________________
ઐતિહાસિક ચિત્રપટનો પરિચય અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજીની સાલમીમાંસા
પૂ. મુનિશ્રી યશોવિજ્યજી
ચિત્રપટ શું કહે છે?
આટલો પરિચય આપીને આ પટ ઐતિહાસિક અને મહત્વનો શાથી છે? તે અંગે થોડોક ઉહાપોહ રજુ કરું
અવતરણ
આ અંકમાં ઐતિહાસિક અને મૂલ્યવાન કહી શકાય તેવો ચિત્રપટ છાપવામાં આવ્યો છે. યદ્યપિ આ પણ પહેલવહેલો “શ્રીવિજયવલ્લભસૂરિસ્મારકગ્રંથ માં, અને ત્યાર પછી “મહોપાધ્યાય શ્રીયશોવિજય સ્મૃતિ ગ્રંથ માં છાપવામાં આવ્યો છે. તો પણ પુસ્તક કરતાં પત્ર વધુ હાથોમાં ફરતું હોવાથી, તેમ જ આ પટ પૂ. ઉપાધ્યાયજી મહારાજની આયુષ્યનિર્ણયમીમાંસા માટે અભૂતપૂર્વ પ્રકાશ અને મહત્ત્વનો વિચાર પૂરો પાડતો હોઈ, અહીં પુનઃ સ્થાન અપાયું છે. પટની જીવન કથા --પટનું નામ–મેરુપર્વત.
આ પટનો જન્મ-વિ. સં. ૧૬૬૩માં થયો હોવાથી તેની આવરદા આજે ૩૫૧ વર્ષની થઈ કહેવાય. –ઉંચાઈ (અથવા લંબાઈ) ૧ ફુટની અને પહો
ળાઈ પણ લગભગ તેટલી જ. –જાત દેશી--અમદાવાદી કાગળ. –રંગે શ્વત. –અલંકારની જગ્યાએ અંદર કાળો, પીળો ને લાલ કલરનો ઉપયોગ.
અને નીચે અસ્તર શ્વેત કાપડાનું. આ પટમાં જંબુદ્વીપના મધ્યવર્તિ રહેલા અને આપણા ભારતના મધ્યભાગથી લગભગ ૧૭૯૪૮૮૦૦, -અર્થાત એક કરોડ, ઓગણએંશી લાખ, અડતાલીસ હજાર આઠસો ગાઉ-દૂર રહેલા મેરુપર્વતની આકૃતિ જૈન દષ્ટિએ અને અમુક રીતિએ દોરી બતાવી છે. આ પર્વત ગોળાકારે ઉચો ગએલો છે. છતાં ન વિજયજીને તો ચારે દિશાવતી રહેલી વસ્તુઓનું દર્શન કરાવવું હોવાથી, ભૂમિતિની રીતે વર્તુળાકારે સપાટ કરીને બતાવ્યો છે. જેથી જોનારને, પ્રાથમિક દૃષ્ટિએ તે આ પહાડ છે, તેવો ખ્યાલ આવે તેમ નથી.
વર્તમાન અપેક્ષાએ આપણું ઉપાધ્યાયજીનું અંતિમ મહામહર્ષિ કે જયોતિર્ધર તરીકેનું સ્થાન અદાવધિ અજોડ રીતે જળવાઈ રહ્યું છે. કારણ કે એમનું ખાલી સ્થાન લઈ શકે એવી “દિવ્ય અને અભુત” શબ્દથી નવાજી શકાય તેવી કોઈ જ વ્યક્તિ તેમના પછી પાકી નથી. એ એક નિર્વિવાદ સત્ય છે. આપણા એ મહાસર્જક સત્તરમી સદીના વચગાળે જમ્યા અને અઢારમી સદીના વચગાળે કાળધર્મ (દેવલોક ) પામ્યા. આથી આપણા આ પરમોપાસ્ય પુરૂ સાથે બંને સદીઓનુ અર્ધાઅર્ધ સગપણ જોડાયું છે. આ સદીની બાબતમાં પણ કોઈને કશો જ અંદેશો નથી, શંકા છે તેમના ચોક્કસ વર્ષ માટે.
આ માટે ચિત્રપટની પુપિકાના મુદ્દાઓને સમજી લેવા પ્રથમ જરૂરી છે. ૧ મેરુપર્વતનું આલેખન, વિ. સ. ૧૬૬૩માં થયું છે. ૨ આલેખન કરનાર, ઉપાધ્યાયજીના ગુરુ શ્રી નયવિજયજી પોતે જ છે, અને તે વખતે તેઓ ગણિ અને પંન્યાસ પદ ધરાવે છે.
૩ આલેખન, કણસાગર નામના ગામડામાં રહીને
કર્યું છે. ૪ અને તે આ. શ્રીવિજયસેનસૂરિજીના રાજમાં
૧ ઉ. ગુજરાતના મહેસાણા પાસેના ધીણોજ ગામની નજીક ગાંભુ કરીને ઐતિહાસિક ગામ છે. આ જ ગામમાં શીલાંકાચાયજીએ આચારાંગની ટીકા પૂર્ણ કરી હતી. આ ગામથી થોડાક ગાઉ દૂર “ કણસાગર ” ગામ આજે પણ વિદ્યમાન છે, ને ત્યાં આજુબાજુએ પ્રાચીન અવશેષો સારા પ્રમાણમાં પડેલા જોવા મળે છે.