________________
જૈન યુગ
૨૫
ઑગસ્ટ ૧૯૫૯
વિશાહદત્તની મોતની પળો ગણાતી હતી. યોગી દિવાકર પોતાની કામના પૂરી થવાના આનંદમાં ખડખડાટ અટ્ટ હાસ્ય કરી રહ્યો હતો: “મારી માતા ! આજે તારું ઋણ હું અદા કરી શકીશ. કેવો બત્રીશ લક્ષણો નર મળી ગયો! માતા ! એ પણ તારી જ કૃપા ! હવે વિલંબ નહીં કરું મા !”
દિવાકરે ફરી અટ્ટહાસ્ય કર્યું એના પડઘા આખા મંદિરમાં ગાજી રહ્યા. વીજળીના જેવી ચમકતી ધારદાર છરી એના હાથમાં તોળાઈ રહી હમણાં વિશાહદત્તના દેહ ઉપર પડી અને હમણાં બધો ખેલ ખલાસ. વિશાહદત્તની આંખે અંધારાં આવવા લાગ્યાં !
મોતને અને વિશાહદત્તને જાણે વેતનું જ છેટું રહ્યું. આ છરી પડી કે પડશે. મંદિરમાં પણ જાણે સ્તબ્ધતા વ્યાપી રહી.
યોગીએ છરીને છેલ્લો વેગ આપવા હાથને સાબદો કર્યો. પણ અરે! આ શું? એ હાથ એમ જ કેમ તોળાઈ
રહ્યો? જરાય ચસકે કાં નહીં ?
યોગી અને શ્રેષ્ઠી બને જોઈ રહ્યા જોયું તો એક સૌમ્ય છતાં કદાવર પુરુષે યોગી દિવાકરની બધી બાજી ધૂળમાં મેળવી હતી. યોગી શરમિંદો બનીને મોં ફેરવી ગયો. શ્રેષ્ઠી વિશાહદત્ત એ નવા પુરુષના ચરણો વંદી રહ્યો : પરોપકારી પુરુષ, આપ ?”
ધન નામના એ પુરુષે એટલું જ કહ્યું : “મહાનુભાવ! મારા હાથે થયેલ મહાદોષના પારાંચિતક પ્રાયશ્ચિત્તનો એક અંશ આજે પૂરો થયો, એટલે અંશે હું કૃતકૃત્ય થયો. માર્ગ ભૂલેલો શ્રમણ આજે હું સાચા માર્ગે વલ્યો !”
વિશાહદત્તના નેત્રો એ પુના ચરણોનો અભિષેક કરી રહ્યાં !
* * કથાનકોશ'ને આધારે
સંક૯પની દઢતા સાંકેતપુર નામના એક નગરમાં ચંદ્રાવતંસક નામનો રાજા રાજય કરતો હતો. તે અતિ ધર્મપરાયણ, અને દસંકલ્પવાળો હતો.
એક વખત તે રાજા રાત્રે સામાયિક લઈને બેઠો હતો. તેણે દૂર રહેલા દીપકને જોયો. એથી તેણે અભિગ્રહ કર્યો, “ જ્યાં સુધી આ દીપક બળે ત્યાં સુધી હું સામાયિકમાં રહીશ.” દીપકમાં લગભગ એક પ્રહર બળે તેટલું તેલ હતું. હવે એ જ સમયે ત્યાં રાજાની દાસી આવી ચઢી. તેણે જોયું કે રાજા સામાયિકમાં બેઠા છે અને દીપકમાંનું તેલ પૂરું થવા આવ્યું છે. આથી તેણે વિચાર્યું કે જે દીપક ઓલવાઈ જશે તો રાજાના ધર્મધ્યાનમાં બાધ આવશે આથી રાજાને ધર્મધ્યાનમાં બાધ ન આવે તે હેતુથી તેણે દીપકને બળતો રાખવાનું વિચારી તેમાં વિશેષ તેલ પૂર્યું અને એ જ પ્રમાણે થોડી થોડી વારે છેક સવાર સુધી તેલ પૂરવાનું ચાલુ જ રાખ્યું, કારણ કે દાસીને રાજાના અભિગ્રહ-દઢ સંકલ્પની ખબર ન હતી અને તેલ પૂરવામાં તેનો આશય પણ શુભ હતો.
પરંતુ, રાજાનું શરીર આવો અતિ લાંબો પરિશ્રમ સહેવાને સમર્થ ન હોવાથી તૂટવા લાગ્યું. છતાં પણ તેણે દાસીને ઈશારા માત્રથી પણ તેલ પુરવાની ના કહી નહીં, અને પોતાનો દઢ સંકલ્પ પણ છોડ્યો નહીં.
પરિણામ એ આવ્યું કે સવાર થતાં જ રાજાનું અવસાન થયું. પરંતુ પોતે જે શુભ કર્મબંધન કર્યું હતું અને પોતાના દઢ સંકલ્પને કારણે પોતાના વ્રતમાં જે સ્થિરતા રાખી હતી તેને પરિણામે તેણે પોતાના સર્વ અશુભ કમનો ક્ષય કર્યો અને તેઓ શુભ ગતિમાં ગયા. આજે પણ દઢ સંકલ્પ કરનારાઓમાં ચંદ્રાવર્તસક રાજાનું નામ અગ્રસ્થાને આવે છે.
– આચાર્ય હેમચંદ્રસૂરિ