________________
ગંધ પૂજાનું ફળ
શ્રી નવીનચંદ્ર અ. દોશી
જિનનો ગુણગંધ ભરી હૃદયે, જન દ્રવ્ય સુગંધથી પૂજા કરે, તેને લાભ સુશાંતિ સદાય વરે.
તેનાં પાતક સધળાંયે દૂર ખરે. ભારતવર્ષમાં વૈતાઢ્ય પર્વતના દક્ષિણ ભાગમાં ગજપુર નામે વિદ્યાધરોનું નગર હતું. ત્યાં જયસૂર નામે વિદ્યાધર રાજા હતો. તે રાજાને શુભમતિ નામે રાણી હતી. બીજે વખતે રાણીના ગર્ભમાં ત્રીજા દેવલોકમાંથી ચવીને એક સમ્યગદષ્ટ દેવતા સંક્રમ્યો, રાણીને મનમાં દોહદ થયો.
“સુગંધી દ્રવ્યો વડે હું જિનિંદ્રોનું અર્ચન કરું ” રાજા અને રાણી વિમાનમાં બેસીને અષ્ટાપદ પર્વત પર પૂજન કરવાને નીકળ્યાં. રસ્તામાં રાણીને પાણીની તરસ લાગી તેથી વિમાન એક જંગલમાં ઝરણા પાસે ઉતર્યું. રાણીએ રાજાને પૂછ્યું, “હે સ્વામી, આ સુગંધી વનસ્પતિઓના પ્રદેશમાં પણ આ અણગમતી દુર્ગધ ક્યાંથી આવે છે?” રાજા જ્યસૂરે કહ્યું, “પ્રિયે, મહાતપસ્વી મુનિ લાંબા કાળથી ધ્યાનમાં સ્થિર છે, તેમણે શરીરની સંભાળ લીધી નથી, તેથી તે શરીરમાંથી રખાવતી ગંધ તને અસહ્ય લાગે છે. ચાલો આપણે એ મુનિવરને વંદન કરીને માનવજન્મને ધન્ય બનાવીએ!”
રાણીએ વંદન કર્યા પછી પોતાના પતિને મુનિના દેહને જાળવડે પખાળવાનો આગ્રહ કર્યો તેથી તેમણે મુનિના દેહનો મેલ દૂર કરી તેના ઉપર સુગંધી પદાર્થોનો લેપ કર્યો. રાજા જયસૂર અને રાણી શુભમતિ પછી અષ્ટાપદ તીર્થ પર જઈને સુગંધી ચૂર્ણ વડે ભગવાનની અર્ચના કરવા લાગ્યાં.
અહીં સુગંધી દ્રવ્યના આકર્ષણ વડે વનના ભમરાઓ વનસ્પતિ મૂકીને મુનિના દેહમાં છિદ્રો કરવા લાગ્યા. મુનિનો દેહ ચાળણીની માફક છિદ્ધયુક્ત થયો. વિદ્યાધર અને વિદ્યાધરી બન્ને પાછાં વળ્યાં ત્યારે તેમને મુનિની આવી અવસ્થા જોઈ રાણીને પોતાના અવિચારી સેવાકૃત્ય માટે પશ્ચાતાપ થયો. ત્યાં તો મુનિને લોકાલોકને
પ્રકાશનારું એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મહાત્સવ કર્યો. રાજારાણીએ મુનિ પાસે પોતાના અપરાધની ક્ષમા માગી. મુનિએ કહ્યું “મુનિની દુર્ગછા કરવાનું તારું પાપ તે પશ્ચાત્તાપથી શોષવી નાખ્યું છે છતાં એક ભવમાં કંઈક ભોગવવાનું બાકી રહી ગયેલ છે.”
રાજા અને રાણીએ પોતાના પુત્ર વિદ્યાધર કલ્યાણને ગાદી આપીને દીક્ષા ગ્રહણ કરી બન્ને ઉત્તમ મુનિનો આચાર પાળીને દેવદેવીપણે સૌધર્મકલ્પમાં ઉત્પન્ન થયાં.
હવે રાણી શુભમતિનું દેવી તરીકેનું આયુષ્ય ટૂંકું હોવાથી તે ભારતવર્ષમાં હસ્તિનાપુરના રાજા જિતશત્રુને ત્યાં અતિશય સ્વરૂપવાન એવી પુત્રી તરીકે જન્મી. યૌવનાવસ્થામાં તે કન્યાનો સ્વયંવર રચવામાં આવ્યો. મોટા મોટા વિદ્યાધરો અને કિન્નરોને છોડીને રાજકુમારી મદનાવલીએ શિવપુરના રાજા સિંહધ્વજને સ્વામી તરીકે પસંદ કર્યા.
સિંહધ્વજ અને મદનાવલીનો વખત પરસ્પર પ્રીતિના સુખમાં ઝડપથી પસાર થવા લાગ્યો. મુનિની પૂર્વભવમાં કરેલી દુછાને કારણે રાણી મદનાવલીને કર્મોદયને લીધે દેહમાંથી એવી દુસહ દુર્ગધ ટવા લાગી કે લોકોને તેની પાસે ઉભા રહેલું અસહ્ય બની ગયું. વૈદ્યો પણ આ કર્મરોગ સામે લાચાર થયા. રાજાએ દૂર અરણ્યમાં એક મહેલ બંધાવીને કેટલાક રસાલા સાથે રાણીને ત્યાં રાખી. I રાણી પોતાનું આવું અસહ્ય તિરસ્કારમય જીવન બહુ જ શાંત રીતે પૂર્વનો પાપકર્મનો ઉદય માનીને સહન કરવા લાગી. એક વાર રાણી પોતાના મનને કર્મવિચારની ભાવનાથી સાંત્વના આપતી હતી ત્યાં અરણ્યના મહેલમાં એક ચમત્કાર બન્યો.
રાણીના મહેલમાં એક પોપટ અને મેના દાખલ થયાં અને સ્તંભના વળાંકનો આશ્રય લઈને ત્યાં જ બેઠાં. રાણી જ્યારે ઊંધવાની તૈયારી કરવા માટે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરે છે ત્યારે પક્ષિણી કહે છે, “હે સ્વામી, કોઈ કથા કહો તો રાતની ઠંડી વીસરી શકાય,
૨૮