________________
જૈન યુગ
૩૧
જાન્યુઆરી ૧૯૫૯
પણ સુજલી કાર શું કહે છે તે પણ સ્પષ્ટ સમજી લઈએ—તેઓ જન્મની સાલ જણાવતા નથી, પણ
વિજયદેવગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ; સંવત સોલ અઠયાતિજી, કરતાં યોગ અભ્યાસ.' આ પદ્યથી ૧૬૮૮માં તેમની વડી દીક્ષા થયાનું જણાવે છે, પણ ૧૬૮૮માં લઘુ દીક્ષાની સાલ નોંધતા નથી, એમ છતાં
સંવત સોલ અઠયાસજી, રહી કુણગિરિ ચોમાસ, શ્રીનયવિજય પંહિતાવરૂ જી, આવા કહોડે ઉલાસિ.” આ પઘથી ૧૬૮૮માં નવિજ્યજી “કન્હો પધારેલ છે. અને એજ સાલમાં પાટણમાં વડી દીક્ષા થાય છે, એટલે દીક્ષા ની સાલ ૧૬૮૮ની હતી, એ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. ભાસના કથન મુજબ દીક્ષા-વડીદીક્ષાની સાલ ૧૬૮૮ છે. તો દીક્ષા વખતની ઉમ્મર કેટલી ? તો આ નિર્ણય માટે બીજું કોઈ સાધન નથી. પરંતુ ભાસકાર-- “લઘુતા પણ બુદ્ધ આગળોજી, નામે કુમાર જસવંત,”
આમાં લઘુતાને કુમર એ બે શબ્દ જોતાં તેઓ નાની ઉમ્મરના હતા, ને કુમાર શબ્દથી તેઓ “કુમાર” હતા તે વાત નિશ્ચિત કરે છે. કુમારઅવસ્થા હોવાથી આઠ વર્ષથી અધિક વય ગણાવી જોઈએ, એટલે નવેક વર્ષની વય અંદાજી શકાય.
દીક્ષાની ૧૬૮૮ની સાલમાંથી નવ વર્ષ બાદ કરીએ તો, ૧૬૭૯ની સાલ જન્મ સમય માટે અંદાજી રોકાય.
હવે સુજલીભાસકાર ત્યાર પછી તેમની ઉપાધ્યાય પદની ૧૭૧૮ ની સાલનો અને--
“સત્તરયાલિ ચોમાસું રહ્યા, પાઠક નગર ડભોઈ રે, તિહાં સુરપદવી અણુસરી, અણસણિકરિ પાતકોઈ રે” આ કડીથી ૧૭૪૩માં ચોમાસું કર્યાનો સ્પષ્ટ ઉલેખ
૧૭૪૪ હોય, અને તે ન કરે એ સંભવિત નથી, ને બુદ્ધિગમ્ય પણ નથી.
ચોમાસાનો ઉલ્લેખ કરી તુરત જ તેઓ સ્વર્ગની વાત જ્યારે કરે છે ત્યારે એમ સહેજે લાગે કે સ્વર્ગવાસ ચાતુર્માસમાં જ કર્યો હોવો જોઈએ. અને એ જ કારણસર તેમને બીજી સાલ જણાવવાની જરૂર પણ ક્યાંથી હોય? ત્યારે સુજસેવેલીનો આધાર લઈને આગળ ૧૬૭૬,નો આનુમાનિક જન્મસમય જણાવ્યો છે. ને સ્વર્ગવાસ ૧૭૪૩ નો નક્કી કરીએ છીએ. બંને વચ્ચેનો સમય ગણતાં લગભગ ૬૪, વર્ષનું આયુષ્ય સંભવિત બને છે.
હવે આ સંજોગમાં પટના ઉલ્લેખને વધુ વજન આપવું કે સુજસેવેલીના ઉલ્લેખને? એમ સહેજે તર્ક થાય; પણ આનો ચોક્કસ કે વધુમાં વધુ પ્રામાણિકપણે જવાબ આપવા માટે થોડો સમય રાહ જોવી એ જ શ્રેયસ્કર છે. કારણ કે ભવિષ્યમાં કંઈને કંઈક આશાસ્પદ સાધનો મળવા સંભવ છે.
આમ છતાં પટના ઉલ્લેખને વધુ વજનદાર ઠરાવતા બીજા ઉલ્લેખો પણ મલ્યા છે.
મહોપાધ્યાય શ્રી. યશોવિજ્યજીની પોતાની માલિકીની કેશવમિશ્રકૃતિ સર્જમા”ની કૃતિનાં અન્તમાં ૧૬૬૫ની સાલનો, તેમ જ “રામદ્રાના સ્વાધ્યાય” જે ઉપાધ્યાયજીએ પોતે જ લખી છે, તેમાં ૧૬૬૯ નો ઉલ્લેખ છે. આ અને આવા અન્ય ઉલ્લેખો ચિત્રપટની સાલને જ પ્રામાણિક ઠેરવી રહ્યા છે.
આથી “સુજસેવેલી ”ની રચના શું ખોટી છે? તો તેનો જવાબ “નામાં છે, કારણ કે તેમાંની અન્ય હકીકતો તદ્દન સાચી છે એમ બીજી રીતે ચકાસતાં સ્પષ્ટ માલુમ પડી આવે છે. સુજલીની સચ્ચાઈનું સમર્થન કરતો પુરાવો ઉપાધ્યાયજી ભગવાને પોતે જ એક ગીત માં કર્યો છે. - “પઢ પઢ કઈ રિઝાવત પરવું, કષ્ટ અષ્ટ અવધાનમ”
અહીંઆ પોતે અષ્ટઅવધાનકાર હતા, એમ જણાવે છે. ને એજ વાત સુજલીકાર કાતિવિજયજી
“સાધિ સાખિ સંઘનેજી, અષ્ટ મહાઅવધાન” આ પઘથી જણાવે છે.
પણુ અણુસણું કરી સુરપદવી સ્વર્ગવાસ કયારે કર્યો ? તે અંગે કશી જ સ્પષ્ટતા કરતા નથી. શું ૧૭૪૩ના ચોમાસામાં જ કર્યો કે ચોમાસું પૂર્ણ થયા બાદ ૧૭૪૪માં કર્યો ? “તિહાં” શબ્દથી તો ડભોઈમાં કર્યો એ વાત સૂચિત થાય છે, પણ જયારે અંતિમ ચોમાસાની સાલનો જે લેખક ઉલ્લેખ કરે તે લેખક સ્વર્ગવાસની સાલ, જે ૧ આ કથનથી તો નયવિજયજીની કહોડ ચોમાસું રહ્યાની વાત
શંકાસ્પદ બને છે. ને જે ચોમાસું રહ્યા ન હોય, તો પછી ઉપાધ્યાયજીના સંસારી માતુશ્રી ચાતુર્માસમાં ભક્તામર સ્તોત્ર નયવિજયજી પાસે જ સાંભળવા જતા હતા, એ પ્રવાદ ચાલ્યો આવે છે તેનું શું?
* પટને ફરતી પુલ્પિકા ખુદ નયવિજયજીની પોતાની જ છે કે
કેમ ? અન્ય પ્રાપ્ત પુરાવાઓ સંપૂર્ણ વિશ્વસનીય છે કે કેમ ? ઈત્યાદિ બાબતો તપાસ હેઠળ છે,