________________
જૈન યુગ
ઑગસ્ટ ૧૯૫૯
ચોરીનો અપરાધ સાબિત થયા વગર કોઈને સજા કેવી રીતે કરી શકાય !
અભયકુમારે તેની પૂછપરછ શરુ કરી. તેણે બતાવ્યું : “મારું નામ દુર્ગચંડ છે. હું શાલિગ્રામનો રહેવાસી છું. ખેતી કરીને ગુજરાન ચલાવું છું.”
અભયકુમારને તેના ઉપર પાકો શક હતો પણ તેણે જ્યારે તપાસ કરાવી તો તેની વાતો સાચી નીકળી. અભયકુમારને તે વ્યકિત રસ્તામાં મળ્યો હતો અને તે જાણતો હતો કે ત્રણ દિવસ પહેલાં તે ગામે પાછો ફરવાનો ન હતો.
છતાં અભયકુમારે એક યુકિત કરી. તેણે રોહિણેયને નજરકેદ રાખ્યો અને તેને જમણમાં એવી કોઈ વસ્તુ મેળવી ખવડાવી જેથી તે બેભાન થઈ ગયો. તેને એ જ સ્થિતિમાં એક સજાવેલા ખંડમાં પહોંચાડવામાં આવ્યો. તેની ચોમેર ગીત, સંગીત અને નૃત્યની વ્યવસ્થા હતી, સોળ સોળ શણગાર સજીને ષોડશીઓ મનોરંજક હાવભાવ દેખાડવા ઊભી હતી. તેમને સૂચના આપવામાં આવી કે જ્યારે તે ભાનમાં આવે ત્યારે નૃત્ય, સંગીત અને ગીતનો કાર્યક્રમ પૂરબહારમાં ચાલુ કરવામાં આવે...!
રોહિણેય ભાનમાં આવવા લાગ્યો... નૃત્ય, સંગીત અને ગીતનો કાર્યક્રમ જોશમાં ચાલવા લાગ્યો...વાદ્યોના કત સ્વરો...ઝાંઝરના ઝણઝણુટ અને સુંદરીઓના કોકિલ કંઠે નીકળતાં ગીતો...ઉપરાંત યૌવન અને હાવભાવ! રોહિણેયને થયું કે પોતે ક્યાંક સ્વર્ગમાં તો આવી ચડ્યો નથીને...!
અચાનક નૃત્ય બંધ થયું અને સુંદરીઓ ખિલખિલાટ હસતી હસતી તેની પાસે આવી...તેમણે કહ્યું :
પ્રાણનાથ !અમારાં અહોભાગ્ય કે આપ મૃત્યુલોકને તજીને અહીં સ્વર્ગમાં આવ્યા છો. અમે ઘણા દિવસોથી આપની જ રાહ જોતી હતી. આ દિવ્ય સંપત્તિ અને આ અતુલ એશ્વર્યના આપ સ્વામી છો...અમે આપની દાસીઓ છીએ...આપની આજ્ઞા અમારા માટે સૌભાગ્ય છે...આ ભોગ વિલાસ આપના છે..આપ ઈચ્છાપૂર્વક સ્વર્ગનો આનંદ લ્યો...!'
સંગીત અને નૃત્યનો પ્રારંભ થયો...! રોહિણેયને એવું લાગ્યું કે પોતે ખરેખર સ્વર્ગમાં આવી ચડ્યો છે. હજુ
કેફનો નશો હતો જ એમાં આ રૂપ-વૌવન અને નૃત્ય સંગીતની માદકતા...! રોહિણેય પોતાની જાતને વીસરી ગયો...!
થોડી વાર પછી હાથમાં રત્નજડિત સુવર્ણયષ્ટિ લઈને સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરીને એક યુવક આવ્યો...! તેના મુખ ઉપર તેજ ચમકતું હતું...તેની પ્રભા પ્રસરતી હતી તેની ગતિમાં ગંભીરતા હતી...! તેનો સંકેત મળતાં નૃત્યસંગીત બંધ થઈ ગયાં...!
યુવકે શૈહિણેયનું અભિવાદન કરતાં કહ્યું : “મહાનુભાવ! તમારું સ્વાગત કરું છું! આ લોકને નિયમ પ્રમાણે અહીં આવનાર દરેક નવાગંતુકે પોતાના પૂર્વજન્મના સુકૃત્યો અને દુષ્કૃત્યોનો એકરાર કરવાનો હોય છે. શુદ્ધ હૃદયથી એકરાર કર્યા બાદ તે અહીંના નિવાસનો અધિકારી બને છે. સૌધર્મ દેવલોકના સ્વામી સૌધર્મેન્દ્રની આજ્ઞા થતાં હું અહીં આવ્યો છું. આપનો પૂર્વવૃત્તાંત સંભળાવો એટલી જ વિનંતિ છે !” - રોહિણેય તો ત્યાંનાં ઐશ્વર્ય અને વૈભવને જોઈને જ ડઘાઈ ગયો હતો ! ત્યાં રહેવાની લાલસા તેના મનમાં પ્રબળ થઈ. ભલા આવું સ્વર્ગીય સુખ મૂકીને મૃત્યુ લોકમાં શા માટે જવું? તેણે પોતાનો વૃત્તાંત સંભળાવવાનો નિશ્ચય કર્યો..!
એટલામાં તેની નજર ત્યાં ઊભેલ દેવ-યુવકના પગ ઉપર પડી. તેને ભગવાન મહાવીરનું વાક્ય યાદ આવ્યું. “દેવોના પગ પૃથ્વીને અડતા નથી..! ” પણ આના પગ તો ધરતીને અડેલા છે...!
તેણે એની પાંપણો તરફ નજર કરી...તે ઉઘાડ-બંધ થતી હતી...તેને પ્રભુનું વાક્ય યાદ આવ્યું, “તેમની પાંપણ નીચે પડતી નથી...!” પણ આ સુંદરીઓદેવીઓ અંગે એ વાત નથી.
તેણે ફૂલમાળાઓ તરફ જોયું.તે કરમાયેલી જણાતી હતી.પ્રભુએ કહેલું કે “તેમની પુષ્પમાળાઓ કરમાતી નથી...!”
અને આ શું? આ સુંદરીઓ, વાદ્યકારો બધાં પરસેવો કેમ લૂછે છે...? પ્રભુએ કહેલું: ” તેમને પરસેવો વળતો નથી...!”
તે તરત ચેતી ગયો... તેને ખ્યાલ આવ્યો કે પોતે