________________
ચિત્રપરિચય
મથુરાના આ યા ગપટ્ટના સમયની જણ તી
ચાણસ્મા ની ભવ્ય મૂર્તિ
1 અને જયપુરની કમનીય મૂર્તિ
પૂ. શ્રી યશોવિજયજી મહારાજ
ચિત્ર નં. ૧ નો પરિચય અહીં નંબર ૧ વાળું ચિત્ર ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ પાસેના ચાણસ્મા ગામના ભવ્ય જિનમંદિરમાં આવેલા મૂળનાયક શ્રી. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. આ પ્રતિમાજી કેટલાં જૂનાં છે એનો સીધો પુરાવો મને મળ્યો નથી. પરંતુ આ મૂર્તિનું રમ્ય નાજુક અને જે રીતનું શિલ્પ છે એ જોતાં જ મથુરાના સુપ્રસિદ્ધ જૈન માયાવર ના કેન્દ્રમાં રહેલી મૂર્તિનું સહસા સ્મરણ થઈ આવે છે. પ્રસ્તુત મૂર્તિમાં બંને હસ્તોને જે રીતે વળાંક આપવામાં આવ્યો છે અને કોણીના ભાગોને જંઘાના લેવલથી બહાર કાઢવામાં આવ્યા છે એ જોતાં આ મૂર્તિ ઐતિહાસિક દૃષ્ટિએ બે હજાર વર્ષ પુરાણું કહી શકાય. બે હજાર વર્ષ જૂની મૂર્તિ
આ મૂર્તિ “ભૂખરા પથ્થર ” થી ઓળખાતા પથ્થરની છે અને કંકાલીટીલાના મૂર્તિઓના પાષાણને મળતી છે. એ રીતે જોતાં અને વળી માલધારીઓનું અસ્તિત્વ અને તેની મુદ્રા અને મૂર્તિનું અન્ય સમગ્ર શિલ્પ જોતાં પણ પ્રસ્તુત મૂર્તિને ઉપર જણાવ્યું તેટલી જૂની માનવામાં કોઈ વાંધો નથી. પ્રતિષ્ઠા કયારે થઈ?
ચાણસ્મા જેવા દૂર દૂરના સ્થળમાં મથુરા ટાઈ પની મૂર્તિ ક્યાંથી આવી ? તેનો વિશ્વસનીય કે સત્તાવાર ઇતિહાસ જેવો જોઈએ તેવો જાણવા મળ્યો નથી. પણ બીજી રીતે આ મૂર્તિની પ્રાપ્તિ વિષેની આખ્યાયિકા એક પદ્યમય રચનામાં જોવા મળી છે. એના કર્તા શ્રી
ભાવરત્નાચાર્યું છે અને રચના સમય ૧૭૭૦ નો જણાવ્યો છે. એમણે આ મૂર્તિ ગુજરાતના ઈડર પાસેના ભારૂઆર ગામમાં એક શ્રાવકને પોતાના ઘરમાંથી જ જમીનમાંથી પ્રાપ્ત થયાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર બાદ તે મૂર્તિ ચાણસ્મામાં લાવવામાં આવી અને ત્યાં જ મંદિર બંધાવી વિ. સં. ૧૫૩૫માં પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિમા શિપનો પરિચય - આ પ્રતિમા પદ્માસનસ્થ છે, સપ્તરૂણાલંકૃત છે. બંને બાજુએ પારિપાશ્વિકો છે. આ પરિપાશ્ચિકો ચારધારીઓ હોય તેવું લાગે છે. આ મૂર્તિના ઉપરના ભાગે બંને બાજુએ માલધારીઓ છે. આ મૂર્તિની નીચે ખાનું પાડીને બંને બાજુએ સિંહો મૂકીને સિંહાસનનો ખ્યાલ આપ્યો છે. વચમાં ધર્મચક્ર આપ્યું છે. તે સમુખ નથી પણ પ્રાચીન કાળમાં બહુધા જે રીતે કરાતું ને મુકાતું તે રીતે મૂકયું છે. એની નીચેના બીજા ખાનામાં અધિષ્ઠાયિકાદેવી તેની પારિવાધિકાઓ સાથે દેખાય છે. અન્ય દેવગણ પણ છે. | ફોટોગ્રાફરે ફોટો લીધો ત્યારે મૂર્તિની નીચેના ભાગમાં કેસરના છાંટણાઓ હોવાથી ચિત્રને નીચેનો ભાગ અસ્પષ્ટ આવ્યો છે. ચાણસ્માના મળતા ઉલેખો
ચાણસ્મા ગામનો ઉલેખ જૈન ગ્રંથોમાં ચૌદમા સૈકામાં થયેલો જોવા મળે છે. વીશા શ્રીમાળી જ્ઞાતિની એક પ્રાચીન વંશાવળીમાં વાળકામ વાસ્તરથ: આવો ઉલલેખ થયેલો છે.
૨૭