________________
જૈન યુગ
૨૩
જુલાઈ ૧૯૫૯
કલાવતી, પુષ્પચૂલા, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સસીમા, જંબુમતી, સત્યભામા, યક્ષા, યદત્તા, ભૂતા, ભૂતદત્તા, સેના, વેના અને રેના.
વૈદિક હિન્દુ પરંપરાની જેમ જૈન પરંપરામાં બ્રહ્મચારી અને બ્રહ્મચારિણીએ બ્રહ્મચર્યમાં શૈથિલ્ય બતાવ્યું હોય તેવાં ઉદાહરણ પણ ઉપલબ્ધ થાય છે. પરંતુ, બ્રહ્મચર્યવ્રતમાં અદ્ભુત સ્વૈર્ય બતાવી તેને મંડિત કે અલંકૃત કર્યું હોય તેવાં વધુ આકર્ષક દૃષ્ટાનો પણ છે. આવી વ્યક્તિઓ માત્ર ત્યાગી જ નહીં પણ ગૃહસ્થાશ્રમમાં રહેલી વ્યક્તિઓ પણ છે -ભિક્ષ નન્દિષેણુ કામરાગને પરવશ થઈ બ્રહ્મચર્યને તિલાંજલિ આપી બાર વર્ષ પર્યત ભોગજીવન રવીકારે છે. આવો જ બીજો દાખલો આષાઢભૂતિ નામના મુનિનો છે. આર્કકુમાર બ્રહ્મચર્યમાંથી યુત થઈ ૨૪ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમમાં રહે છે અને પહેલા બેની જેમ દ્વિગુણિત બળથી બ્રહ્મચર્યમાં રત થઈ તેને મંડિત કરે છે.
જૈન પરંપરામાં શ્રી ભગવાન ઋષભદેવનો યુગ યુગલિયાનો માનવામાં આવે છે. તે સમયે યુગલિયા– પુત્ર તથા પુત્રી બંને સાથે જન્મતાં. માતા આવા યુગલિયાને જન્મ આપતી. આ સહોદર મોટાં થતાં વરવધુ બનતાં. તે સમયની પ્રચલિત રૂઢિ પ્રમાણે ભગવાન ઋષભદેવે સગી બહેન સુમંગળા સાથે પાણિગ્રહણ કર્યું હતું. ભગવાને સુનંદા, જે પતિના મૃત્યુથી એકલવાયી અને અનાથ હતી તેની જોડે પણ લગ્ન કર્યું હતું. શું ભાઈબેન પરણે તેવો રિવાજ હોઈ શકે? યુગલિયાનો યુગ આ પ્રશ્નનું નિરાકરણ કરે છે. સર્વેદમાં યમ અને યમીનો સંવાદ દસમા મંડળના દસમા સૂકતમાં આવે છે. અહીં યમી પોતાના ભાઈ યમને દેહસંબંધ બાંધવા સમજાવે છે. યમ અડગ રહે છે. બહેનની માગણીને નકારે છે. શું આ ઉપરથી ભાઈ–બેનના લગ્નનો નિષેધ માની લેવો ? કે આ રિવાજનો મૃત્યુઘંટ સૂચવાય છે? યુગલિયાના યુગમાં આ રિવાજ તથા અવેદમાં તેની ગહણ જોવા મળે છે. યુગલિયાના યુગ માટે સમય નિર્ણય કરવો ઘણું કપરું છે. કારણ કે ભગવાન મહાવીર તથા પાર્શ્વનાથ ઐતિહાસિક પુરુષો હતા તે નિર્વિવાદ છે. ભગવાન નેમિનાથ પણ ઐતિહાસિક પુરુષ હતા એવું વિદ્વાનો માનતા થયા છે. પ્રથમ તીર્થકર ઋષભદેવનો જે સમય જૈન પરંપરા પ્રમાણે બતાવાય છે તે વૈજ્ઞાનિક જમાનામાં લોકોને પ્રતીતિકર તથા રુચિકર નથી. મુસલમાનોમાં પણ નિકટના સગાં જેવાં કે મામા-ફોઈનાં સંતાનોના
લગ્નનો રિવાજ જોવા મળે છે. ઋષભદેવે ધર્મનું ચક્ર પ્રવર્તન કર્યું. સામાજિક, ધાર્મિક, આર્થિક નીતિનિયમો ઘડ્યા. લગ્નને સંસ્થા બનાવી મર્યાદિત કરી. અંતિમ તીર્થકર ભગવાન મહાવીરે બ્રહ્મચર્યનું મહત્ત્વ વધાર્યું.
ઉપર આપણે જેમ બ્રહ્મચર્યના ખંડનની વાતો. જેમાં તેમ હવે મંડનનાં દૃષ્ટાન્તો તરફ વળીએ. શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય શ્રી સુધમ પાસેથી જૈનાગમોને પ્રાપ્ત કરનાર તરીકે સુપ્રસિદ્ધ થયેલ શ્રી જંબૂવામીએ પરણવાના દિને જ આઠ સ્ત્રીઓને ત્યજીને તારુ ધ્યમાં બ્રહ્મચર્ય સ્વીકાર્યું એમ નોંધ કરાયેલી છે. નન્દમંત્રી સકાળના પુત્ર સ્થૂલભદ્ર કોશા નામની વેશ્યાના પ્રલોભક હાવભાવાદિ અને સંપૂર્ણ ભોજન તરફ આંખ આડા કાન કરી, તેના ઘરે જ એકાન્તવાસ છતાં બ્રહ્મચર્યમાં સ્થિર રહી, ઉલટું કોશા વેશ્યાને પાકી બ્રહ્મચારિણી બનાવી. જૈનોની બેતામ્બર પરંપરા પ્રમાણે પરમ પૂજ્ય તીર્થકરોમાં સ્થાના પન્ન થયેલા મલ્લિનાથ સ્ત્રી હતાં. શ્રી મલ્લિનાથે કૌમારાવસ્થામાં જ પોતાની ઉપર આસક્ત થઈ પરણવા આવેલા છ રાજકુમારોને ધાર્મિક સદુપદેશ આપી વિરક્ત બનાવ્યા, બ્રહ્મચર્ય અંગીકાર કરાવડાવ્યું, પોતાના અનુયાયી બનાવી ગુપદ માટે પોતાની યોગ્યતા પ્રસ્થાપિત કરી એ વાત જૈનોમાં અત્યંત પ્રચલિત છે. બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથે પોતાને માટે વધ્ય પશુઓનો આર્તનાદ સાંભળી લગ્નની ચોરીમાં ફેરા ફર્યા પહેલાં જ બ્રહ્મચર્ય ધારણ કર્યું તે હકીકત સુવિદિત છે. આ પ્રમાણે ફેરા ફર્યા પહેલાં ત્યજાયેલી અને પછીથી સાધ્વી થયેલી રાજિમતીએ ગિરનારની ગુફામાં એકાન્તને લીધે તેના સૌન્દર્યમાં આસક્ત થઈ બ્રહ્મચર્યમાંથી ખલન પામતા પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્યચર્યમાં સ્થિરતા ધારણ કરવા જે મર્મભેદી સદુપદેશ આપ્યો તે જાણીતો છે. રાજિમતીએ આ પ્રમાણે સ્ત્રી જાતિ ઉપર ચાંચલ્ય અને અબલાનો જે આરોપ મુકાય છે તેમાંથી પોતાની જાતને સુંદર રીતે ઉગારી લીધી છે એટલું જ નહીં પણ બ્રહ્મચર્યના વિશિષ્ટ સાધકોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું છે. જે સાંભળતાં તથા વાંચતાં અદ્ભુત ઉત્સાહ પ્રગટે છે. આવી જ રીતે બ્રહ્મચારિણી શ્રાવિકા થયા બાદ કોશા વેશ્યાએ પોતાને ત્યાં આવેલા અને મનના ચંચળ બનેલા શ્રી પૂલભદ્રરવામીના એક ગુરુભાઈને સ્થિર કર્યાની વાત પરિશિષ્ટ પર્વમાં નોંધાયેલી છે. બ્રહ્મચર્ય વ્રતને મંતિ કરનારાઓમાં અતિ ઉજજવળ ઉદાહરણ વિજય શેઠ