________________
જૈન યુગ
ઓગસ્ટ ૧૯૫૯
વાતનો બંધ વાળતાં દિવાકરે કહ્યું, “સારા કામમાં સો વિધાન એટલે શુભ કામને જલદી પાર પાડયું જ સારું ! કાત્યાયની ચંડિકા દેવીને પ્રસન્ન કરવાની પૂજા સામગ્રી લઈને આજે મધ્ય રાત્રિએ જ આપણે એના મંદિર તરફ રવાના થઈ શું. તમે બધી સામગ્રી સાથે તૈયાર થઈ રહેજે, મારો સાદ સાંભળતાં જ આવી પહોંચજો.”
પછી દિવાકરે પૂજાપામાં શું શું લાવવું એ સમજાવ્યું અને એ પોતાને સ્થાને ગયા.
વિશાહદત્ત તો આજે હર્ષઘેલો થઈ ગયો હતો–એની સાત નહીં પણ સિત્તેર પેઢીનું દારિદ્ર આજે ફીટવાનું હતું જે! એણે બધો પૂજાપો ઊંચી જાતનો ભેગો કરી લીધો-એમાં ખર્ચ કરવામાં જરાય લોભ ન કર્યો! હવે તો ક્યારે વખત થાય અને ક્યારે ઊપડીએ, એની જ એને તાલાવેલી લાગી. એક એક ઘડી જાણે એક એક દિવસ જેવી લાંબી થઈ પડી! વખત શું વીતે?
આજે તો એને રોમ રોમ ધનના વિચારથી જ ઘેરાઈ ગયું હતું. ધનના લોભે એના વિવેકને પણ જાણે આવરી લીધો હતો. પોતે કેવો પૂજાપો ભેગો કર્યો હતો, એવા પૂજાપાનો અર્થ શો હતો, અને એનાથી થતી પૂજા કેવી થવાની હતી, એનું પણ એને ભાન ન હતું.
સૂરજ આથમ્યો, મધ્યરાત્રીનો વખત થવા આવ્યો, અને યોગી દિવાકર આવી પહોંચ્યા. વાતો કરતાં કરતાં બન્ને ચંડિકાના મંદિરે પહોંચી ગયા.
દિવાકરે વિશાહદત્તને કહ્યું. “હવે આપણે સમય થઈ ગયો છે. આપણે આપણું કામ જલદી પૂરું કરવું જોઈએ. તમે અંદર જઈને દેવીકાત્યાયનીનું પૂજન કરો હું મંદિરના બારણુ પાસે મંડપનું પૂજન કરીને આપણું કામની તૈયારી કરું છું.”
યોગી બહાર રહા અને વિશાહદત્ત મંદિરમાં પ્રવેશ્યો. પણ અંદરનું દૃશ્ય જોઈને શ્રેષ્ઠી તો સ્તબ્ધ જ થઈ ગયો. એનું અંતર જાણે જાગી ઊઠયું. એને થયુંકયાં
યાં સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારી સ્ત્રીશક્તિ દેવી અને ક્યાં પશુ અને નરની બલિ લેનારી પ્રચંડ, ભયંકર, બીભત્સ આ કાત્યાયની ચંડિકા?
એનું મન પોકારી રહ્યું : આવી હિંસક દેવીનું હું પૂજન કરું ? ક્યાં મારો દેવ ? ક્યાં મારા ગુરુ? અને ક્યાં મારો ધર્મ ? અહિંસા, દયા અને કરુણાનો વ્રતધારી હું આજે ધનના લોભે આ શું કરવા તૈયાર થયો છું ?
ધનના લોભે હું કાર્ય-અકાર્ય, ધર્મ-અધર્મ, અહિંસા-હિંસા એ બધું જ વીસરી ગયો ? ના, ના, આવું પાપનું ધન માટે ન ખપે ! સર્યું આવા ધનથી ! ભલો હું, અને ભલી મારી દરિદ્રતા !
અને એ દોડીને મંદિરની બહાર નીકળી ગયો, અને યોગી પાસે આવીને પોતાના મનની વાત એણે કહી સંભળાવી : “દિવાકરજી, તમે યોગી થઈને મને આવે માર્ગે લઈ આવ્યા ? આવો અધર્મ તમે મારે હાથે આચરાવવા ઈચ્છો છો ? પણ એમાં તમારો શો દોષ? લોભિયા હોય ત્યાં ધુતારા ધૂતી જાય તો એમાં એનો શો વાંક કાઢવો ? મારા લોભે જ મને કુમતિ સુઝાડી અને કુમાર્ગે દોર્યો ! પાંચ કરોડ સોનૈયા કંઈ રસ્તામાં રઝળતા પડ્યો ન હોય એટલુંય હું ન સમજી શક્યો. લોભે મારી બુદ્ધિને જ બહેરી બનાવી દીધી હતી. પણ હવે મારા પ્રભુએ મને માર્ગ બતાવી દીધો છે. તમે તમારે માર્ગે જાઓ અને મને મારે માર્ગે જવાદો. આપણા માર્ગ હવે ડાયમને કાયમને માટે જુદા પડે છે.”
પણ યોગી આવી વાતો માટે તૈયાર ન હતો. પોતાના શિકારને આમ છટકી જતો જોઈને એ રાતો પીળો થઈ ગયો.
મૂળ વાત આમ હતી. એ બાવાજી દિવાકરને કાત્યાયની ચંડિકા દેવીને એક નરબલિ ચઢાવવાની પ્રતિજ્ઞા હતી અને એમાં આ ભલો ભોળો શેઠ ભેટી ગયો. એટલે એ પોતાનું કામ પૂરું કર્યા વગર એને છોડે એમ ન હતો. આવો બત્રીસ લક્ષણો નર બીજે ક્યાં મળવાનો હતો ?
એણે આંખોને લાલચોળ કરીને અને ચહેરાને વિકરાળ બનાવીને બિહામણે સ્વરે વિશાહદત્તને કહ્યું : “બેટમજી, પાંચ કરોડ સોનૈયા એમ રસ્તામાં થોડા પંડ્યા હતા કે ચાલી નીકળ્યા તા ઉપાડી લેવા ? એ તો માથે આપે એ માલ જમે. હવે તો તમારું માથું વધેરીને કાત્યાયની ચંડિકાના ચરણોમાં મૂકયે જ છૂટકો છે! આ દુનિયામાં તમારાં સોએ વર્ષ પૂરાં થઈ ગયાં સમજો ! ઇષ્ટ દેવનું ધ્યાન ધરીને તૈયાર થઈ જાઓ! દેવી તમારા ભોગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે વિલંબ ન કરો ! ”
વિશાહદત્ત સમજી ગયો કે મામલો છવસ્ટોસ્ટનો છે, અને હવે આમાંથી બચવું મુશ્કેલ છે. વિશાહદત્ત પોતાના કમોતની રાહ જોતો થંભી ગયો.