SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ રાજદમાં હતી ત્યારે ખાવામાં કોઈ માદક વસ્તુના કારણે તે બેભાન થયો હશે અને ત્યાંથી અહીં...! —અરે, આ અભયકુમારની કોઈ જાળ તો નહીં હોય ને! તેણે પોતાનો વૃત્તાંત એવી રીતે કહી સંભળાવ્યો કે પોતે ભલો પુરુષ ન હોય! પોતાનું નામ દુર્ગચંડ જ કહી બતાવ્યું અને શાલિગ્રામને ગામ કહી બતાવ્યું અને ધંધો ખેતીનો કહી બતાવ્યો ! અભયકુમારની ચાલ નકામી નીવડી. રોહિણેય یا 瓿 ઑગસ્ટ ૧૯૫ ઉપર કોઈ આરોપ સાબિત ન થતાં તેને છોડી મૂકવામાં આવ્યો...તે સીધો ત્યાંથી દોડ્યો...ભગવાન મહાવીર પાસે...તેમના સમોવસરણમાં...તેના મગજમાં એકજ વાત ભમતી હતી... “ ભૂલથી સાંભળેલ ચાર વાોએ તેને આ લોકમાં સ્વર્ગના સબતનો સાકાર કરાવ્યો હતો...તેને મૃત્યુથી બચાવી લીધેલ હતો. તે હું બાપ્પાન સાંભળે તા..! "" સિદ્ધમ વ્યાકરણ ગુજરાતનો મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના સર્વ રાજાઓમાં યશસ્વી ગાય છે, એટલું જ નહીં પરંતુ તે એક વિદ્યાયિ રાજવી હતો. તેની રાજ્યસભામાં દેશભરના વિદ્વાનો, પતિો અને કવિઓ આવતા હતા. એ જ સમયે માળવાની રાજધાની ઊજ્જયિની સાહિત્ય-વિદ્યા માટે ખૂબ જ પ્રસિદ્ધ હતી. મુંજ અને ભોજ જેવા વિદ્યાપ્રિય રાજવીઓએ પણ પોતાની રાજ્યસભાને માપતિો અને કવિઓથી ભરી દીધી હતી. સિદ્ધરાજ જ્યા રાવીને એવી જ ખ્યાતિ ગુજરાતમાં મેળવવી હતી. અને તેથી જ જ્યારે સિદ્ધરાજે વિ. સં. ૧૧૯૨માં માલવપતિ મોવર્માને હરાવ્યો ત્યારે ત્યાંથી વિવિધ સાહિત્ય પણ પાટણ લઈ આવ્યો. આ સાહિત્યભંડારમાં તેણે અડસા ભૉવ્યાકરણુ જોયું, તરત જ તેને વિચાર આવ્યો, “ આવું એક સ્વતંત્ર વ્યાકરણ ગુજરાતી વિજ્ઞાન પતિ શામાટે ન રચી શકે ?" સામાન્ય માનવીને નહીં પરંતુ એક રાજાને આ વિચાર થયો. 節 શા વિચાર તેને બીજે દિવસે પોતાની રાજસભામાં સૂર્યો. સમાના તમામ પંડિતોની નજર તે સમયના પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી. હેમચંદ્ર ઉપર પડી. “ પો મન, તપ અતિ પુષ્પ = મુનિનાદ ” સિદ્ધરાજની ગે વિનંતીથી આચાર્યે વ્યાકરણ રચવાનું કાર્ય માથા પર લીધું. તે માટેની જરૂરી સામગ્રી પૂરી પાડવાનું પણ સિદ્ધરાજે કબૂલ કર્યું. તે અનુસાર તે સમયના પંડિતોના ધામ સમા કાશ્મીર જેવા પ્રદેશમાંથી તેમ જ અન્ય પ્રદેશોમાંથી જરૂરી સામગ્રી રાજા સિદ્ધરાજ જયસિંહે મંગાવી અને હેમચંદ્રાચાર્યને સુપ્રત કરી. જટિલ પરિશ્રમ લઈ હેમચંદ્રાચાર્યે થોડાં વર્ષમાં સર્વાંગપૂર્ણ વ્યાકરણની રચના કરી તેને સિદ્ધ નહિ = સિદ્ધરાજ અને તૈમ = હેમચંદ્ર-નામ આપી પોતાનું તેમજ ગુર્જર નરેશ સિદ્ધરાજનું નામ અમર કર્યું. અને એ રીતે વિપુલ સમૃદ્ધિવાન સાહિત્યનો પ્રવાહ ત્યારથી ગુજરાતમાં અવિચ્છિન્નપણે વહેતો શરૂ થયો. આજે પણ ગુજરાતમાં હેમચંદ્રાચાર્યનું વ્યાકરણુ મહત્ત્વનું ગણાય છે. જૈન ધર્મ દર્શન
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy