્રકાશન અગેની યોજનાઓનો અમલ કરવાનો છે.”
ઉપર્યુક્ત જવાબદારીઓ અદા કરવા માટે સંસ્થાને ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર છે. આ ભંડોળ એકત્રિત કરવાનું કાર્ય સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ ધારે તો સહેલાઈથી કરી શકે એવી અમારી શ્રદ્ધા છે. સંસ્થામાં અભ્યાસ કરી ગયેલ લગભગ ૧૮૦૦ ઉપરાંતના ગ્રેજ્યુએટ અને અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી-
ઓમાંથી તમારા જેવા ઘણા ભાઈઓ જીવનમાં સારી રીતે સ્થિર થયા છે, એટલું જ નહિ પણ સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરેલ છે. વળી સંસ્થાનો લાભ પામેલ વિદ્યાર્થી તેને મળેલ સહાયની ઉપયોગિતા ખૂબ સારી રીતે સમજી શકે એ સ્વાભાવિક છે; અને સંસ્થા તેમની પાસેથી સહકારની અપેક્ષા રાખે તે જરાપણ વધારે પડતી નથી...દરેક વિદ્યાર્થીબંધુ જે સંસ્થાને ઓછામાં
ઓછા રૂ. ૫૦૦) રૂપિયા પાંચસો પોતે આપે અગર મેળવી આપે તો અમને ખાતરી છે કે પાંચ લાખ રૂપિયા તો શું પણ તેથી વધારે રકમ સંસ્થા માટે એકત્ર કરી શકાય. આ રીતે આ કાર્ય કોઈને ઉપર ખાસ બોજારૂપ થયા વગર સહેલાઈથી થઈ શકે એમ છે.” ૫. શ્રી પુણ્યવિજયજી મહારાજ
આવતા માસમાં મળનાર ગુજરાત સાહિત્ય પરિષદના ઈતિહાસ વિભાગના પ્રમુખ તરીકે આગમપ્રભાકર પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજની વરણી થઈ છે. ૫. સુખલાલજી
ઓક્ટોબર માસમાં મળનાર ગુજરાતી સાહિત્ય પરિષદના વિભાગીય પ્રમુખોમાં પં. સુખલાલજીની તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે વરણી થએલ છે. પ્રાચીન જૈન મૂર્તિઓ
અમદાવાદમાં ગીતામંદિર રોડ ઉપરની કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બાંધકામ અંગેના ખોદકામ દરમિયાન તાજેતરમાં કેટલીક પ્રાચીન જૈન મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ પર “સંવત ૧૬૫૨, કાર્તિક સુદ ત્રીજ” દર્શાવવામાં આવેલ છે.
ધારાહાર (અલમોડા)માં હળ ચલાવતાં એક ખેડૂતને પોતાના ખેતરમાંથી શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની કલામય મૂર્તિ મળી છે. ૧૧મી સદીમાં આ સ્થળે એક જિનમંદિર હોવાનું મનાય છે.
બલાડ (ખ્યાવર-રાજસ્થાન) ગામમાંથી મોટાસિંહ સવાઈ સિંહ રાવતના મકાનમાંથી શ્રી આદિનાથપ્રભુ, શ્રી શ્રેયાંશનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની આચાર્ય
રાવતના માનમાંથી બાનિ પણ