________________
જૈન યુગ
ઑગસ્ટ ૧૯૫૯
ના મેળાના દિવસોએ યાત્રાળુઓ ઉપર યાત્રાળુ કર લેવા જે ઠરાવ કરેલ છે તેથી મુંબઈના જૈન સમાજમાં આઘાત અને રોષની લાગણી પ્રસરી છે. તેનાં પ્રતિબિંબ જેનોની જાહેર સભા (૨-૭-૫૯) માં સ્પષ્ટ થયા હતા. સભામાં શ્રી નવીનચંદ્ર ભોગીલાલ ઝવેરીએ જૈનોના આ મહાન અને ચમત્કારિક તીર્થસ્થળની યાત્રાર્થે જનાર પાસેથી આવો વેરો લેવામાં આવે તે આત્મોન્નતિ બાધક હોઈ સર્વ શક્તિ ફોરવી રદ કરાવવા જણાવ્યું. શ્રી જગ- જીવન શિવલાલ શાહે કાયદેસર રીતે પગલાં લઈ ધર્મકાર્યમાં થતા હસ્તક્ષેપને તુરત અટકાવવા સૂચના કરી. શ્રી. લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહે આવા કર અંગેની પરિ સ્થિતિનો ઝિણવટથી અભ્યાસ કરી અનેક જૈન તીર્થસ્થળોને તેનાથી બચાવવાના સ્થાયી પગલા લેવા કહ્યું. શ્રી હરિશ્ચંદ્ર સમેતશિખરતીર્થ ઉપરના એક પ્રસંગની યાદ આપી જૈનો આ કાર્ય માટે પ્રતિજ્ઞા લે એની પ્રેરણા કરી. શ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ જણાવ્યું કે ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિના સાધનોમાં અવરોધઅવગડ ૫ યાત્રાવેરો કોઈ સહન કરી શકે જ નહીં. સુષુપ્ત સમાજને જાગૃત કરવાની જવાબદારી કોન્ફરન્સની છે. યુવકવર્ગ તૈયાર છે અને જરૂર પડે સત્યાગ્રહ સુધી જઈ શકાય પણ વેરો ન જ જોઈએ. શ્રી સારાભાઈ એન. શાહે આવા પ્રશ્નોના ઉકેલ માટે વ્યવહારુ માર્ગ શોધવાની હિમાયત કરી હતી.
શ્રી ફુલચંદ શામજીએ પ્રમુખસ્થાનેથી ગ્રામપંચાયતના આ ઠરાવનો સખત વિરોધ ઠેરઠેર કરવાની જરૂર ઉપર ભાર મૂકી યાત્રાવેરાથી થતી હાડમારી અને અપમાનજનક પરિસ્થિતિ જોતાં તે રદ થવો જ જોઈએ એમ કહ્યું. પ્રભુના ધામમાં ભક્તિ અર્થે જનારને સગવડતાને બદલે અગવડતા તો ન જ મળવી જોઈએ. આ પ્રશ્ન અંગે જરાએ નરમાશ બતાવી ન શકાય એમ જણાવી વિરોધદર્શક ઠરાવ રજૂ કર્યો હતો, જે સર્વાનુમતે પસાર થયો હતો.
ભયણી યાત્રાવેરાનો વિરોધ ભારતના અન્ય સ્થળોએથી પણ થયેલ છે. છાત્રાલય અને છાત્રવૃત્તિઓ
જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજનાં છાત્રાલયો અને છાત્રવૃત્તિ આપતી સંસ્થાઓનો સમૂચ્ચય પરિચય આપતી “છાત્રાલયો અને છાત્રવૃત્તિઓ” નામક ડેમી સાઈઝના ૯૬ પૃષ્ઠની પુસ્તિકા કૉન્ફરન્સે પ્રગટ કરી છે. આ માહિતીપૂર્ણ પુસ્તિકાનું સંપાદન સાહિત્યવારિધિ શતાવધાની
પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહે કરેલ છે. આ પુસ્તિકાની કિંમત પ્રચારાર્થે ૫૦ ના પૈસા (ટપાલ દ્વારા ૬૪ નયા પૈસા) રાખવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માર્ગદર્શક થઈ પડે તે હેતુથી કોન્ફરન્સની કાર્યવાહી સમિતિએ તા.
૧૯૫૯ના રોજ દસ સભ્યોની સાહિત્યપ્રચાર સમિતિ નીમી, જેના મંત્રી તરીકે શ્રી ધીરજલાલ ટોકરશી શાહની નિમણુંક કરવામાં આવી. મુંબઈ, ગુજરાત,
સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે વિભાગના - ૬૩ છાત્રાલયો અને ૧૬ છાત્રવૃત્તિ આપતી સંસ્થાઓની માહિતી પદ્ધતિસર સંકલિત કરી આ પુસ્તિકામાં કરવામાં આવી છે.
આ પ્રકાશન કાર્ય અંગે વખતો વખત માર્ગદર્શન આપવા માટે સાહિત્ય પ્રચાર સમિતિના સભ્યોનો અને પ્રકાશન અંગેના પ્રચાર, સંપાદન, મુદ્રણ વગેરેની જવાબદારી ઉત્સાહભેર ઉપાડવા માટે શ્રી ધીરજલાલ ટોકરશી શાહની કોન્ફરન્સ ખાસ આભાર માને છે. શ્રી માણેકબા જૈન વિદ્યાર્થી પારિતોષિક
એસ. એસ. સી. પરીક્ષામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર શ્રી કીશોરચંદ્ર શામજી છેડા (માટુંગા પ્રીમીઅર સ્કુલ)ને રૂ. ૬૦ નું આ પારિતોષિક આપવા નક્કી કરેલ છે. શ્રી. કીશોરચંદ્ર ૧૯૫૯ની એસ. એસ. સી. પરીક્ષામાં ૬૪૮૮૦૦ માર્કસ પ્રાપ્ત કરેલ છે. શેઠ ફકીરચંદ પ્રેમચંદ સ્કોલરશિપ
૧૯૫૯ની એસ. એસ. સી. પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી વધુ માર્કસ મેળવનાર છે. મૂ. જૈન વિદ્યાર્થીને આ ઈનામ અપાય છે. તે અનુસાર આ વર્ષે રૂ. ૩૦નું આ ઈનામ કુ. મીનાક્ષી વસંતલાલ મહેતાને મળે છે. કુ. મીનાક્ષીએ છેલ્લી એસ. એસ. સી. પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં ૯૨/૧૦૦ માર્કસ મેળવેલ છે. શ્રી શકુંતલા કાન્તિલાલ ઈ. જૈન ગર્લ્સ હાઇસ્કુલના આ બેન વિદ્યાર્થિની હતાં. વિનંતિ
કૉન્ફરન્સની સ્થાયી સમિતિના ચૂંટાએલ દરેક સભ્યોએ વાર્ષિક રૂ. ૫) પાંચ ફીના ભરવાનું આવશ્યક છે. જે સભ્યોએ ગત તેમજ ચાલુ વર્ષની વાર્ષિક ફી મોકલી આપી ન હોય તેમને મોકલી આપવા પુનઃ ખાસ વિનંતિ છે. જેન યુગના ગ્રાહક બંધુઓને
જે ગ્રાહક બંધુઓએ લવાજમ હજી ન મોકલ્યું હોય તેમને તુરત મોકલી આપવા ખાસ વિનંતિ છે.