SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સ મા ચા ૨ સં ક લ ન અભ્યાસ અંગે સહાય શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંચાલિત શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન સ્કૉલરશિપ ફંડમાંથી માધ્યમિક શિક્ષણ માટે રૂા.૭૬૮, ઉચ્ચ અભ્યાસ માટે શ્રી સારાભાઈ મગનભાઈ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ફંડમાંથી રૂ. ૨૧૫૦, શ્રી ખેડા જૈન વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ લોન સ્કૉલરશિપ ફંડમાંથી રૂ. ૪૩૦૦, અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ઉચ્ચ અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઓને રૂા. ૭૫૫૦, અને બહાર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂા. ૭૦૦૦ મંજુર કરવામાં આવેલા છે. આ રીતે ૧૯૫૯-૬૦ના એક વર્ષ માટે રૂા. ૨૧,૭૬૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલયે અભ્યાસ માટે સહાય મંજૂર કરી છે. શ્રી પાટણ જૈન મંડળ તરફથી પરદેશના વિશિષ્ટ અભ્યાસ માટે રૂા. ૫૦૦૦ અને ઉચ્ચ અભ્યાસ માટે રૂા. ૧૦૪૨૬ મંજુર કરવામાં આવેલ છે. વિદ્યાર્થિની સ્કોલરશિપ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિભાગની વિદ્યાર્થિનીઓમાં એસ. એસ. સી. પરીક્ષામાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી અપાતી રૂા. ૨૨૫ની શ્રી લીલાવતી ભોળાભાઈ મોહનલાલ ઝવેરી જૈન વિદ્યાર્થિની સ્કૉલરશિપ કુ. મીનાક્ષી વસંતલાલ મહેતાને આપવામાં આવી છે. કુ. મીનાક્ષી શ્રી શકુંતલા કાન્તિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કુલ (મુંબઈ)ની વિદ્યાર્થિની હતાં અને છેલ્લી એસ.એસ.સી. પરીક્ષામાં પ૧૭/૭૦૦ ગુણ પ્રાપ્ત કરેલ છે. અભિનંદન જન્મભૂમિ પંચાગના ગણિત વિભાગના વિદ્વાન સંપાદક શ્રી અમૃતલાલ લક્ષ્મીચંદ શાહને ગણિતલંકાર ની પદવી આપી કાશી વિદ્વદસભા તરફથી બહુમાન કરવામાં આવેલ છે. ઈનામ શ્રી કનૈયાલાલ ડી. ભણસાળી (પાલણપુર)ને લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી ત્રણ લાખ એજન્ટોમાં વીમાનું કામ વધુ કરવા બદલ રૂા. ૧૦૦) ઈનામ અપાયેલ છે. સુરત જૈન ધર્મશાળા શ્રી રૂપચંદ લલ્લુભાઈ ઝવેરી જૈન છે. ધર્મશાળા (ગોપીપુરા-સુરત) જૈન છે. યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. નવાડીસા વિઘાથગ્રહ શ્રી માણેકલાલ હીરાલાલની સખાવત અને અન્ય ગૃહસ્થોની મદદથી નવાડિસામાં જૈન વિદ્યાર્થીગૃહ ખુલ્લું મુકાયેલ છે. શોકજનક અવસાન સુરતના જાણીતા અગ્રેસર શ્રી બાબુભાઈ ફકીરચંદ ઝવેરીનું તા. ૧૪-૭-૧૯૫૯ ના રોજ પાલીતાણામાં અને સેવાભાવી ડૉકટર ટી. કે. વોરાનું તા. ૧૩-૭૧૯૫૯ ના રોજ મુંબઈમાં થયેલાં દુ:ખજનક અવસાનની સખેદ નોંધ લઈએ છીએ. બન્નેએ સમાજની ઉપયોગી સેવાઓ બજાવી મધુર સુવાસ પ્રસરાવી છે. કોન્ફરન્સની પ્રવૃત્તિને તેઓ ખાસ પોષનાર હતા. સુરતના વતનીને પ્રાઈઝ સને ૧૯૫૯ની એસ. એસ. સી. પરીક્ષા પસાર કરનાર સુરતના વતની વિદ્યાર્થીને કૉન્ફરન્સ તરફથી પ્રેમચંદ સ્કો. પ્રાઈઝ આપવા માટે અરજીઓ આવકારવામાં આવે છે. સ્કૂલ, માર્કસ વગેરેની વિગતો સાથે તા. ૨૦ ઑગસ્ટ ૧૯૫૯ સુધી અરજીઓ સ્વીકારાશે. અરજી “શ્રી જૈન શ્વે. કૉન્ફરન્સ, ગોડીજી બિલ્ડિંગ, કાલબાદેવી-મુંબઈ ૨”ના સરનામે કરવી. { તામ્બર મૂર્તિપૂજક વિભાગને સ્પર્શતા સમાચાર તા. ૨૦મી સુધીમાં દર મહિને નીચે જણાવેલ સરનામે મોકલવા નિમંત્રણ છે. આ સમાચાર ટૂંકા અને મુદ્દાસરના સ્પષ્ટ હસ્તાક્ષરમાં શાહીથી લખેલા હોવા જોઈએ. સમાચાર મોકલનારે પોતાનું પૂરું નામ, સરનામું જણાવવું જરૂરી છે. તંત્રીઓ, જૈનયુગ” C/o શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ગોડીજી બિ૯હીગ; ૨૦, પાયધૂની, મુંબઈ ૨
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy