________________
જૈન યુગ
૩૨
જાન્યુઆરી ૧૯૫૯
તો પછી શું સુજસેવેલીને અપ્રામાણિક ઠરાવીને ઉપાધ્યાયજીની દિવ્યકથા અને જીવનપ્રભાને ખોટી ઠરાવવા કે ઝાંખી પાડવાનો કોઈ તેવી વ્યક્તિએ સાચી સાલોને છેકી, ખોટી લખી નાંખવાનો હીણપત ભર્યો પ્રયત્ન કર્યો હશે ખરો ?
આ શંકા મને થઈ અને એ માટે તેની અસલ પ્રતિ મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ એ પ્રતિ જે ભંડારમાં હતી ત્યાંથી ગુમ થઈ ગયાનું જાણ્યું. એ પ્રતિ ભવિષ્યમાં પ્રાપ્ત થાય અને એની પાડુલિપિની ચકાસણી થાય, પછી વધુ નિર્ણય ઉપર આવી શકાય.
નિષ્કર્ષ એ આવ્યો કે ઉપાધ્યાયજી ભગવાનનું આયુષ્ય પટના આધારે ૯૦ થી ૧૦૦ વર્ષનું અને સુજલીભાસ ' ના આધારે લગભગ ૬૪ વરસનું આવે છે. ગણિપદ અંગેના વિશે :
૧. ભૂતકાળમાં પદવી અંગેની દશવર્ષની સામાચારીની ઉત્સર્ગમર્યાદાઓને, કોઈ કોઈ અસાધારણપ્રભાવશાળી અને પ્રભાવક વ્યક્તિઓ માટે, ગૌણ કરી, અપવાદમાર્ગે દીક્ષા દીધા બાદ પાંચ સાત વર્ષની અંદર પણ ગણિત શું–ચાવત આચાર્ય પદ પ્રદાન કર્યાના દાખલાઓ પણ આપણે ત્યાં નોંધાયા છે. ને તે પાછા સુવિહિત પુરુષોના હાથે અને સુયોગ્ય વ્યક્તિઓ માટે. જો આવા આપવાદિક માર્ગે ઉપાધ્યાયજી માટે કદાચ પદપ્રદાન થયું હોય તો અસંભવિત નથી. આ માન્યતાનો જે આદર કરીએ તો ઉપરની પટ ગણત્રીમાંથી બહુ બહુ તો પાંચેક વર્ષ ઓછાં કરી શકાય.
૨. વળી કેટલાક એવી પણ શંકા ઉઠાવે છે કે-ભક્તિ, લાગણી કે મોહથી સામાચારીની મર્યાદા કે પદપ્રદાન વિધિ સાચવ્યા સિવાય પદવીઓની નવાજેશ કરવાનું, ને આજે જેવી દુ:ખદ ને શરમજનક ઘટનાઓ બને છે તેવું કાં ન બન્યું હોય ? પણ આનો જવાબ એ છે કે, આપણા ઉપાધ્યાય માટે તો આવો કશો જ સંભવ
નહતો-નથીજ; અને આવા મહર્ષિ આ રીતની નવાજેશ સ્વીકારે એ કોઈ કાળે સંભવિત પણ નથી. અલબત્ત એમની જાણ બહાર બીજાઓ એમના નામ આગળ ગમે તે બિરુદો લગાડે તે સંભવિત છે.
૩. એ પણ તર્ક થઈ શકે છે, ઉપાધ્યાયજીને ઝાંખપ લગાડવા, વિરોધીઓએ તેમના નામે જેમ કેટલીક ખોટી કૃતિઓ ચઢાવી દીધી, એવોજ સિંઘચાલકીનો અખતરો આવી પુપિકાઓમાં પણ કર્યો તો નહીં હોય ?!
આ તમામ શંકા-કુશંકાઓનો અંત ક્યારે આવે? તો તેઓશ્રીએ અંતમાં સૂચિત કરેલ સંવતવાળી અટારમાં શૈકા પહેલાંની સ્વરચિત કૃતિઓ મળી આવે ત્યારે જ. પણ આપણું માટે દુર્ભાગ્યની ઘટના એ છે કે, પ્રાચીન મહાપુરુષો આજની જેમ “આત્મકથા' લખવામાં રસ ધરાવતા ન હતા, તેથી તેમના જીવનની ઘટનાઓની ખાસ નોંધો આપણને મળતી નથી. જૈનશ્રમણોની આધ્યાત્મિક પરંપરાને આપણા ઉપાધ્યાયજી પણ અનુસર્યા છે; એટલે તેમના જીવનને લગતી કશી હકીકતો જેમ મળતી નથી, તેજ રીતે તેઓશ્રીના કવન (ગ્રન્થો)ની જન્મસંવત પણ આપણને બહુ જ ઓછી ઉપલબ્ધ થાય છે.
શ્રુતકેવલી” જેવા મહર્ષિઓનું પણ સ્મરણ કરાવે તેવા આ મહાપુરુષની જીવન-ગાથા, શું તેઓશ્રીના શિષ્યો કે સમકાલીન ગુણજ્ઞશ્રમણોએ નહીં જ કરી હોય? જે એનો જવાબ ના માં હોય તો ખરેખર આપણા માટે એ વસ્તુ કોયડો બની જાય છે. અને જે કરી હોય, તો કાં કાળનો કોળીઓ બની ગઈ હોય, અથવા ખૂણેખાંચરે પ્રકાશનો રાહ જોઈ રહી હોય ! અસ્તુ !
વિદ્વાનો ઉપરની હકીકતો વિચારે અને સહાયક કે નિર્ણયાત્મક ઉલ્લેખો કે અન્ય પુરાવાઓ મળે તો મને જણાવવા અથવા તો જાહેર કરવા મારી સાદર વિજ્ઞપ્તિ છે.