________________
જૈન યુગ
જુલાઈ ૧૯૫૯
સાંત હવે અંગ
પ્રશ્ન એ થશે કે “વર્ણક’ એટલે શું? જુના ગુજરાતી સાહિત્યમાં ગદ્યના જે વિવિધ પ્રકારો મળે છે તેમાં વર્ણક? એક વિશિષ્ટ પ્રકાર છે. “વર્ણક” એટલે કોઈ પણ વિષયના વર્ણનની, પરંપરાથી લગભગ નિશ્ચિત થયેલી એક ધારી. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત, છતાં પદ્યમાં લેવાતી બધી ? ભોગવતા પદ્યાનુકારી પ્રાસયુક્ત ગદ્યમાં, જે ગદ્ય “બોલી ” નામે ઓળખાય છે તેમાં, ઘણુંખરું વર્ણકોની રચના થયેલી હોય છે. પરંતુ એમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત વર્ણકો અથવા જેને એકંદરે સંસ્કૃત ગણવો જોઈએ એવો મિશ્રભાષામય ભાગ પણ આવે છે. આ સંસ્કૃત અંશ વ્યાકરણમાન્ય પ્રશિષ્ટ સંસ્કૃતમાં નહિ, પણ પ્રાકૃત અને લોકભાષાના પ્રયોગોથી તરબોળ થયેલી સંરકૃત, જેને સાધારણ રીતે “જૈન સંસ્કૃત” નામથી ઓળખવામાં આવે છે, પણ જર્મન વિદ્વાન ડૉ. હર્ટલે જેને Vernacular Sanskrit-“લોકભાષામય સંસ્કૃત' એવું અર્થવાહક નામ આપ્યું હતું એવી સંસ્કૃતમાં રચાયેલો છે. કથાકારો અને પ્રવચનકારો શ્રોતાઓના મનોરંજન અને ઉદબોધન અર્થે આવા વર્શકોનો ઉપયોગ કરતા હશે. જુદા જુદા વર્ણકોમાં જે સમાન અથવા સમાન જેવો અંશ મળે છે તે ઉપરથી ચોક્કસ જણાય છે કે એ વર્ણકો પરંપરાથી ઊતરી આવ્યા છે. પ્રાચીન ભારતીય સાહિત્યપ્રણાલીમાં– સંસ્કૃત, પાકૃત તેમ જ પાલિમાં–વર્ણકની પરિપાટીનાં મૂળ શોધી શકાય એમ છે. પ્રાકૃતમાં તે વળો કહેવાય છે, અને બધા જૈન આગમગ્રન્થોમાં નગર, ચૈત્ય આદિનાં વર્ણનો આ સમાન પરંપરાગત ધાટિમાં છે–તે એટલે સુધી કે બધાં જ વર્ણનો વિસ્તૃતરૂપે માત્ર “પપાતિક સૂત્ર' નામે આગમમાં આવે છે, અને બીજાં આગમોમાંનાં તે તે વિષયોનાં વર્ણનો શબ્દશઃ “ઔપપાતિક સૂત્ર” પ્રમાણે સમજી લેવાનાં હોય છે, અને એ માટે તે તે સ્થળે વસો એટલો નિર્દેશ માત્ર જ હોય છે. કંઈક આ પ્રકારની વર્ણનપદ્ધતિને પાલિ સાહિત્યમાં પેપ્યાલ' કહેવામાં આવે છે. પ્રાચ્યવિદ્યા મન્દિરના સૈમાસિકમાં હમણાં છપાતી વર્ણ પદ્ધતિની બે રચનાઓ– ગીર્વાણપદમંજરી' અને “ગીર્વાણુવામંજરી” સંસ્કૃતમાં હોવા છતાં સમયદષ્ટિએ પ્રાદેશિક ભાષાઓની સમકાલીન છે. વર્ણકોની સાહિત્યસામગ્રી અને નિરૂપણરીતિ સાથે સરખાવી શકાય એવી, જૂની ગુજરાતી સાહિત્યની મુખ્ય ગદ્યકૃતિ, સં. ૧૪૭૮ માં માણિજ્યસુન્દરસૂરિએ રચેલી
ગદ્યકથા “પૃથ્વીચંદ્રચરિત્ર' છે. અન્ય ભારતીય ભાષાઓની પ્રકાશિત રચનાઓમાં, જૂની મિથિલી ભાષામાં અનુમાને ચૌદમા સૈકામાં જ્યોતિરીશ્વર કવિશેખરે રચેલો ગ્રન્થ “વર્ણ-રત્નાકર” અદલોઅદલ વર્ણકપદ્ધતિએ છે. જૂની ગુજરાતી અને જુની મિથિલીના એક વિશિષ્ટ સાહિત્યપ્રકારમાં આટલા અંતર્ગત સામ્યનાં કારણો હજી શોધનો વિષય છે. - વર્ણકોનો આ સાહિત્યપ્રકાર એની આગવી નિરૂપણ રીતિ અને કથનપદ્ધતિ ઉપરાંત એમાં નિરૂપિત વિષ્યોને કારણે, મધ્યકાલીન ગુજરાતનાં વસ્ત્રો, અલંકારો, ભોજનસામગ્રી, શસ્ત્રાસ્ત્રો, વ્યવસાયો અને ભૌતિક સંસ્કૃતિનાં બીજાં અનેક પાસાંઓના અભ્યાસ માટે વિરલ અગત્યની સામગ્રી પૂરી પાડે છે. આવા અનેક વિષયો સાથે સંબદ્ધ શબ્દોની એમાંથી પ્રાપ્ત થતી સૂચિઓ ભાષાના ઈતિહાસ અને શબ્દકોશના સંકલન માટે પણ ઘણી મહત્ત્વની છે.
પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઈતિહાસ માટે ખૂબ ઉપયોગી એક પ્રાકૃત ગ્રન્થની વાત હવે હું કરીશ. એ ગ્રન્થ છે અંગવિજજા', જેનું સંસ્કૃતરૂપ “અંગવિદ્યા” એવું આપી શકાય. રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્રપ્રસાદના અધ્યક્ષપદે સ્થપાયેલી “પ્રાકૃત ટેસ્ટ સોસાયટી ”નું એ પ્રથમ પ્રકાશન છે અને પ્રાકૃત ભાષાસાહિત્યના આજીવન અભ્યાસી મુનિશ્રી પુણ્યવિજયજીએ એનું સંપાદન કરેલું છે. “અંગવિજા” એ નિમિત્તશાસ્ત્રનો ગ્રન્થ છે અને જૈન આગમ સાહિત્યનાં “પ્રકીર્ણકો માંનો એક ગણાય છે. સંપાદકના મત પ્રમાણે, અર્ધમાગધી ભાષાની અસરવાળી મહારાષ્ટ્રની પ્રાકૃતમાં ગ્રન્થ રચાયેલો છે. એની સર્વપ્રથમ સંકલના કુશાન યુગમાં થઈ હોય અને ત્યાર પછી ગુપ્ત યુગમાં એનું ફરી વાર સંપાદન થયું હોય એમ માનવામાં આવે છે. નાનામોટા ૬૦ અધ્યાયોમાં “અંગવિજજાવહેંચાયેલ છે. કેટલાક અધ્યાયો પદ્યમાં અને કેટલાક ગદ્યમાં છે. એમાં વર્ણવાયેલાં નિમિત્તોના આઠ ભાગ પાડેલા છે--અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન, સ્વપ્ન, ચિહ્ન, ભૌમ અને અંતરીક્ષ. આજના સમયમાં નિમિત્તાની વાત બાજુએ મૂકીએ તો પણ, જે યુગોમાં “અંગવિજજા'ની રચના અને સંકલના થઈ એ યુગની અનેકવિધ સામાજિક અને સાંસ્કૃતિક સામગ્રીથી તે ભરપૂર છે. સ્થાપત્ય, રાચરચીલું, ખાનપાન, પાત્રો, પોશાક, સિક્કાઓ આદિ ઉપરાંત તત્કાલીન લોકસમાજમાં પૂજિત દેવદેવીઓનાં
થઈ શોમાં જજોના ભૌમ છે,