SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૨૮ ઑગસ્ટ ૧૯૫૯ વિ. સં. ૧૬૪૮ માં શ્રી લલિતપ્રભસૂરિજીએ રચેલી પાટણ ચિત્યપરિપાટીમાં મંદિર અને મૂર્તિની સંખ્યાનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે કેઃ ચાણસમઈ તે પૂજઈનું ભલું શ્રી પાસ રે, ચત્રિીસ પડિમા નિરખતાં તું પુગી મનની આશ રે. અઢારમા સૈકામાં ઉપા. શ્રી મેઘવિજયજીએ તીર્થ માળામાં નોંધ્યું છે, “ચાણસમા ધન એ ભટેવઉ ભગવાન” આમ જુદા જુદા ઉલ્લેખો મળે છે. ચિત્ર નં. ૨ નો પરિચય ચિત્ર નં. ૨નું શ્રી જિનબિંબ પહેલી જ નજરે દર્શકનાં દિલને ડોલાવી દે તેવું છે. આ પ્રતિમા અત્યાકર્ષક, નમણી, નાજુક અંગોપાંગ ધરાવતી, સપ્રમાણ ને એથી જ સુંદર સંસ્થાનવાળી કમનીય ને ભવ્ય છે. એની બેઠકનો ઠસ્સો જ કોઈ અનોખો છે. કુશળ શિલ્પીએ નિરાંતના સમયે ઘડી છે. ને વધુ કહું તો કલાકારે ખરેખર એમાં પ્રાણ પૂર્યા છે. કરનાર કરાવનાર બંનેયને વિશિષ્ટ પરિચય આ મૂર્તિમાં કોડીની આંખો ચઢાવેલી નજરે પડે છે. આ પ્રથા પૂર્વ ને ઉત્તરમાં વિશેષ છે. દક્ષિણમાં પણ છે. પરંતુ પશ્ચિમમાં એટલે આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ વગેરે પ્રદેશમાં સમૃદ્ધ જૈનોના કારણે કે અન્ય કારણે કુંદનના ઉંચા કાચની બનાવેલી નવી બનાવટીર ઉપચક્ષુઓ મૂર્તિઓ ઉપર લગાડેલી હોય છે. ત્યાર પછી તુરતજ આપણું ધ્યાન મૂર્તિના બંને ખભા ઉપરના (લશ્કરી સેનાપતિઓને જેમ હોય છે તેવા) ત્રણ ત્રણ મોગરાઓ ઉપર જાય છે. પરંતુ વસ્તુતઃ શ્રી ઋષભદેવ ભગવાનના મસ્તકની લટના એ સૂચક છે. યદ્યપિ પ્રાચીન કાળથી લઈ આજ સુધીની પ્રાપ્ય શ્રી ઋષભદેવ કે શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિઓ ઉપર કેશની લટ બનાવવાની પ્રથા ભિન્ન ભિન્ન રીતની જેવા જોવા મળે છે. પ્રાચીન કાળમાં ઠેઠ માથાથી સીધી ખભા કે યાવત્ છાતી સુધી લાંબી લટો બતાવવાની પ્રથા હતી. પરંતુ છેલ્લા કેટલાક સૈકાથી તો ખભા ઉપરજ લટસૂચક આકૃતિ ઉપસાવી બતાવવામાં આવે છે. અને આપણી એક પ્રાચીન પ્રથા-કે ખભે ચિહ્ન હોય ધન્ય. શિ૯૫સમય આ પ્રતિમા કેટલી પ્રાચીન છે? તેનો કોઈ પુરાવો મારી પાસે નથી. પરંતુ પ્રતિમાની ગાદીમાં જે જાતનો રસ્ટ (એક જાતનું કોતરકામ) બતાવ્યો છે ને કટિવસ્ત્ર (લંગોટ)ની અન્તિમ પાટલીને જે જાતની કરચલીઓ પાડી બતાવી છે, અને શીર્ષભાગ, કટિભાગ અને એકંદરે સમગ્ર શિલ્પ જોતાં આ પ્રતિમા–વર્તમાનમાં જેને સંપ્રતિ કાળની પ્રતિમા કહીએ છીએ તેજ ટાઈપની આ હોવાથી–ઘણી પ્રાચીન કાળની હોઈ શકે. જો કે પ્રાચીન કાળની નકલો પણ ક્યારેક થઈ છે. અને એથી પ્રત્યક્ષ પ્રતિમા જોયા સિવાય ચોક્કસ નિર્ણય તો કંઈ ન જ આપી શકાય પરંતુ પ્રતિકૃતિ ઉપરથી ઉપરોક્ત સંભાવના કરી છે. ૨. ભગવાનના ચસુના ભાગ ઉપર જે ઉપચક્ષુઓ આજે ચોંટાડાય છે તેથી બહુધા પ્રતિમાજીની મૌલિક પ્રશાંતભવ્યતામાં ઉણપ આવી જાય છે. પાષાણમાં ચક્ષુનો મધ્યભાગ ઉપસાવેલો તો હોય છે અને તેની ઉપર કુન્દનના જે ઉપચકું ચઢાવતાં તે ચક્ષુથી વધુ પડતા બહાર આવી જાય છે. એટલે ચક્ષુઓ જે કુદરતી રીતના હોવાં જોઈએ તે અકુદરતી બની જાય છે. આંખનું સ્થાન હમેશાં ખાડામાં જ હોવું જોઈએ. નહીં કે બહાર. ત્યારે વર્તમાનમાં લગાવતા ચક્ષુઓની બનાવટ જ એવી છે કે તે લગાવો એટલે પ્રાયઃ અભવ્યતા જ સર્જાય. આ માટે ચક્ષુઓ એવી રીતે બનાવવા જોઈએ કે આંખના ખાડામાં જ બરાબર ગોઠવાઈ જાય. એટલે પાછળથી ખાડો હોય જે ઉપરનો કાચ લગભગ અર્ધ ગોળાકાર જેવો હોય. આ માટે જયપુરના એક જડિયાને વાત કરતાં એ પ્રમાણે બનાવી આપવાનું કહ્યું, મને આનંદ પણ થયો. પણ તે માંદો પડતાં દેશભેગો થઈ ગયો. કોઈ સંસ્થા કે વ્યક્તિ જે આ દિશામાં પ્રયત્ન કરે તો ઘણી મોટી સેવા કરી ગણાશે. બીજું દુઃખ એ છે કે કયા માપની પ્રતિમાને કયા માપના ચક્ષુઓ લગાડવા એનો વિચાર કે વિવેક ન હોવાના કારણે ધણીએ સૌમ્ય અને ભવ્ય પ્રતિમાઓમાં અસૌમ્યતા અને અભિવ્યતાનાં દર્શન થાય છે, એમાં સુધારો થવો ઘટે. ૧. આજકાલ અંજનશલાકાઓના કારણે અનેક નૂતન પ્રતિમાઓનું સર્જન થયું અને થઈ રહ્યું છે. પણ એના ઘડતર પાછળ એક વિશિષ્ટ દષ્ટિ જો રાખવામાં આવે તો એ સર્જન એક વિશિષ્ટ કોટનું બની જાય. આજે તો બહુધા કારીગરોની બુદ્ધિ ઉપર જ બધું બેડી દેવામાં આવે છે તે યોગ્ય નથી.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy