________________
જૈન યુગ
જુલાઈ ૧૯૫૯
અને વિજય શેઠાણીનું છે. પરણ્યા પહેલાં દરેકે શુકલ તથા કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની જુદી જુદી પ્રતિજ્ઞા લીધી હતી. આ બંને દંપતી પરણ્યા ત્યારથી જ એકશયનશાયી હોવા છતાં પણ લીધેલી પ્રતિજ્ઞાને આખી જિંદગી સુધી પ્રસન્નતાપૂર્વક તથા અડગ રીતે ધારણ કરે છે જેને લીધે સ્મરણીય બની ગયાં. વિજય શેઠ તથા વિજયા શેઠાણીની દૃઢતા બૌદ્ધ પરંપરામાં થઈ ગયેલ ભિક્ષુ મહાકાશ્યપ અને ભિક્ષુણી ભદ્રકપિલાની સમાન કક્ષાએ છે. ઉપર્યુક્ત જે હકીકત નોંધી છે તેના જેવાં અનેક આખ્યાનો જૈન સાહિત્યમાં નોંધાયેલાં છે. આવા દાખલાઓમાં, બ્રહ્મચર્યમાંથી ચલાયમાન પુરુષને સ્ત્રી દ્વારા દૃઢ કરાયાના ઉલ્લેખો છે પણ ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા દઢ કરાયાના ઉજજવળ ઉદાહરણો તદ્દન નહિવત છે.
હિંદુ પરંપરામાં પણ શ્રી શંકરાચાર્ય, મીરાંબાઈ, તુલસીદાસ, રામકૃષ્ણ પરમહંસ, અરવિંદ ઘોષ, સ્વામી વિવેકાનન્દ જેવી વિભૂતિઓ ગણનાપાત્ર છે.
ઉપર્યુક્ત બે પરંપરાની જેમ બૌદ્ધ સાહિત્ય પણ આવાં દૃષ્ટાન્તોથી સમલંકૃત થયેલું છે. ભગવાન ગૌતમ બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ આ દિશામાં ભરાયેલું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જૈનોનાં ૪૫ આગમોની જેમ બૌદ્ધોનું શ્રધેય સાહિત્ય તે ત્રિપિટકો છે. સુત્તપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટક ત્રણ ત્રિપિટકો છે. સુત્તપિટકમાં થેરીગાથા અંતર્ગત થયેલી છે. થેરી એટલે જ્ઞાનથી વૃદ્ધ થયેલી. ગાથા એટલે ગીત. તેઓનું ગીત તે થેરીગાથા.
આ થેરીગાથામાં અવળે માર્ગે જઈ રહેલા ભિક્ષઓને સન્માર્ગે લાવવાનું કામ કેટલીક ચેરીઓએ કર્યું છે. અગણિત સ્ત્રી કે જેણે સંઘમાં પ્રવેશ મેળવ્યો છે તેમાંની ૭૩ થેરીઓનું લખાણ આપણને ઉપલબ્ધ છે. આ બધું એક સરખું નથી. કેટલાકમાં એક શ્લોક છે, કેટલાકમાં બે, કેટલાકમાં ત્રણ શ્લોકો હોય છે, કેટલાક વળી લાંબા પણ હોય છે. આ થેરીઓ સમાજના વિભિન્ન સ્તરોમાંથી આવેલી છે. કેટલીક રાજાના પ્રાસાદોમાંથી કેટલીક ગણિકાઓમાંથી તથા કેટલીક અંત્યોમાંથી
પણ આવેલી છે. આ થેરીની વય પણ એકસરખી નથી. કેટલીક કુંવારી છે, કેટલીક વિધવા છે અને કેટલીક વૃદ્ધ પણ છે.
આ ગાથાઓમાંથી ૭૫ શ્લોકવાળી ગાથા સુમેધાએ રચેલી છે. તે કોન્યના રાજાની પટરાણીની દીકરી હતી. તે મન્તવતીમાં જન્મી હતી. વરણવતીનો રાજા અનિકર્ત તેનું પાણિગ્રહણ કરવા માંગતો હતો. જાતે સુસજજ થઈ વરવા આવ્યો પણ સુમેધાએ તેની માગણીનો અસ્વીકાર કર્યો અને અસિધારાવ્રત જેવું સાધ્વીનું જીવન સ્વેચ્છાએ સ્વીકાર્યું.
૪૬ ગાથામાં ઈષદસિ અથવા ઈષીદસિએ પોતાનો વૃત્તાન્ત વર્ણવ્યો છે. બોધિ નામની ભિક્ષુણીએ ઈષીદસિને તે શા માટે ભિક્ષુણી બની એવો પ્રશ્ન પૂછ્યો. ઈષીદસિએ જણાવ્યું કે હું મારા માતાપિતાની એકની એક દીકરી હતી. મારું લગ્ન થયું. મારા પતિની નિષ્ઠાથી સેવા કરતી હતી છતાં પણ મારો ત્યાગ કર્યો. બીજી વાર મારું લગ્ન કરાયું. બીજા પતિએ પણ મને ત્યજી. એક વાર એક ભિક્ષુ મારે ત્યાં ભિક્ષા માંગવા આવ્યો. મારા પિતાના જણાવ્યા પ્રમાણે તેણે ગૃહસ્થ બની મારો સ્વીકાર કર્યો. ફરીથી ભિક્ષુ થવું છે તેવું જણાવી પંદર દિવસ પછી તેણે પણ મારો ત્યાગ કર્યો. તેથી મેં આ સંઘમાં પ્રવેશ કર્યા છે.
શુભા નામની બીજી ભિક્ષુણીએ પોતા પ્રત્યે આકર્ષા. પેલા ભિક્ષુને પોતાની આંખ આપી બ્રહ્મચર્યવ્રતને ખંડિત થવા દીધું ન હતું.
વેશ્યાઓ કે જેઓએ આ વ્રત અંગીકાર કર્યું છે તેમાંની મહત્ત્વની સ્ત્રીઓના નામો આ પ્રમાણે છે – અંબાપાલી, અધકેશી, પદ્માવતી, વિમલા.
ઉપર્યુક્ત વિવેચન પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ભારતવર્ષને ગૌરવ આપનારી ત્રણે ધાર્મિક પરંપરામાં બ્રહ્મચર્યને દીપાવી સુશોભિત કરનારા આદર્શ મહાનુભાવો અમર બની ગયા છે. આ કોટિમાં સ્ત્રીઓને પણ સ્થાન
છે. તેઓની યશોગાથાને અક્ષરદેહ આપી તેઓના ક્ષર દેહો અક્ષર-અમર બન્યા છે.
";
"ા .