________________
જેન યુગ
૨૨
ઓગસ્ટ ૧૯૫૦
ચાલ “મનું પાલન
. વખત
તે
કોઈ ગામને ગોંદરે ધર્મનું ચિંતન કરતાં નિદ્રાઃ આ રીતે વિશાહદત્તનો પ્રવાસ ધીમે ધીમે આગળ વધતો હતો. ચાલતાં ચાલતાં એને કેટલાક સહપ્રવાસીઓનો મેળો થઈ ગયો.
એક દિવસની વાત છે. સૂર્ય મધ્યાહ્ન વટાવી ચૂક્યો હતો. ભોજનની વેળા વીતી ગઈ હતી. પેટનો અગ્નિ ઈધનની રાહ જોઈ રહ્યો હતો. એક ગામને સીમાડે વિશાળ વૃક્ષની શીળી છાયામાં વિશાહદત્ત ખાવાની તૈયારી કરવા લાગ્યો. એના સાથીઓએ તો ક્યારનું પેટને ભાડું આપી દીધું હતું.
સામે ભોજનની સામગ્રી તૈયાર પડી હતી અને વિશાહદત્ત કોઈ ઊંડા વિચારમાં ઊતરી ગયો. એને થયું : કેવો આ પ્રવાસ અને કેવી આ ધનલોલુપતા ! કેવળ ચાલ ચાલ જ કરવાનું! ન ઈષ્ટદેવનું પૂજન, ન ગુરુનું દર્શન, ન ધર્મનું પાલન! ન કોઈ સંતસાધુ કે અતિથિ અભ્યાગતને ભિક્ષા આપવાની ! વખત થાય અને પશુ-પંખીની પેઠે એકલા પેટ ભરી લેવાનું! આવા ને આવા રઝળપાટમાં ક્યાંક આ જિંદગી હારી ન બેસાય!
ખાવાનું ખાવાના ઠેકાણે પડ્યું રહ્યું અને વિશાહદત્ત જાણે પોતાના વિચારોને વાગોળવામાં જ રોકાઈ ગયો. ખાવું એને જાણે આજે હરામ થઈ પડયું. એ તો પૂતળા જેવો સ્તબ્ધ બનીને બેસી જ રહ્યો.
સહપ્રવાસીઓ તો જોઈ જ રહ્યા : અરે, આ વિશાહદત્તને આજે શું થયું છે? આજે એ કાં કંઈ ન ખાય કે ન કંઈ પીએ ?
એની પાસે જઈને એમણે કારણ પૂછ્યું. બિચારો શું જવાબ દે? જિંદગી હારી જવાના વિચારે એની આંખોને આંસુભીની બનાવી દીધી. સાથીઓએ આશ્વાસન આપ્યું અને વારંવાર પૂછયું ત્યારે વિશાહદત્તે એમને પોતાના મનની વાત કરી.
સહપ્રવાસીઓ બોલ્યા : “ભાઈ, આ પ્રવાસ કંઈ થોડો જ આપણું આનંદ-પ્રવાસ છે? અને આપણે બે ટંક ખાઈએ છીએ એ કંઈ થોડું જ સ્વાદ માણવા કે મોજ ઉડાવવા ખાઈએ છીએ? આ તો ભાઈ દેહને દામું આપવાની જ વાત છે. માટે શાંત થાઓ અને થોડુંક ખાઈ લ્યો !”
વિશાહદતે જમી લીધું અને રાત પડતાં આરામથી ત્યાં જ ઊંધી ગયો. બેસતો શિયાળો મધરાતે ટાઢ લાગવા લાગી એટલે એણે ઓઢવાનું લેવા માટે પોતાના સામાન તરફ હાથ લંબાવ્યો; પણ ત્યાં તો કશું જ હાથ
ન લાગ્યું. જાગીને એણે આસપાસ જોયું તો ન મળે કરિયાણાનું પોટલું અને ન મળે પોતાનો સામાન! અને પેલા આશ્વાસન આપનાર સહપ્રવાસીઓ પણ થાયે અલોપ થઈ ગયા હતા ! એ આશ્વાસન મોહ્યું પડી ગયું. દરિદ્રની રહીસહી બધી પૂછ હરાઈ ગઈ; અને વિશાખદત્તને લલાટે ઉપર આભ અને નીચે ધરતી જેવી દરિદ્રતા આલેખાઈ ગઈ
પણ હવે સહન કર્યો, હિંમત હાર્યું કે નિરાશ થયે ચાલે એમ ન હતું. એણે પોતાના મનને સાબદું કર્યું અને જેમ તેમ કરીને એ વઈરાગર નગર પહોંચી ગયો.
ત્યાં એણે હીરાની ખાણ ખોદાવવાનું કામ શરૂ કર્યું. હજુ ભાગ્યદેવને પ્રસન્ન થવાને વાર હતી. એટલે આખો દિવસ પૂરો શ્રમ કરવા છતાં એને માંડ પેટ પૂરતું મળી રહેતું. પણ એનો આશાતંતું ઢીલો ન પડ્યો. એણે પોતાનો પુસ્નાર્થ વણથંભ્યો ચાલુ રાખ્યો.
: ૩: વઈરાગર નગરની હીરાની ખાણોની નજીકમાં એક બાવાજી રહેતા. એમનું નામ દિવાકર. લોકો એમને યોગી તરીકે ઓળખતા. હીરાની પરખમાં અને ખાણીમાંથી હીરા શોધી કાઢવાની વિદ્યામાં એ યોગી નિપુણ લેખાતા. એ બાબતમાં ઘણા એમની સલાહ લેવા આવતા.
વિશાહદતને ધીમે ધીમે યોગી દિવાકરનો પરિચય થવા લાગ્યો. ક્યારેક ક્યારેક એ વિશાહદત્તના કામમાં વગર માગી સલાહ આપતા, તેથી એને યોગી તરફ ભાવ થતો ગયો. ( વિશાહદત્તની નમ્રતા, વિનયશીલતા અને ધર્મપ્રિયતા જોઈને દિવાકરે એના તરફ વિશેષ લાગણી દર્શાવવા માંડી. ધીમે ધીમે બન્ને વચ્ચે આત્મીયતાના તાણાવાણું વણાવા લાગ્યા. દિવસમાં એક વાર મળીને નિરાંતે વાતો ન કરે તો એકેને ચેન જ ન પડે !
એક દિવસ યોગી દિવાકરે લાગણીભીના સ્વરે શ્રેણી વિશાહદત્તને કહ્યું: “મહાનુભાવ, હીરાની ખાણો ખોદાવતાં તમને જે ભારે મહેનત અને કષ્ટ ઉઠાવવાં પડે છે, તે હવે મારાથી જોઈ શકાતાં નથી. ગમે તેમ કરીને એનું નિવારણ કરવું જોઈએ.”
વિશાહદત્તે વિનમ્ર બનીને કહ્યું : “યોગીરાજ, પણ જ્યાં ભાગ્યે જ એવું હોય ત્યાં માનવી બિચારો શું કરે ?