________________
ચક્રવતી ભરત મહારાજાનો એક અનુપમ જીવનપ્રસંગ
પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ
પ્રથમ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ ગ્રામનુગ્રામ વિહાર કરતા એક અવસરે અષ્ટાપદ પર્વત ઉપર પધાર્યા. ભરત અને બાહુબલી સિવાય ભગવાન શ્રી ઋષભદેવજીના અઠાણુ પુત્રોએ પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરેલ હતી. તે અડાણુ ભાઈઓ પણ પ્રભુ અષ્ટાપદજી ઉપર પધાર્યા ત્યારે સાથે હતા. ભગવાન ઋષભદેવજીને જે દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયેલી તે જ દિવસે ભરત મહારાજાને આયુદ્ધશાળામાં ચક્રવતીના મુખ્ય ચિહ્ન તરીકે દેવાધિષ્ઠિત ચક્રરત્નની ઉત્પત્તિ થયેલી. ચક્રરત્ન ઉત્પન્ન થયા બાદ અમુક સમય પછી પોતાના અઠાણુ નાના બંધુઓ કે જેમને ભરતક્ષેત્રના જુદા જુદા દેશોના રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તે સર્વને પોતાની આજ્ઞા શિરોમાન્ય કરવાનું ભરત મહારાજાએ કહેણ મોકલ્યું. તેમ જ આજ્ઞા શિરોમાન્ય કરવાની કબૂલાત ન હોય તો યુદ્ધ માટે આમંત્રણ આપ્યું. “ચક્રવતી તરીકે ભરત ક્ષેત્રના છયે ખંડોનું સંપૂર્ણ ઐશ્વર્ય હવે મારી પાસે હોવું જોઈએ.” આ આશયથી ભરત મહારાજા જુદા જુદા દેશોના રાજવી તરીકે નિયુક્ત થયેલા પોતાના બંધુઓને ઉપર મુજબ સંદેશો મોકલે તે સ્વાભાવિક હતું.
યુદ્ધ કરવાની સંમતિ આપી. પરંતુ સંસારની અસારતા, સંપત્તિની ચપલતા, જીવનની ક્ષણભંગુરતા અને કુટુંબીઓની સ્વાર્થપરાયણતા વગેરે બાબતોના અનુપમ વિવેચન સાથે માનવજીવનની સફળતા માટે એવો વૈરાગ્ય ભરપૂર અમૃતથી પણ અધિક મધુર ઉપદેશ આપ્યો કે પ્રભુ પાસે માર્ગદર્શન મેળવવા આવેલા તદ્ભવમુક્તિગામી અઠાણુ બાંધવોએ ત્યાંને ત્યાંજ દીક્ષા ગ્રહણ કરી અને આત્મકલ્યાણમાં એકતાન બની ગયા. ત્યાર બાદ એ અઠાણુ બંધુઓના સર્વ રાજયોનું આધિપત્ય ભરત ચક્રવર્તીને પ્રાપ્ત થયું. બંધુઓની દીક્ષા બાદ ભરતજીના ચિત્તની વિચારણા
ભરત મહારાજા પણ તદ્ભવે મુક્તિગામી આત્મા હતા. “આજ્ઞા શિરોમાન્ય કરો અથવા યુદ્ધ માટે તૈયાર થાઓ” આવા મારા કહેણથી એ અઠાણુ બંધુઓએ ભયગ્રસ્ત બનવાના કારણે રાજ્ય વગેરે સર્વનો પરિત્યાગ કરીને પ્રભુ પાસે ચાલ્યા ગયાનું અને ચારિત્ર ગ્રહણ કર્યાનું ભરતજીને અનુમાન થયું. સાચા વૈરાગ્યરંગથી રંગાઈને ચારિત્ર ગ્રહણ કર્યું હોય તો તો મારા એ અઠાણુ બંધુઓ ભારે પરમવંદનીય છે. પરંતુ મારા ભયથી ત્રાસીને જે ચારિત્ર ગ્રહણ કર્યું હોય તો મારા માટે એ બાબત અતિ દુ:ખદાયી છે. એટલું જ નહિ પરંતુ ભગવાન શ્રી ઋષભદેવ
ભરતના અઠાણ ભાઈઓની પ્રભુ પાસે દીક્ષા
ભરત મહારાજાનું પૂર્વોક્ત કહેણ પ્રાપ્ત થયા બાદ અઠાણુ બાંધવોએ સંગઠિત બનીને નિર્ણય કર્યો કે
વડીલબંધુની આજ્ઞાનો સીધેસીધો સ્વીકાર કરવો કે વડીલ બંધુની સાથે રણસંગ્રામ કરવો? એ બાબત માટે આપણે બધાએ ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુ પાસે જવું અને એ આપણુ ભગવાન જે પ્રમાણે આપણને માર્ગદર્શન આપે તે પ્રમાણે વર્તવું.” આ નિર્ણય અનુસાર અઠાણુ બાંધવો પ્રભુ પાસે પહોંચ્યા અને ભરતજીની આજ્ઞા સ્વીકારી લેવી કે યુદ્ધ કરવું? એ બાબત યોગ્ય માર્ગદર્શન આપવા માટે પ્રભુને વિનંતિ કરી. ભગવાન શ્રી ઋષભદેજીએ ન આજ્ઞા સ્વીકારવાની સલાહ આપી કે ન
[“મહાનુભાવ મરિચિ યાને ભગવાન મહાવીર પ્રભુનો ત્રીજો ભવ” શીર્ષકવાળો પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનો લેખ છેલ્લા અંકમાં પ્રગટ થયો હતો. પૂજ્યપાદ આચાર્યશ્રી પૂના તરફ બિહારમાં હોઈ પછીના પ્રસંગો દર્શાવતો લેખ અમે પ્રગટ કરી શકયા નથી. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું ચાતુર્માસ પૂનામાં હોઈ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના ભવો દર્શાવતી લેખમાળાના બીજા માહિતી પૂર્ણ અને રસપ્રદ લેખો આગામી અંકથી નિયમિત પ્રગટ થશે. -તંત્રીઓ, જૈન યુગ ].