________________
જૈન યુગ
જુલાઈ ૧૯૫૯
નીતિ-રીતિ સંબંધી મર્યાદાઓનો ભંગ કરનાર માનવ ધાર્મિક તેમજ સામાજિક અધિકારોને પોતાની વિપરીત પ્રવૃત્તિના કારણે ગુમાવે છે. આવા સંજોગોમાં અસ્પૃશ્યતા નિવારણ, હરિજન-પ્રવેશ વગેરે પ્રવૃત્તિ કેટલી વ્યાજબી તેમ જ લાભ-હાનિવાળી છે. એ બાબત ઘણી વિચારણીય છે.
જીવનમાં પ્રકાશ અને અંધકારનું હક્ક
ભગવાન શ્રી ઋષભદેવજીની હયાતી દરમ્યાન મરિચિ પ્રભુની સાથે જ રામાનુગ્રામ વિચારતા હતા. પ્રભુના નિર્વાણ પછી પણ પ્રભુના સાધુઓ સાથે જ વિહાર કરવાની પ્રવૃત્તિ મરિચિએ ચાલુ રાખી હતી. એટલું જ નહિ પરંતુ પોતાની ધર્મદેશના શક્તિથી જે કોઈ રાજકુમારો વગેરે પ્રતિબોધ પામતા તે સર્વને જ પ્રથમની માફક પ્રભુના સાધુઓ પાસે મોકલી તેમના શિષ્યો બનાવવા સાથે શુદ્ધ સંયમ માર્ગની આરાધના માટે પ્રેરણા કરતા હતા. આત્માની અમુક અવસ્થા એવી છે કે જે અવસ્થામાં આત્મામાં કેવળ અંધકાર ભર્યો હોય છે, પ્રકાશનું એકાદ કિરણ પણ પ્રગટ થયેલ નથી હોતું. અમુક અવસ્થા આત્માની એવી હોય છે કે જે અવસ્થા માં આત્મા સંપૂર્ણ પ્રકાશથી ભરપૂર હોય છે, અંધકારનું નામનિશાન નથી હોતું. જ્યારે અમુક અવસ્થા એવી હોય છે કે જે અવસ્થામાં આત્મામાં અંધકાર અને પ્રકાશ ઉભયનું સ્થાન હોય છે. મરિચિના જીવનની પણ પ્રકાશ અને અંધકારના દ્વન્દ ભરી એવી જ પરિસ્થિતિ છે. ભરત ચક્રવર્તીને ત્યાં જન્મ થવા છતાં પ્રભુની ધર્મદેશના શ્રવણ કરવા પછી આત્મા વૈરાગ્ય રંગથી રંગાઈ જવો અને ભોગપભોગની વિપુલ સામગ્રીનો પરિત્યાગ કરી સંયમનો સ્વીકાર કરવો એ અવસ્થા આત્માના પ્રકાશની છે. એના એ જ મરિચિને ગ્રીષ્મઋતુમાં ઉણુ પરિષહનો પ્રસંગ પ્રાપ્ત થતાં ગ્રહણ કરેલા સંયમમાં શિથિલ્ય પ્રાપ્ત થવું અને ત્રિદંડિક વેષની કલ્પના કરવી એ અવસ્થા આત્માના અંધકારની છે. સંયમમાર્ગમાં પોતાની શિથિલતા છતાં શુદ્ધ સંયમમાર્ગની શ્રદ્ધા અને પ્રતિબોધ પામ- નાર ક્ષત્રિય કુમારોને પ્રભુ તેમજ પ્રભુના સાધુઓ પાસે નિર્મળ ચારિત્રની આરાધના માટે મોકલવાની પ્રવૃત્તિ એ મરિચિના આત્મમંદિરમાં વર્તતા પ્રકાશનું પ્રતીક છે. જ્યારે ભરત મહારાજા પાસેથી પોતાને ભાવિકાલે પ્રાપ્ત થનાર તીર્થંકર ચક્રવર્તી તેમ જ વાસુદેવની ઉત્તમ પદવી એવી હકીકત શ્રવણ કરતાં કુલનો મદ કરવો એ મરિચિ
ના આત્મા માટે અંધકારનું ચિહ્ન છે. મરિચિ માટે જ આમ બન્યું છે એમ નથી. પરંતુ કોઈપણુ આત્મા અનાદિકાલના અંધકારમાંથી જ્યારે પ્રાથમિક પ્રકાશમાં આવે છે અર્થાત અનાદિમિથ્યાદષ્ટિ આત્મા પહેલીવાર સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ જ્યાં સુધી ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ ન કરે ત્યાં સુધી તે વ્યક્તિના આત્મમંદિરમાં અંધકાર અને પ્રકાશ ઉભયનું સ્થાન હોય છે. કોઈવાર પ્રકાશનું જોર હોય તો કોઈવાર અંધકારનું જોર હોય છે. એમ અંધકાર અને પ્રકાશનું દ્વન્દ્ર ચાલ્યા કરે છે. આત્મામાં અપ્રમતદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી તે નિમિત્તવાસી છે અનુકૂલવાતાવરણ દેવ-ગુરૂ-ધર્મની આરાધના-સત્સંગ વિદ્યમાન હોય તો આત્મામાં પ્રકાશના પંજનું સ્થાન હોય છે. પ્રતિકૂળ વાતાવરણ હોય તો અંધકારનું સ્થાન પ્રગટ થાય છે. વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ ભગવંતે એમ ભાવ ભર્યા અક્ષરો ઉચ્ચાર્યા છે કે –
क्षणं सक्तः क्षणमुक्त : क्षणं क्रुद्धः क्षणं क्षमी ॥ मोहाद्यैः क्रीडयेवाहं कारितः कपिचापलम् ।। (ભાવાર્થ-હે ભગવદ્ ક્ષણવારમાં સંસારમાં મન ખેંચેલું હોય છે. ક્ષણવારમાં સંસારના પ્રલોભનોથી મન મુક્ત દશા અનુભવે છે. ક્ષણવારમાં મન ક્રોધી બની જાય છે. વળી ક્ષણવારમાં મન ક્ષમાધર્મસંપન્ન બને છે. હે ભગવન્! મોહ વગેરે અંતરંગ શત્રુઓએ મારા આત્માની કિંવા મનની મર્કટ જેવી ચપલતા કરી દીધી છે). આત્માની આવી ચપલ પરિસ્થિતિ છતાં એક વાત નિશ્ચિત છે કે જે મહાનુભાવના આત્મમંદિરમાં આત્માના જ્ઞાનપ્રકાશનું સાચું કિરણ એકવાર પણ પ્રગટ થયું હોય, વચ્ચે વચ્ચે ભલે અંધકારનાં આવરણ આવે, પરંતુ આખર તે આત્મા અર્ધપુગલ પરાવર્તિમાં સંપૂર્ણ પ્રકાશમય બની મુક્તિમંદિરનો અધિકારી અવશ્ય બને છે. મરિચિના શરીરમાં બીમારી
એક અવસરે મરિચિના શરીરમાં અશાતા વેદનીયના કારણે બીમારી શરૂ થઈ. મરિચિ ભગવાન ઋષભદેવજીના સાધુઓ સાથે જ વિચરે છે. મરિચિને બીમારીનો પ્રસંગ પ્રાપ્ત થતાં સંયમી જીવનના કારણે મરિચિની જે રીતે સેવાચાકરી કરવી જોઈએ તે પ્રમાણે સંયમી સાધુઓ સેવાચાકરી નથી કરતા. સાધુઓ સામાન્ય સાધુઓ ન હતા. ભગવાન ઋષભદેવ પ્રભુના સાધુઓ હતા. અલ્પસંસારી-નિકટમુક્તિગામિ સાધુઓ હતા.