________________
જેન યુગ
૨૯
ઑગસ્ટ ૧૯૫૦
એટલે મૂર્તિશિલ્પવિન લાંછન જોયા વિના જ તુરતજ કહી દેશે કે “આ મૂર્તિ ભગવાન શ્રી ઋષભદેવની છે? તેનું બરાબર પાલન થતું આવ્યું છે.
પણ સખેદ કહેવું પડે છે કે આ ૨૦ ને ૨૧ મી સદીમાં ભરાવાતી મૂર્તિઓમાં કયાંક કયાંક આ પ્રથાનો ભંગ થયેલો પણ જોવા મળ્યો છે. આ લટ કરવાનું પ્રયોજન શું?
ભગવાન શ્રી ઋષભદેવ આ યુગના પ્રારંભના આદિ જૈન તીર્થંકર છે. અને આ પ્રભુનો મહિમા પ્રાચીન કાળમાં એટલો વિસ્તારને પામ્યો હતો કે અજૈનોએ પણ એમને પોતાના અવતારમાં દાખલ કરી પોતાના ઉપાય ઈશ્વર તરીકે જાહેર કર્યા હતા.
આ ભગવાન, જ્યારે સંસારની મોહ-માયાનો સર્વથા ત્યાગ કરી ચારિત્ર-દીક્ષા લઈ રહ્યા હતા ત્યારે, જૈન સાધુ થવાના નિયમ મુજબ લોચ (એટલે દાઢી મૂછ અને મસ્તકના કેશ કાઢવાની ક્રિયા) કરી રહ્યા હતા. અતુલ પરાક્રમી ભગવાને મૂડી વડે લોચ શરૂ કર્યો, એ વખતે સ્વર્ગલોકના ઈન્દ્ર પાસે હતા. ભગવાને મસ્તકના ૩ ભાગના વાળનું લુચન કર્યું એટલે શકે છે વિનંતી કરી કે ભગવાન ! હવે આ થોડા વાળ રહેવા દો; કંચન જેવી આપની કાયા ઉપર તે અતિ સુંદર શોભે છે. મારી વિનંતીનો સ્વીકાર કરીને પણ આટલું રહેવા દો. ભગવાને આ વિનંતી સ્વીકારી અને અમુક કેશની લટો રાખી મૂકી. એ પ્રસંગને અનુસરીને કહો કે એની સ્મૃતિમાં કહો, શ્રી ઋષભદેવની પ્રતિમાઓમાં કેશલટો કે તેનું
સ્મરણ કરાવે તેવું ચિહ્ન, ખભા ઉપર દાખલ કરવાની પ્રથા સેંકડો વર્ષથી ચાલી આવે છે.
૩. પ્રતિમાજીનું લાંછન દેખાતું ન હોય, તે પ્રસ્તુત ચિહ્નનું જ્ઞાન ન હોય, એના કારણે ઘણાએ જિનમંદિરોમાં શ્રી ઋષભદેવજીની પ્રતિમાને બીજા નામથી જ ઓળખાવેલી હોય છે,
કે
ક
.
*
"
--
-
મથુરા શ૯૫