________________
કા ર ણ
અ ને
ક ર્તા
કુ. ચંદ્રરેખા
જ્ઞાનાદિક ગુણસંપદા રે તુજ અનંત અપાર, તે સાંભળતાં ઊપની રે રુચિ તેણે પાર ઉતાર, અજિત જિન, તારજો રે તારજો દીનદયાળ (૧) ભક્તજન આ ચોવીશીમાં થયેલા બીજા તીર્થંકર અજિતનાથ સ્વામીની સ્તવના કરે છે. તેમને દીનભાવે પોતાનો ઉદ્ધાર કરવાને તે વીનવે છે. ભગવાનને અનંતજ્ઞાન, અનંતદર્શન, પરમચારિત્ર, અવ્યાબાધતા પ્રમુખ અનેક ગુણોની સંપત્તિ છે તે અનંત છે, નિસીમ છે અને નિર્મળ છે. હે પ્રભુ! તારું સ્વરૂપ છે એ મારું પણ ધ્યેય છે તેથી એ ગુણોમાં મને રુચિ થઈ છે તે દર્શાવે છે કે હું પણ તારા સ્વરૂપને પહોંચવાને લાયક તો છું.
જે જે કારણ જેહનું રે સામગ્રી સંયોગ મળતાં કારણ નીપજે રે કર્તાતણે પ્રયોગ
અજિત. (૨) કાર્યનું કારણ તથા સામગ્રીનો સંયોગ મળતાં કાર્ય નીપજે. જેમ ઘરરૂપ કાર્ય તેને દંડ, ચક્ર, ચીવર નિમિત્તકારણ તથા કૃતિકા ઉપાદાન કારણ છે, અને કુંભકાર કાર્યનો કર્તા છે. કાર્ય પર દ્રવ્યમાં થાય છે એનો કર્તા પણ કાર્યથી ભિન્ન હોય છે. પણ જે કાર્ય સ્વદ્રવ્યમાં થાય છે તેનો કતાં પણ અભિન્ન અર્થાત આત્મા જાતે જ હોય છે.
હવે આત્મા કર્તા અને સલધર્મવ્યક્તિ રૂ૫ જે સિદ્ધતા તે કાર્ય. અરિહંતદેવ, નિર્ગથગુરુ અને દયાદિ ધર્મ તે નિમિત્ત કારણ મળ્યાં અને કર્મભૂમિમાં સુકુલમાં જન્મ, અખંડ શરીર અને અતુચ્છ બુદ્ધિ તેને સામગ્રી કહીએ.
માટે મારું મોક્ષરૂપ કાર્ય તેના નિમિત્ત કારણુ પ્રભુ તમે છો. પરંતુ કારણ મળ્યા છતાં કર્તા પ્રયોગ, સાધનાનો વ્યાપાર ન કરે તો કાર્ય નીપજે નહિ. કારણ જે અરિહંતનું અવલંબન પામવા છતાં આત્માને સાધન- પરિણતિ થયા વિના, અનેક જીવ હજી સંસારમાં ભમતા
દીસે છે. તેથી કર્તા અર્થાત આત્મા પોતે જે મોક્ષ -સાધનરૂપ પ્રયોગ એટલે વ્યાપાર કરે તો કાર્ય નીપજે.
કાર્યસિદ્ધિ કર્તા વસુ રે લહિ કારણ સંયોગ, નિજ પદ કારક પ્રભુમળ્યા હો એ નિમિત્તેહ ભોગ
અજિત(૩) કાર્યસિદ્ધિ કર્તાને હાથ છે. કર્તા દંડથી ચક્રસહાયે ઘટ ઉપજાવી શકે છે, અને તે જ દંડથી જે પ્રહાર કરે તો ઘટને ભાંગી પણ શકે છે. કાર્યસિદ્ધિમાં નિમિત્ત કારણનો સંયોગ મળે કાર્ય નીપજે એ પદ્ધતિ છે. અહીં મોક્ષપદના કારક પરમાત્મા પુષ્ટ અવલંબનરૂ૫ નિમિત્ત મળ્યા છે તેથી નિમિત્ત મળવાનો ખૂબ આનંદ થાય છે. એટલે સાધક ઉલ્લાસનું વેદન કરે છે.
અજકુલગત કેસરી લહે રે, નિજંપદ સિંહ નિહાલ તિમ પ્રભુભકતે ભવિ લહે રે આતમશક્તિ સંભાળ
અજિત(૪) કોઈસિંહ બકરાના ટોળામાં ઊછરી પોતાને બકરું માનવા લાગે છે. હવે કોઈ બીજો સિંહ ત્રાડ નાખે છે ત્યારે બકરાં નાસી જાય છે પણ પોતાને બકરું માનનાર સિંહ નવો અનુભવ કરે છે. સિંહના આકારને પોતાના આકાર તરીકે જુએ છે અને વિચારે છે કે એનું અને મારું તુલ્યપણું દીસે છે. આ પછી તે નિર્ભય થાય છે.
તેમ ભવ્યજન ભગવાનનું અને પોતાનું તુલ્યપણું વિચારીને અંતરમાં રહેલી અખૂટ સંપત્તિને ઓળખીને તેની શોધ અને રક્ષાના વ્યાપારમાં મશગૂલ બને છે.
કારણુપદ કર્તા પણે રે કરી આરોપ અભેદ, નિજ પદઅર્થી પ્રભુ થકી રે કરે અનેક ઉમેદ,
અજિત. (૫) અહીં કોઈ પૂછે કે ભગવાન અજિતનાથ તો મોક્ષ આપવાના થોડા છે કે તમે તેની પાસે મોક્ષ માગો છો? નિમિત્તકારણનો અહીં કર્તાપણે આરોપ કરેલો છે. તેથી ભવ્ય એવો મોક્ષાર્થી અરિહંત પાસે નિમિત્ત
જાય
છે ભક્ત હી,
અર્થાત