________________
જેન યુગ
૨૭
જુલાઈ ૧૯૫૯
-
----
નામ, જુદા જુદા રાજ્યાધિકારીઓની પદવીઓ, ( વેપારીઓ, કલાધરો, અને કારીગરોની વિવિધ શ્રેણિઓ ઉપર અને તે દ્વારા ઈસવી સનની પહેલી ચાર-પાંચ શતાબ્દીઓ દરમિયાન ઉત્તર ભારતની રાજકીય, આર્થિક અને ધાર્મિક પરિસ્થિતિ ઉપર પણ તે મોટો પ્રકાશ પાડે છે. વચ્ચેના સમયમાં અંગવિજા'નું પઠન પાઠન વિરલ હતું; તે કારણે એની ખાસ કરીને પ્રાચીન હસ્તપ્રતો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ માટે બહુ ઉપયોગી છે. ભારતીય સાહિત્યની, પ્રમાણમાં કંઈક અવગણાયેલી શાખાનું “અંગવિજજાએ મૂલ્યવાન પ્રકાશન છે.
પ્રાકૃત ટેસ્ટ સોસાયટીનાં બે અગત્યનાં પ્રકાશનો, જે ટૂંક સમયમાં બહાર પડનાર છે તે–વિમલસૂરિકત * પઉમચરિય” અને શીલાચાર્યકૃત “મહાપુરિસચરિય.” આ બેય બૃહદ્ પ્રાકૃત ગ્રન્યો છે અને એ બેયનાં સંપાદન મુનિ શ્રીપુણ્યવિજયજીએ કરેલાં છે. “પઉમચરિય’નું સંસ્કૃત રૂપાન્તર થાય “પદ્મચરિત.” “પધ” એટલે રામ અર્થાત એમાં જૈન પરંપરા અનુસાર રામચરિત અથવા રામાયણની કથા આપેલી છે. એની રચનશૈલી અને ભાષા વરૂપ ઉપરથી, એના પ્રથમ સંપાદક, જર્મન વિદ્વાન ડો. હર્મન યાકોબી એ ગ્રન્થને ચોથા-પાંચમા સિકા કરતાં જૂનો ગણતા નથી.
શીલાચાર્યકૃત “મહાપુરિસચરિય” દશ હજાર શ્લોકપ્રમાણુનો પ્રાકૃત ગ્રન્થ છે. સં. ૯૨૫માં એની રચના થઈ એમાં ચોપન મહાપુરુષોનાં ચરિત્ર આપેલાં હોવાથી તે “ચઉપન્ન મહાપુરિસચરિય” તરીકે પણ ઓળખાય છે, અને લગભગ અઢીસો વર્ષ બાદ હેમચંદ્ર સંસ્કૃત શ્લોકોમાં પુરાણપદ્ધતિએ રચેલા “ત્રિષષ્ટિશલાકાપુષચરિત્ર'નું વસ્તુ ઘણે અંશે એમાંથી લેવાયેલું જણાય છે. આ શીલાચાર્ય અને વનરાજના ગુરુ તરીકે પ્રસિદ્ધ શીલગુણસૂરિ કે શીલાંકરિ એક જ છે એવી એક પરંપરા છે.
છેલ્લે એક મહત્વના સંસ્કૃત ગ્રંથ વિષે હું વાત કરીશ. એ ગ્રન્થ છે “વિષ્ણુધર્મોત્તર પુરાણ”નો ત્રીજો ખંડ. એનું શાસ્ત્રીય સંપાદન ડો. પ્રિયબાલા શાહે કર્યું છે અને એનું પ્રકાશન થોડાક માસ પહેલાં જ ગાયકવાડ પ્રાચ્ય ગ્રન્થમાલાના ૧૩૦ મા પુષ્પ તરીકે થયું છે. સંપાદક વિદુષીએ આ ખંડનો રચનાકાળ ઈ. સ. ૪૫૦ અને ૬૫૦ ની વચ્ચે નિશ્ચિત કર્યો છે. અર્થાત ભારતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાતા ગુપ્તયુગની આ કૃતિ છે. અનેક પુરાણો અને ઉપ
પુરાણોમાં નગરરચના, સ્થાપત્ય, શિલ્પ ચિત્ર, સંગીત, નૃત્ય આદિ કલાઓ વિષેનું નિરૂપણું જોવામાં આવે છે, પણ લલિતકલાઓનું જેવું વિસ્તૃત અને વ્યવસ્થિત નિરૂપણ “વિષ્ણુધર્મોત્તરમાં છે તેવું બીજા એક પણ પુરાણમાં નથી. આ નિરૂપણ “વિઘણુધર્મોત્તર 'ના ત્રીજા ખંડમાં છે, અને એટલા ખાતર માત્ર એ ખંડનું સંપાદન કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતની કલાઓમાં પ્રયોજાયેલ અનેક મુદ્દાઓ અને પ્રતીકો ઉપર તે પ્રકાશ પાડે છે; અને પ્રાચીન કલાઓની પ્રણાલિકાઓ અને પરંપરાઓને સમજવા માટે પ્રમાણભૂત સાધનરૂપ બની રહે છે. ચિત્રકલાને લગતો એમાંનો વિભાગ, જે “ચિત્રસૂત્ર” તરીકે ઓળખાય છે, એનાં અંગ્રેજી તેમ જ ગુજરાતી ભાષાન્તરો પણ આ પહેલાં થયેલાં છે.
“વિષ્ણુધર્મોત્તર 'ના આ ત્રીજા ખંડમાં ક્યા વિષયો ચર્ચાયા છે એ ટૂંકમાં જોઈએ. એમાં સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણ, શબ્દકોશ, છંદ શાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, કંકસંગીત અને વાદ્યસંગીતની ચર્ચા છે. “નત્તસુત્રમાં નૃત્ય વિષે અને ચિત્રસૂત્રમાં ચિત્ર વિષે શાસ્ત્રીય નિરૂપણ છે. એ પછી “પ્રતિમાલક્ષણમ ' નામે વિભાગમાં જુદા જુદા દેવોનાં રૂપ” અર્થાત આકૃતિનું નિર્માણ કેવી રીતે કરવું એ વિષે શિલ્પીઓ અને ચિત્રકારોને સૂચનાઓ છે. એમાં “ક” અથવા સ્તૂપ કેવી રીતે નિર્માણ કરવો એનું પણ વિધાન છે. છેલ્લે “પ્રાસાદલક્ષણમ ” એ વિભાગમાં દેવમન્દિરોના નિર્માણ માટે સ્થપતિઓને અનેક રીતે ઉપયોગી એવી બાબતો ચર્ચવામાં આવી છે, તથા પ્રાસાદો બાંધવા માટે જરૂરી લાકડું, પથ્થર, ઈટ વગેરે સામગ્રીની પરીક્ષા કેવી રીતે કરવી એ જણાવ્યું છે તથા “વજલેપ કેવી રીતે તૈયાર કરવો એ સૂચવ્યું છે. “વજલેપ” એટલે ઇંટ, પથ્થર વગેરેને વજની જેમ ચોટી જનારો, સિમેન્ટ જેવો પદાર્થ છે. મૂતિઓની પ્રતિષ્ઠાવિધિ પણ એ વિભાગમાં વર્ણવેલી છે. પ્રાચીન ભારતની વિવિધ કલાઓના અભ્યાસ માટે અદ્વિતીય મહત્ત્વના, વિષ્ણુધર્મોત્તર 'ના તૃતીય ખંડમાં નિરપિત વિષયોનું છે. પ્રિયબાલાનું ઐતિહાસિક અને વિવેચનાત્મક અધ્યયન અને સંસ્કૃત શબ્દસૂચિઓ હવે પછી ગાયકવાડ પ્રાગ્યમાળાના એક અલગ ગ્રંથરૂપે પ્રસિદ્ધ થશે.
પ્રાચીન ગ્રન્થો પર કેટલાંક નવાં સંશોધનોનો આ ટૂંક પરિચય, એ પ્રકારની વિદ્યાપ્રવૃત્તિની અનેકવિધ અગત્યનો અછડતો ખ્યાલ આપશે.
(આકાશવાણીના સૌજન્યથી)