________________
જેન યુગ
જુલાઈ ૧૯૫૯
પોપટ કહે, “હું તને એક મનોહર પરંતુ કપિત કથા કહું છું.” પક્ષિણ બોલી, “મને સત્ય કથા જ કહો જેથી સત્ય જાણવાનો સંતોષ થાય અને મનોરંજન પણ થાય.”
પોપટે તો રાણી શુભમતિ અને વિદ્યાધર રાજા જયસૂરની કથા વિસ્તારીને કહી. રાણી મદનાવલીને આ સાંભળીને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. પક્ષિણીએ પૂછ્યું કે તે શુભમતિ હાલ ક્યાં જન્મી છે. પોપટે કહ્યું,
તારી સામે જ આ પલંગ પર બેઠેલી દુર્ગધયુક્ત શરીરવાળી, મુનિઘણાનું ફળ ભોગવતી આ રાજરાણી મદનાવલી છે.” પક્ષિણીએ કહ્યું, “સ્વામી, આ રાણીનું દુઃખ દૂર કરવાનો કોઈ ઉપાય કહો.” પોપટે કહ્યું,
ઉપાય સરળ છે. જે સાત દિવસ સુધી સુગંધી દ્રવ્યો લઈને આ રાણી વીતરાગ પ્રતિમાનું પૂજન કરે તો તેનો રોગ જરૂર શાંત થાય.”
રાણીએ તો આવી વધામણી સાંભળી તેથી તેનું અડધું દુઃખ ત્યાંને ત્યાં ઓછું થઈ ગયું. તેને અસહ્ય દુર્ગધની અવસ્થામાં પણ આરોગ્યની આશા ઉત્પન્ન થવાથી ખૂબ હર્ષ ઉત્પન્ન થયો. પણ પક્ષિયુગલ રાણી જોતી હતી ત્યાં જ અદશ્ય થઈ ગયું.
રાણીએ ઉત્તમ સુગંધદ્રવ્યોના ચૂર્ણ વડે વીતરાગ પરમાત્માની પ્રતિમાઓની પૂજા શરૂ કરી. જેમ મંત્રના બળથી પિશાચ શાંત થાય તેમ રાણીનો રોગ પૂજનના ક્રમ પ્રમાણે અનુક્રમે સાત દિવસે તદ્દન શાંત થઈ ગયો. રસાલામાંના પુરૂષોએ તરતજ જઈને રાજાને આ શુભ સમાચાર આપ્યા. રાજાએ તરતજ રાણીને ધામધૂમથી નગરમાં દાખલ કરી અને ફરીને રાજારાણી પ્રીતિપૂર્વક રહેવા લાગ્યાં. શિવપુર નગરના ઉદ્યાનમાં આજે અમિતતેજ નામના
ધર્માચાર્ય પધાર્યા છે. તેમને કેવળજ્ઞાન વહ્યું છે તેથી દૂરદૂરથી આ મુનિનું દર્શન કરવા માટે લોકો આવે છે. રાજા સિંહધ્વજ અને રાણી બદનાવલી પણ સર્વત મુનિ અમિતતેજના દર્શને આવ્યાં.
રાણીએ મુનિને પૂછ્યું, “પ્રભો, મને પોપટ રૂપે રોગનો ઉપાય દર્શાવનાર કોણ હતું ? ” મુનિ અમિતતેજ બોલ્યા, “ભલે, એ તારો પૂર્વજન્મનો સ્વામી વિઘાઘર
જ્યસૂરનો જીવ જે હાલમાં સૈધર્મકલ્પમાં દેવ છે તે તારા પરની પ્રીતિને કારણે શુક્યુગલરૂપે તને ઉપદ્રવમુક્ત કરવા આવેલો.”
રાણીએ સર્વજ્ઞનાં વચન સાંભળ્યાં તેથી તેને સંસારબ્રમણના ભય વિશે ગભરામણ થઈ. તેથી તેણે મહારાજા સિંહધ્વજની ઇચ્છા બરાબર નહોતી છતાંયે ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
સાધ્વી બદનાવલી હંમેશાં ધ્યાનમાં સ્થિર રહીને આત્માનંદમાં મગ્ન રહે છે. હવે પૂર્વજન્મનો મદનાવલી નો પતિ વિદ્યાધરને ત્યાં જનમ્યો છે. યુવાન થયો છે. વિમાનમાં બેસી પરણવા જતો હતો ત્યાં તેણે રસ્તામાં સાધ્વીને જોઈ. પૂર્વસંસ્કારને કારણે તેણે સાધ્વી પાસે ભોગપ્રાર્થના કરી, તપ છોડીને પોતાની અર્ધાગિની બનવા તેણે મદનાવલીને બહુ સમજાવી. મદનાવલી સાધ્વી અચળ રહ્યાં. તેથી અનુકૂળ ઉપસર્ગો સહન કરતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મહોત્સવ કર્યો. વિદ્યાધર મૃગાંક પણ પૂર્વજન્મનો વૃત્તાંત જાણી કેવળીને વંદન કરી પોતાને સ્થાને ગયો. આમ રાણી શુભમતિ પ્રભુપૂજાના પુન્યના પ્રભાવે અનુક્રમે અનંત દુ:ખનો અંત કરીને શાશ્વત સુખને પામ્યાં.
(વિજયચંદ કેવલીના રાસમાંથી)