________________
જૈન યુગ
૧૯૫૯
કારણમાં ઉપાદાનની શ્રેષ્ઠતા આરોપીને સમત્વાદિ ગુણોની યાચના કરે છે.
અથવા પરમાતમ પ્રભુ રે પરમાનંદ સ્વરૂપ, સ્યાદવાદ સત્તારસી રે અમલ અખંડ અનૂપ,
અજિત. (૬) હવે જે નિમિત્ત પામીને ઉપાદાન સમરે, પલટણ પામે, તે રીત કહે છે. પરમાત્મા તો નિબંધ નિર્મલ અને સર્વશ્રેષ્ઠ છે. હવે આવા પરમાનંદવાળા પ્રભુને યાદ કરી ભક્તને પોતાનું શુદ્ધ સ્વરૂપ યાદ આવે છે. આમ જે તત્ત્વની યાદ પોતાની પામરતાને દેખાડવા છતાં પ્રભુતાને સંભારી આપે તે દેવતત્તવનું આલંબન સદૈવ કર્તવ્ય છે.
આરોપિત સુખશ્રમ ટળ્યોરે, ભાસ્યો અવ્યાબાધ સમયે અભિલાષીપણું રે કર્તા સાધન સાધ્ય
અજિત. (૭) પ્રભુની સહજાનંદતા વિચારતાં, અનાદિ કાળથી ઈદ્રિયસુખને વિષે મારી બ્રાંત સુખબુદ્ધિ હતી તે આજ પ્રભુદર્શન કરતાં ટળી ગઈ અવ્યાબાધ આત્મિક આનંદ એ મને હવે સુખરૂપ ભાસ્યો.
આમ હવે નિજાનંદનું અભિલાષીપણું જીવ વીસરી ગયેલો તે તેના ખ્યાલમાં આવી ગયું. તેને શાંતિના નિષ્કલંક, નિર્મળ અને સહજ સુખની અભિલાષા જાગી ઊઠી.
જ્યારે આત્મા વિધ્યાભિલાષી હતો ત્યારે તદનુકૂળ કારણોનો કર્તા હતો. હવે સ્વાત્માનંદનો અભિલાષી થયો તેથી અજિતનાથ પ્રભુએ પૂર્વે કરેલાં તેવાં નિર્મળ સાધનોનો આ જીવ કર્તા થયો. ગ્રાહકતા સ્વામિત્વતારે
વ્યાપક ભોકતા ભાવ કારણતા કારજ દશારે
સકલ ગ્રહ્યું નિજભાવ
અજિત. (૮) આટલા કાળ સુધી જીવને વિષયસુખની ગ્રાહકતા હતી,
તેને ભૂલ અને ભ્રમને કારણે દેહ, સ્ત્રી, મકાન, ધન, ધાન્ય, સ્નેહી અને રસાલામાં સ્વામિત્વબુદ્ધિ હતી. હવે અજિતનાથ પ્રભુના અનંત નિર્મલ ગુણ છે એવું ભાન થયું તેથી ગ્રાહક પણું અને ધણીપણું બન્ને આત્માના સ્વગુણ પ્રત્યે વળી ગયેલાં છે.
આઠ કર્મોમાં વ્યાપી, ભૂલથી તપતા કેળવી આ જીવ તે કર્મોનું ઉપાદાન કારણ બની તેમને ભોગવતો, હવે તે જીવ આત્માનંદ મળે કે તેના સાધનમણે વ્યાપક થયો અને તેમનું ઉપાદાન કારણ બન્યો, હવે તે આશ્રવબંધનો કર્તા મટવા માંડ્યો અને સંવરનિર્જરાનો કર્તા થવા માંડ્યો.
આમ કારણભાવ અને કાર્યભાવ એ બધું નિજભાવમાં સમાઈ ગયું છે.
શ્રદ્ધા ભાસન રમણતા રે દાનાદિક પરિણામ, સકલ થયાં સત્તા રસી રે જિનવર દરિસણ પામ
અજિત (૯) છવ આજના દિવસ સુધી તો શ્રદ્ધા અર્થાત પ્રતીતિવાળું ગૌરવ જ્ઞાન, અને તલ્લીનપણું પ્રાયે કરી વિષય સુખમાં હતું. પુણ્યના ઉદયને તે મીઠા અને સુખદાયી સમજતો હતો. પણ હવે પ્રભુનું દર્શન પામીને, શ્રદ્ધા ભાસવું અને લીન થવું એ બધી પ્રવૃત્તિ સ્વતવ સંમુખ થઈ. દાન, લાભ, વીર્ય, ભોગ અને ઉપભોગ જે પૌલિક રંગે રંગેલાં જ જણાતાં તે હવે માત્ર સ્વાત્માના સહજાનંદમાં જણાવા લાગ્યાં અને સ્વસત્તાના રસિયાં થયાં અર્થાત પોતાના તત્ત્વની સન્મુખ થયાં. તેણે નિર્ધામક માહણે રે વૈદ્ય ગોપ આધાર દેવચંદ્ર સુખસાગર રે ભાવ ધર્મ દાતાર
અજિત. (૧૦) આમ પ્રભુ સંસારસમુદ્રમાંથી તારનાર નિર્ધામક એટલે કપ્તાન છે, ભાવરોગ ટાળનાર વૈદ્ય છે, રક્ષા કરનાર હોવાથી ગોપ છે, અહિંસાના ધારક હોવાથી માહણ છે, અને ભાવધર્મના દેનાર હોવાથી દેવચંદ્ર મુનિએ જણાવ્યા પ્રમાણે વીતરાગપ્રભુ સુખના સાગર છે.