________________
જૈન યુગ
૨૮
જાન્યુઆરી ૧૯૫૯
મૃત્યુ પામનારના ધનને અને જિઆ નામના કરને તો હતો. ૧૮
– પ્રશસ્તિ-શિલાલેખના ૬૨મા પદ્યમાં શાહ તેજપાલે સં. ૧૬૫૮માં કરેલી યાત્રા અને ગુરુજી શ્રી હીરવિજસૂરિજીએ તે ચૈત્યની કરેલી પ્રતિષ્ઠા સૂચવી
શટંગ કાન-વાઈ – ૬૬૦ મતેડજે,
यात्रां चकार सुकृताय स तेजपालः । चैत्यस्य तस्य सुदिने गुरुभिः प्रतिष्ठा,
વને જ હીરવિકથાધિસૂરિસિદૈઃ દ્રા” ભાવાર્થ –તે તેજપાલે શત્રુંજય પર સં. ૧૬૫૦માં સુકૃતમાટે યાત્રા કરી હતી અને તે ચિત્યની પ્રતિક સુદિને ગુરુજી શ્રી હીરવિજયસૂરિ-સિહે કરી હતી. ૬૨
શત્રુંજય પર્વત પરના નંદિવર્ધન ચિત્યના પૂર્વોક્ત પ્રશસ્તિકાર કવિ હેમવિજય, ૫. કમલવિજયના સુશિષ્ય હતા–એમ તેના અંતિમ પધમાં જણાવ્યું છે. તે કવિએ રચેલા બીજા અનેક ગ્રંથો શ્રી પાર્શ્વનાથચરિત મહાકાવ્ય (રચના સંવત ૧૬૩૨), સદ્ભાવશતક-ઋષભશતક (સં. ૧૬૫૬), કથારત્નાકર (સં. ૧૬૫૭), કીર્તાિકલ્લોલિની, સ્તુતિત્રિદશતરંગિણી, કસ્તૂરીપ્રકર, અન્યોક્તિમુક્તામહોદધિ, તથા વિજયપ્રશસ્તિ મહાકાવ્ય (૧૬ સર્ગ પર્યંત) વગેરે જાણવામાં આવ્યા છે. વિશેષ માટે જૂઓ વિજયપ્રશસ્તિ મહાકાવ્ય (ય. વિ. ગ્રંથમાળાથી પ્રકાશિત).
"ॐ॥ स्वस्तिश्री संवत् १६५२ वर्षे मार्गे वदि २ सोमवासरे पुष्यनक्षत्रे निष्प्रतिमसंवेग-वैराग्य निःस्पृहतादिगुणरंजितेन साहिश्रीअकबरनरेंद्रेण प्रतिवर्ष पाण्मासिकसकलजंतुजाताभयदानप्रवर्तन-सर्वकालीनगवादिवनिवर्तनजीजिआदिकरमोचन-मुंडकाभिधानकरमोचनपूर्वक श्रीशत्रुजयतीर्थसमर्पणादिपुरस्सरं प्रदत्तबहुबहुमानानां नानादेशीयसंघसमुदायेन सह श्रीशत्रुजये कृतयात्राणां जगद्विख्यातमहिमपात्राणां सं. १६५२ वर्षे भाद्रसितैकादश्यां उन्नतदुर्गे अनशनपूर्वक महोत्सवेन साधितोत्तमार्थानां तपागच्छाधिराज-भट्टारक श्रीहीरविजयसूरीणां पादुकाः कारिं स्तंभतीर्थीय सं. उदयकरणेन प्र. भ. श्रीविजयसेनसूरिभिः॥ महोपाध्यायश्रीकल्याणविजयगणयः पं. धनविजयगणिभ्यां सह પ્રયંતિ ! તાર્થ માવા......]ધ્યમનાશ્ચર નિ]તુ I શ્રી
–એપિરાફિ ઇંડિકા-૨/૫૯
–પ્રાચીન જૈનલેખસંગ્રહ ભા. ૨, લે. ૧૩. ભાવાર્થ –સંવત ૧૬૫ર વર્ષ (ચૈત્રથી શરૂ થતા)ના માર્ગશીર્ષ વદિ ૨ સોમવારે પુષ્યનક્ષત્રમાં જેમના અસાધારણ સંવેગ, વૈરાગ્ય, નિઃસ્પૃહતા આદિ ગુણોથી રંજિત થયેલા સાહિ શ્રી અકબર નરેન્દ્ર પ્રતિવર્ષ છ મહિના પર્યત સકળ જંતુ-સમૂહને અભયદાન પ્રવર્તાવવું, સર્વ કાળના ગાય, બળદ વગેરેના વધ અટકાવવા, તથા જીજીઆ વગેરે કર મુકત કરવા અને મુંડકા નામના કરને મુકત કરવા પૂર્વક શરુંજયતીર્થ સમર્પણ કરવું વગેરે પ્રકારનાં કાર્યો કરી જેમને બહુ બહુમાન આપ્યું હતું, તથા જેમણે વિવિધ દેશોના સંઘ-સમુદાય સાથે શ્રી શત્રુંજયની યાત્રા કરી હતી, જેઓ જગતમાં વિખ્યાત મહિમાપાત્ર હતા; સં. ૧૬૫ર વર્ષમાં, ભાદ્રપદ શુકલ એકાદશીએ ઉન્નતદુર્ગ(ઊના-સૌરાષ્ટ્ર)માં અનશન–પૂર્વક મહોત્સવથી ઉત્તમ અર્થને સાધનારા તે તપાગચ્છના અધિરાજ પૂજ્ય શ્રી હીરવિજયસૂરિજીની પાદુકાઓ સ્તંભતીર્થ(ખંભાત)ના સંઘવી ઉદયકરણે કરાવી અને પૂજ્ય શ્રી વિજયસેનસૂરિજીએ પ્રતિષ્ઠિત કરી છે, તેને મહોપાધ્યાય શ્રી કલ્યાણવિજયગણિજી ધનવિજયગણિ સાથે પ્રણામ કરે છે. આ પાદુકાઓ ભવ્યજનોથી આરાધન કરતી ચિર કાળ નિંદો.”
(ક્રમશઃ)
શ્રી શત્રુંજય તીર્થ પર આદીશ્વર ભગવાનના મંદિરની પશ્ચિમે આચાર્ય શ્રીહીરવિજયસૂરિજીની પાદુકા સં. ૧૬૫રમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે, જેની પ્રતિષ્ઠા તેમને પટ્ટધર શ્રીવિજયસેનસૂરિએ કરી હતી. તે સંબધના ત્યાંના નાનીમોટી ૧૧ પંક્તિના સં. શિલાલેખમાં સદ્ગત સુરિજીના સગુણ સાથે સત્કાર્યોનું સ્મરણ કરવામાં આવ્યું છે, તેમાં પ્રસ્તુત જીજીઆ-કર-મોચનનો પણ ઉલ્લેખ છે. એની નકલ એપિગ્રાફિઆ ડિકા ૨,૫૯માં, તથા તેના આધારે શ્રી જિનવિ. પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. રમાં લેખાંક ૧૩ તરીકે પ્રકાશિત છે, તે અહીં દર્શાવું છું –