________________
જેન યુગ
ઑગસ્ટ ૧૯૫૯
આવીને પડે છે? તો
નામ જલણ વિપ્ર.
ચોર બનાવ્યો. એક વાર
ભાગ્ય જાગે ત્યાં લગી આપણે તો પુરુષાર્થ જ કરવો રહ્યો–ક્યારેક તો છેવટે નસીબ ઊઘડશે જ એવી દૃઢ આસ્થા રાખીને ! અને મહેનતથી કંટાળીએ તો કેમ કામ ચાલે ? સિંહ જેવો સિંહ પણ જે સુઈ રહે તો એનું ભક્ષ્ય થોડું જ એના મોઢામાં આવીને પડે છે? તો પછી અમે તો કોણ માત્ર ? છતાં આપની પાસે કોઈ બીજો માર્ગ હોય તો કૃપા કરીને બતાવો ! હું તૈયાર છું.”
દિવાકરે વધુ લાગણી બતાવતાં કહ્યું. “ભાઈ, એવો કંઈક ઉપાય મારી પાસે છે એટલે તો હું વાત કરું છું. તમારી નમ્રતા અને ભક્તિપરાયણતાએ મને પરવશ બનાવી દીધો છે. હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. મારી વિદ્યાસિદ્ધિ તમારા જેવા ધર્માત્માનું દુઃખ દૂર કરવામાં કામ નહીં લાગે તો પછી એનો ઉપયોગ પણ શું છે ? જરા સાંભળો, મારા ગુરુની કૃપાથી મને ધરણીકલ્પ નામની વિદ્યા પ્રાપ્ત થઈ છે. અને એ વિદ્યાના પ્રતાપે કઈ ધરતીમાં શું ભર્યું છે, એ હસ્તામલકની જેમ સ્પષ્ટ જોઈ શકું છું.”
જાણે પોતાના કથનની અસર માપતા હોય એમ દિવાકર વિશાહદત્તની સામે જોઈ રહ્યા. વિશાહદત્ત પણ મુગ્ધ બનીને એમની વાત સાંભળી રહ્યો. યોગીએ પોતાની ચમત્કારી વાત આગળ ચલાવી. મારી એ વિદ્યાના બળે, અહીં રહ્યો રહ્યો હું દીવા જેવું સ્પષ્ટ જાણી શકું છું કે અહીંથી પૂર્વ દિશામાં, ત્રણ કોશ દૂર, કાત્યાયની ચંડિકા દેવીનું મંદિર આવેલું છે. એ મંદિરના આગળના ભાગમાં મોટો ધનભંડાર દટાયેલો પડ્યો છે–પૂરા પાંચ કરોડ સીનેયા જેટલો! પૂજન-જનથી એ દેવીને પ્રસન્ન કરીને એ ભંડાર તમને અપાવવા હું ઇચ્છું છું ! બોલો, તૈયાર છો ને?”
શ્રેષ્ઠી બિચારો તો ડઘાઈ જ ગયો. કયાં અત્યારની “આજ રળવું અને કાલ ખાવું” જેવી દરિદ્રતા, અને ક્યાં જિંદગીમાં જેની કલ્પના પણ ન કરી હોય એવા પાંચ કરોડ સૌનેયા! એનું ગરીબ મન વાતને સાચી માનવાનો ઇન્કાર કરવા લાગ્યું. છતાં એનાથી પુછાઈ ગયું. “ભલા યોગીરાજ, એ ધનભંડાર અત્યારસુધી આપે કેમ ત્યાં જ રહેવા દીધો ? એને આપે પોતે કેમ બહાર ન કાઢી લીધો?”
યોગીએ સ્મિત કરીને કહ્યું. “મહાનુભાવ, તમારી શંકા સાચી છે, પણ એમ થવાનું પણ કારણ છે. જરા મારી વાત સાંભળો.”
શ્રેષ્ઠી આશ્ચર્યમુગ્ધ બનીને સાંભળી રહ્યો. દિવાકરે પોતાની વાત કહેવા માંડી.
ગંગા નદીની પાસે આવેલ સરવણુ નામનો નેસ એ મારું મૂળ વતન. અમે વર્ષે બ્રાહ્મણ. મારા પિતાનું નામ જલણ વિપ્ર. યુવાવસ્થામાં જ મને અનેક વ્યસનો લાગેલાં. એ વ્યસનોએ મને ઘરચોર બનાવ્યો. એક વાર પિતાજીએ ગુસ્સે થઈ મને ઘરમાંથી કાઢી મૂક્યો. મને તો ભાવતું હતું ને વૈધે કહ્યા જેવું થયું. હવે મારા સ્વછંદનો આરો ન રહ્યો.
રખડતો રખડતો હું સિરિય નામે સ્થાને જઈ પહોંચ્યો. ત્યાં એક ગુફામાં એક યોગીને ધ્યાનમગ્ન જોઈને હું એમનાં ચરણોમાં બેસી ગયો. યોગી મારા ઉપર પ્રસન્ન થયા અને હું એમનો શિષ્ય બની ગયો. સમય જતાં મારા વિનય અને ભક્તિથી એ યોગી તુષ્ટમાન થયા અને મને એમની કેટલીક સિદ્ધિઓ શિખવાડવાની કૃપા કરી. આ ધરણીકલ્પ વિદ્યા પણ એ મહાગુરુની કૃપાનું જ ફળ છે. પણ એ વિદ્યા આપતી વખતે ગુરુજીએ ચેતવણી આપી કે આ વિદ્યાનો ઉપયોગ તારા સ્વાર્થને માટે કે કોઈ અધર્મ જીવ ઉપર ઉપકાર કરવા માટે કરવાનો નથી. એમ કરીશ તો તારી એ વિદ્યાલુપ્ત થઈ જશે. અવસરે યોગ્ય સુપાત્રને અર્થે જ એનો ઉપયોગ કરવો !” ગુરુની શિખામણ મેં માથે ચડાવી. અને તેથી જ અત્યાર સુધી યોગ્ય પાત્રની રાહમાં મેં એ ધનભંડારની વાત કોઈને ન કરી. આજે તારા જેવું ધમ સુપાત્ર મળવાથી એ ધનભંડાર તને મળે એવી મને ભાવના થઈ આવી છે.”
વિશાહદત્તને હવે કશું પૂછવ્વાપણું ન રહ્યું. એનું મન તો જાણે કરોડો સોનૈયાઓના ઢગમાં આળોટવા લાગ્યું. સંપત્તિએ જન્માવેલ સુખસાહ્યબી અને વૈભવવિલાસની કંઈ કંઈ શાખાઓ ઉપર એનું મનમર્કટ કૂદાકૂદ કરી રહ્યું. ધન આવતું હોય તો ભલા કોને લોભ ન વળગે? સોનું દેખી જે મુનિવર પણ ચળતા હોય તો આ તો ધનનો અથ ગૃહસ્થ માત્ર જ હતો ને!
એને થયું: જ્યારે વખત પાકે અને ક્યારે ધન મળે ? આવું આકડે મધ તો એણે કદી સ્વપ્નમાં જોયું ન હતું. હવે વાર કેટલી ?
એ તો નત મસ્તકે યોગી દિવાકરની વાતનો રવીકાર કરી રહ્યો.