________________
જૈન યુગ
જુલાઈ ૧૫૦
શકામાં એક જ ભાવનામાં સુધી મરિચિતા માર્ગને મારી નબળા હોવાનું અનુમાન
આ પ્રમાણે સ્વરૂ૫ રજૂ કર્યું ત્યાં સુધી મરિચિના અંતઃકરણમાં એક જ ભાવના હોવાનું અનુમાન કરી શકાય છે કે મારી નબળાઈના કારણે હું પોતે મૂળ માર્ગની આરાધના ન કરી શકું. પણ બીજા કોઈ આત્માને શુદ્ધ માર્ગની આરાધનાથી વંચિત રહેવામાં હું પોતે શા માટે નિમિત્ત બનું! બીમારીના પ્રસંગે શિષ્ય કરવાની ભાવના થયા બાદ જે અંતરમાં આ નિર્મળ પ્રકાશનો અભાવ હોય તો નિરોગી થયા બાદ જે જે કોઈ મુમુક્ષુઓ પોતાની પાસે આવ્યા અને પ્રતિબોધ કરીને પ્રભુના સાધુઓ પાસે મોકલ્યા તેમજ કપિલને પણ એજ શુદ્ધ સનાતન સંયમ માર્ગે જવાની ભલામણ કરી તે ભલામણ કરવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય. શુદ્ધ સંયમ માર્ગના આચાર-વિચારોનું તેમજ પોતાના વર્તમાન ત્રિદંડિક માર્ગના આચાર-વિચારોનું કપિલ પાસે સ્પષ્ટીકરણ કરવાનો મરિચિનો આશય પણ ઘણો ઉત્તમ હતો. કપિલને પાછળથી એમ બોલવાનો સહજ પણ પ્રસંગ ન આવે કે પહેલેથી મારી પાસે શુદ્ધ-અશુદ્ધ માર્ગનું સ્પષ્ટીકરણ કેમ ન કર્યું ! મરિચિના અંતરમાં શુદ્ધ સંયમ માર્ગ માટે કેટલો વિશિષ્ટ શ્રદ્ધાનો સદ્ભાવ હશે? તેનું અનુમાન કરવા માટે આ પ્રસંગે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. મરિચિનું સૂત્ર વિરૂદ્ધ પ્રતિપાદન
અહીં સુધી તો મરિચિના મનોમંદિરમાં શ્રદ્ધાનો દીપક સતેજ હતો. પણ કપિલની પાસે પોતાના માર્ગનું તેમજ શુદ્ધ સંયમ માર્ગનું સ્પષ્ટીકરણ થયા બાદ કપિલે પુનઃ મરિચિને પ્રશ્ન કર્યો કે–તમો કહો છો તે બધું બરાબર–પણ શું પ્રભુના સાધુઓના સંયમ ભાર્ગમાં ધર્મ છે અને તમારા ત્રિદંડિક માર્ગમાં ધર્મ નથી ? કપિલે જ્યાં આ પ્રશ્ન કર્યો ત્યાં મરિચિ મૂંઝવણમાં દાખલ થયા. શુદ્ધધર્મનું સ્થાન પ્રભુના સાધુઓ પાસે છે. પોતાના ત્રિદંડિક ધર્મમાં મોક્ષના કારણભૂત ધર્મનું સ્થાન નથી. એ વાત શ્રદ્ધામાં હોવા છતાં જે હું મારા ત્રિદંડિક માર્ગમાં ધર્મનો સર્વથા અભાવ છે એમ જણાવીશ તો મારી કિંમત શું? આમ અંતઃકરણમાં માનદશાએ શ્રદ્ધાના સતેજ દીપકને બુઝાવી નાંખ્યો. એ શ્રદ્ધાનો દીપ બુઝાઈ જતાં આત્મમંદિરમાં અંધકાર પ્રવેશ્યો અને મરિચિના મુખમાંથી શબ્દો નીકલ્યા કે
વત્રા રૂરિ યં” “કપિલ ! સાધુના માર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” માનસિક કસોટી પ્રસંગે મરિચિનું શૈથિલ્ય કોઈપણ શ્રદ્ધાસંપન્ન તેમજ ધર્મપરાયણ આત્માને
કસોટીનો પ્રસંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો પોતાની શ્રદ્ધા તેમજ ધર્મપ્રવૃત્તિમાં વિક્ષેપ થવાનો પ્રસંગ પ્રાપ્ત નથી થતો. પણ જ્યારે કસોટીનો પ્રસંગ આવે અને તેમાં પણ કાયાની કસોટી કરતાં માનસિક કસોટીનો અવસર આવે ત્યારે જ શ્રદ્ધાબલનો ટકાવ વ્યવસ્થિત રહેવો ઘણું મુશ્કેલ બને છે. કાયાની કસોટી માંથી પસાર થવું સહેલું છે પણ માનસિક કસોટીમાંથી પસાર થવું ઘણું કઠણ છે. “પ્રભુના સાધુઓ પાસે ધર્મ છે અને તમારી પાસે શું ધર્મ નથી” કપિલનો આ પ્રશ્ન ભરિચિ માટે આકરી કસોટી રૂ૫ બન્યો. મરિચિના દિલમાં માનહાનિનો પ્રશ્ન ખડો થયો. શ્રદ્ધાના બલ કરતાં માનહાનિના પ્રસંગનું બલ વધી ગયું. પ્રકાશ ના સ્થાને અંધકારે સ્થાન જમાવ્યું અને ભાવિ અનિષ્ટ પરિણામનો વિચાર ન કરતાં, “હે કપિલ! સાધુઓ પાસે જૈન ધર્મ છે તેમ મારા માર્ગમાં પણ છે; એ મૂત્રવિરૂદ્ધ વાક્યનું ઉચ્ચારણ કર્યું જેના કારણે મરિચિએ તે અવસરે દીર્ધસંસાર ઉપાર્જન કર્યો. રાજપુત્ર કપિલ બહુલકર્મા અને ધર્મ-પરામુખ આત્મા હતો. મરિચિ પાસે કપિલે દીક્ષા કારણ કરી. ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુએ સ્થાપેલા શાસનમાં આ કપિલથી પ્રથમ મિયાધર્મનો પ્રારંભ થયો. સાંખ્યદર્શનની ઉત્પત્તિ થઈ. મરિચિનું સ્વર્ગગમન
શાસ્ત્રોમાં સૂત્રવિરૂદ્ધ પ્રરૂપણાનું પાપ ઘણું ભયંકર ગયું છે. આનંદઘનજી જેવા સમર્થ યોગી પુરૂષે પણ ઉચ્ચાર્યું છે કે-“પાપ નહિ કોઈ ઉત્સવ ભાષણ જિમ્યો, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સોિ ” સૂત્ર વિરૂદ્ધ પ્રવૃત્તિ કરનાર પ્રાયઃ પોતાના આત્માનું જ અહિત કરે છે પણ સૂત્ર વિરૂદ્ધ પ્રતિપાદન કરનાર પોતાનું તેમજ અનેક આમાઓનું અહિત કરે છે. સૂત્રવિરૂદ્ધ પ્રવૃત્તિ ચારિત્રમોહના ઉદયથી થાય છે. જ્યારે સૂત્રવિરૂદ્ધ પ્રતિપાદન દર્શનમોહના ઉદયથી થાય છે. આજના વિષમકાળમાં સૂત્રવિરૂદ્ધ પ્રતિપાદન કરવાની પ્રવૃત્તિ જાણતાં અજાણતાં પણ ન થઈ જાય તે માટે મુમુક્ષુ આત્માઓએ ઘણું સાવચેત રહેવાની જરૂર છે. શુદ્ધ પ્રરૂપકપણું એ મહાન ધર્મ છે. ઉત્સત્ર પ્રરૂપણા એ મહાન અધર્મ છે. પોતાના જીવન દરમ્યાન લાગેલાં દૂષણોની આલોચના કર્યા સિવાય મરિચિ પોતાનું શેષ આયુષ્ય પૂર્ણ કરી વર્ગલોકના અધિકારી બન્યા.
(અહીં મરિચિનો પ્રસંગ પૂર્ણ થાય છે. આગામી અંકમાં નવો પ્રસંગ રજૂ થશે.)