SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૧૦ ઑગસ્ટ ૧૯૫૯ મગધદેશના સમ્રાટ રાજા જિતશત્રુની રાણી ધારિણીની કુક્ષિએ પુત્રી પણે ઉત્પન્ન થયો. કન્યા મોટી થઈ ત્યારે રાજા જિતશત્રુને કન્યાને માટે વર શોધવાની ચિંતા થવા લાગી. કન્યાનું નામ વિનયશ્રી હતું. હવે ભાઈ ગુણધરકુમારનો જીવ ચંપાનગરીમાં કોશલ દેશમાં પદ્મરથ રાજાની રાણી પદ્માની કુક્ષિએ પુત્ર તરીકે અવતર્યો હતો. તે પણ યૌવનદશાએ પહોંચેલ હતો. રાજા જિતશત્રુ સભામંડપમાં બેઠા છે. સભામાં અનેક દેશના રાજાઓના પ્રતિનિધિઓ મગધ સમ્રાટને સન્માનવાને માટે રોજ હાજરી આપે છે. રાજરાણી ધારિણીને પણ આજે કંઈક નવો વિચાર મનમાં રહુર્યો છે તેથી કુમારી વિનયશ્રીને સોળ શણગાર સજાવીને તેણે તો સભામાં દરબાર શરૂ થવાને સમયે પિતાને અભિનંદન આપવા મોકલી દીધી. આજે નવા વર્ષનો પહેલો દિવસ હતો. રાજાએ પણ યૌવનવતી પુત્રીને જોઈ અને તેની સંબંધ યોજવાની ચિંતા તાજી થઈ. તેણે નજીક બેઠેલી પોતાની પુત્રીને કહ્યું, “બેટા, આ સભામાં બેઠેલા રાજપુત્રો અને ક્ષત્રિયોના આ સમુદાય પર દૃષ્ટિ કર અને તારું મન માને તેના ગળામાં પુષ્પમાળા આરોપ.” કુંવરીએ ક્ષત્રિયોના સમૂહ પર દૃષ્ટિ નાખી સત્વર પાછી ખેંચી લીધી. જે નયનને જ ન રુચે તેને માટે મનમાં પ્રફુલ્લતા ક્યાંથી થાય? રાજાએ કુંવરીને સભાના ક્ષત્રિયો પ્રત્યે વિરક્ત અર્થાત રાગ વિનાની સમજીને અનેક રાજપુત્રોનાં ચિત્રો મંગાવીને કુમારીની પાસે રજૂ કર્યો. તે ચિત્રોમાં પદ્મરથ રાજાનો પુત્ર જયકુમાર હતો તે જોઈને રાજકુમારીનું મુખ અનુરાગથી લાલ થઈ ગયું, તરત જ રાજા જિતશત્રુએ પોતાના પ્રધાન સુબુદ્ધિને કહ્યું કે રાજપુત્રી વિનયશ્રીને જયકુમાર તરફ સ્વયંવરા કન્યા તરીકે લઈ જાઓ. તેઓએ સારું મુદૃર્ત જોઈ પ્રયાણ કર્યું અને કોશલ દેશમાં ચંપાનગરીમાં રાજા પદ્યરથને ત્યાં જઈને સુબુદ્ધિ પ્રધાને જયકુમારની સાથે મગધરાજપુત્રી વિનયશ્રીનું લગ્નવિધાન સિદ્ધ કર્યું. પૂર્વજન્મના સ્નેહને કારણે, અને જિનભક્તિના પુણ્યને કારણે બને પરસ્પર પ્રીતિથી ગૃહસ્થનાં કર્તવ્યો બજાવતાં વખત પસાર કરે છે. જિનપૂજા કરવાનો શુભસંસ્કાર તો તેમને પૂર્વે કરેલ પુણ્યને કારણે આ જન્મમાં દમૂળ થઈને પ્રાપ્ત થયો છે. પ્રભુપૂજા કરવાના સંસ્કારને કારણે બન્ને દરરોજ જિનપ્રાસાદમાં જાય છે અને મહામૂલ્ય પુષ્પોથી અને બહુ જ ઊંડી ભક્તિથી તીર્થકરોનું પુષ્પાર્જન કરે છે. એકવાર ચંપાનગરીમાં એક ધર્મઘોષાચાર્ય નામના કેવળજ્ઞાની મુનિવર પધાર્યા. નગરોઘાનમાં તેઓ ઊતર્યા અને જનસમુદાયને તેઓ ધર્મ રહસ્ય સમજાવવા લાગ્યા. જયકુમાર અને વિનયથી પણ મુનિવરના આગમન સમાચાર સાંભળીને એક દિવસ મુનિવરને વંદન કરવા પહોંચી ગયાં. મુનિવરે ધર્મલાભ આપીને કહ્યું, “જયકુમાર, તમને કલ્યાણસંપત્તિ પ્રાપ્ત થાઓ અને ભદ્ર વિનયશ્રી, તારાં પણ જન્મમરણનો ક્ષય થાઓ ! તે બન્ને દંપતી હૃદયમાં વિચારવા લાગ્યાં, “આ ભગવંત અમારાં નામ ક્યાંથી જાણે ?” મુનિ પાસે ધમપદેશ સાંભળીને જયકુમારે પૂર્વજન્મ પૂછ્યો. મુનિએ કહ્યું તું એક વણિકનો પુત્ર ગુણધર હતો અને તારી બહેન લીલાવતીના અનુરાગને કારણે તને વીતરાગ પરમાત્માની પૂજા કરવાનો સંસ્કાર પડ્યો. એ પુણ્યના પ્રભાવથી તું દેવલોકમાં જન્મીને પછીથી હાલ રાજયસુખ અનુભવે છે.” જ્યકુમારે પૂછયું, “મારી પૂર્વજન્મની સહોદરા બહેન હાલમાં ક્યાં છે ? ” મુનિવરે કહ્યું, “તે પણ દેવલોકમાંથી ચવીને હાલ તારી પત્ની વિયેત્રી તરીકે અવતરી છે. આ ક્ષત્રિય દમ્પતી આ વાત સાંભળીને બહુ ઊંડા વિચારમાં પડી ગયાં. વિનયશ્રીએ તો તરત જ સાધ્વી થઈને ધર્મ આરાધના કરવાનો નિર્ણય લીધો. જયકુમારે પણ બાર પ્રકારનો શ્રાવકધર્મ કેવળજ્ઞાની મુનિવર પાસેથી સ્વીકાર્યો. વિનયશ્રી તે જ અવતારમાં વ્રત પાલન કરીને સમસ્ત દુઃખનો છેદ કરનાર કેવળજ્ઞાન પામીને મોક્ષે ગઈ અને જયકુમાર પણ બીજા ત્રણ જન્મ કર્યા પછી મોક્ષ પામશે. (વિજયચંદ કેવલીના રાસમાંથી)
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy